android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
calendar_today June 4, 2026

Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો અને સામાન્ય જનતા જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે ચોમાસાને લઈને હવામાન વિભાગે સૌથી મોટા અને આનંદના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે દેશમાં સત્તાવાર રીતે ચોમાસાના આગમનની જાહેરાત કરી દીધી છે. કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે, જેને પગલે હવે આગામી દિવસોમાં દેશના અન્ય રાજ્યો સહિત ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે.ડબલ સિસ્ટમ એક્ટિવ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. આ ડબલ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના છે, જેથી વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને આસપાસના પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. અસહ્ય ગરમી અને બફારો અકળાવશે બીજી તરફ, ચોમાસા પૂર્વેના આ વાતાવરણમાં લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે. એક તરફ પવન સાથે વરસાદી માહોલ રહેશે, તો બીજી તરફ અસહ્ય ગરમી અને બફારો અકળાવશે. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં લોકોને ભારે ઉકળાટ અને બફારાનો અહેસાસ થશે. જોકે, આ અકળામણ બાદ ટૂંક સમયમાં જ મેઘરાજા ગુજરાતને તરબતર કરશે. આ પણ વાંચો - Ahmedabad News: ધંધુકા-રાણપુર રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, 3ની હાલત ગંભીર

Read Full Story arrow_forward
Kalol : પિયજ કેનાલમાં દુપટ્ટો બાંધેલી હાલતમાં અમદાવાદની માતા,પુત્રી અને દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર
calendar_today June 4, 2026

Kalol : પિયજ કેનાલમાં દુપટ્ટો બાંધેલી હાલતમાં અમદાવાદની માતા,પુત્રી અને દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર

ગાંધીનગરના કલોલ તાલુકાના પિયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી આજે સવારે એક સાથે ત્રણ કમભાગી આત્માઓના મૃતદેહ તરતા મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં અમદાવાદમાં રહેતી 23 વર્ષીય પરિણીતા, તેની દોઢ વર્ષની માસૂમ દીકરી અને પરિણીતાની સગી માતાનો સમાવેશ થાય છે. સૌથી વધુ ચોંકાવનારી અને રહસ્યમય બાબત એ છે કે ત્રણેયના મૃતદેહો એકબીજા સાથે દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા, જે સામૂહિક આત્મહત્યા તરફ ઈશારો કરે છે. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.મૃતકોની ઓળખ થઇ મળતી વિગતો મુજબ, મૃતકોની ઓળખ સંગીતાબેન બચુભાઈ પ્રજાપતિ (માતા), નેહાબેન દીપકભાઈ પ્રજાપતિ (પુત્રી, ઉંમર વર્ષ ૨૩) અને દોઢ વર્ષની માસૂમ પહલ દીપકભાઈ પ્રજાપતિ (દોહિત્રી) તરીકે થઈ છે. નેહા પ્રજાપતિ માતાને મળવા નિકળી હતી ઘટનાની પૃષ્ઠભૂમિ એવી છે કે, અમદાવાદમાં રહેતી નેહા પ્રજાપતિ ગત દિવસોમાં પોતાની દોઢ વર્ષની પુત્રી પહલને લઈને ઘરેથી નીકળી હતી. તે મહેસાણા જિલ્લાના તળેટી ગામે રહેતી પોતાની માતા સંગીતાબેનને મળવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નેહા ફોન ન ઉપાડતી હોવાથી ચિંતાતુર પરિવારે તપાસ કરતા તેનું છેલ્લું લોકેશન કલોલના પિયજ ગામની નર્મદા કેનાલ પાસે આવ્યું હતું. પરિવારજનો કેનાલ પર પહોંચ્યા હતા પરંતુ રાત્રે કોઈ ભાળ મળી નહોતી. કેનાલમાંથી ત્રણેયના મૃતદેહ મળ્યા આજે વહેલી સવારે કેનાલમાં ત્રણેયના મૃતદેહ એકસાથે તરતી દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક કલોલ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી કલોલ નગરપાલિકાના ફાયર ફાઈટર અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય મૃતદેહોને બહાર કઢાવ્યા હતા. એકબીજાના હાથ દુપટ્ટાથી બાંધેલા હોવાથી આ પરિવારે કયા આકરા પગલાં કે ઘરેલું કંકાસના કારણે આ સામૂહિક જળસમાધિ લીધી તે દિશામાં રહસ્ય ઘેરાયું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો----     Gujarat Latest News live: અમરેલીના લુવારિયા વીડીમાં બીમારીના કારણે સિંહણનું મોત, વન વિભાગ દ્વારા કારણોની તપાસ શરૂ

Read Full Story arrow_forward
Morbi News: હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, 40 ગામોમાં રોગચાળાનું જોખમ
calendar_today June 4, 2026

Morbi News: હળવદ નગરપાલિકાની ઘોર બેદરકારી, 40 ગામોમાં રોગચાળાનું જોખમ

મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી તંત્રની એક શરમાજનક અને લોકોના જીવ જોખમમાં મૂકતી ગંભીર બેદરકારી સામે આવી છે. હળવદ નગરપાલિકા દ્વારા લાખો લોકોના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન નર્મદા કેનાલમાં ગટરનું ગંદુ અને દૂષિત પાણી છોડવામાં આવ્યું છે. તંત્રની આ કાળી કરતૂત સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લાખો લોકોના માથે ગંભીર રોગચાળો ફાટી નીકળવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી ઘટનાની મળતી વિગતો અનુસાર, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી બ્રાહ્મણી ડેમ-2 ભરીને પીવાના પાણીની સપ્લાય પૂરી પાડવામાં આવે છે. આ જ પાણી હળવદ શહેર અને આસપાસના 40 ગામોને પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, આ મુખ્ય કેનાલ દ્વારા રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા સુધી પણ પીવાનું પાણી સપ્લાય કરવામાં આવે છે, પરંતુ હળવદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીના કારણે આ શુદ્ધ પીવાના પાણીની કેનાલને ગટર લાઈન બનાવી દેવામાં આવી છે. પીવાનું પાણી ઝેરી બનશે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જો આ કેનાલનું દૂષિત પાણી બ્રાહ્મણી ડેમ અને અન્ય જળાશયોમાં પહોંચશે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ઝેરી બનશે, જેના કારણે કોલેરા, ટાઈફોઈડ અને કમળા જેવો ભયાનક રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહેલા આ ચેડાં બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે. આ પણ વાંચો - Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના

Read Full Story arrow_forward