android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal news: મોરવા ગ્રામ પંચાયતમાં 5 સભ્યોના રાજીનામા મુદ્દે કાર્યવાહી, સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ
calendar_today June 4, 2026

Panchmahal news: મોરવા ગ્રામ પંચાયતમાં 5 સભ્યોના રાજીનામા મુદ્દે કાર્યવાહી, સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મોરવા ગ્રામ પંચાયતમાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.મોરવા ગ્રામ પંચાયતના 5 સભ્યો દ્વારા સામૂહિક રાજીનામા અપાતા સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.આ સંવેદનશીલ અને મહત્વના મામલે આજે શહેરા તાલુકા પંચાયત ખાતે એક હાઈવોલ્ટેજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી મળતી વિગતો અનુસાર, રાજીનામું આપનાર અને ન આપનાર તમામ સભ્યો સહિત ગ્રામ પંચાયતના સરપંચને તાલુકા પંચાયત કચેરી ખાતે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન અધિકારીઓ દ્વારા તમામ પક્ષોની રજૂઆતો અને દલીલો ખૂબ જ વિગતવાર સાંભળવામાં આવી હતી.આ વિવાદમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે રાજીનામું આપનાર સભ્યો દ્વારા સરપંચ સામે લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી.સભ્યોનો આક્ષેપ છે કે પંચાયતના વિકાસ કામોમાં તેમનો વિશ્વાસ લેવામાં આવતો નથી. રાજીનામું આપનાર 5 સભ્યો વ્યક્તિગત રીતે હાજર રહ્યા આ મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન મોરવા ગ્રામ પંચાયતના સરપંચ અને રાજીનામું આપનાર 5 સભ્યો વ્યક્તિગત રીતે હાજર રહ્યા હતા.જ્યારે અન્ય 2 સભ્યો અકબંધ કારણોસર ગેરહાજર રહ્યા હતા.તાલુકા પંચાયતના સત્તાધીશોના જણાવ્યા અનુસાર,આ સમગ્ર મામલાની કાયદેસરની કાર્યવાહી અને તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે આ સુનાવણીનો વિગતવાર અને સત્તાવાર અહેવાલ આગળની આખરી કાર્યવાહી માટે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને મોકલી આપવામાં આવશે.જેના આધારે આગામી દિવસોમાં મોરવા ગ્રામ પંચાયતના ભવિષ્ય અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ પણ વાંચોઃ Kalol : પિયજ કેનાલમાં દુપટ્ટો બાંધેલી હાલતમાં અમદાવાદની માતા,પુત્રી અને દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર

Read Full Story arrow_forward
Amreli News: લુવારિયા વીડીમાં બીમારીને કારણે સગર્ભા સિંહણનું મોત
calendar_today June 4, 2026

Amreli News: લુવારિયા વીડીમાં બીમારીને કારણે સગર્ભા સિંહણનું મોત

એશિયાટિક સિંહોના ગઢ ગણાતા ગીર વિસ્તારમાંથી સિંહોના મોતના ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના સરસિયા રાઉન્ડ હેઠળ આવતી લુવારિયા વીડીમાં એક સગર્ભા સિંહણનું બીમારીના કારણે કરૂણ મોત નીપજ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી આ સિંહણ બીમાર હાલતમાં તરફડી રહી હતી અને ગત મોડી રાત્રે તેણે દમ તોડી દીધો હતો. સિંહણના મોતને પગલે વન વિભાગની પેટ્રોલિંગ પ્રક્રિયા અને બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.વિસ્તારમાં યોગ્ય પેટ્રોલિંગનો અભાવ ઘટનાની મળતી વિગતો અનુસાર, આ મૃત સિંહણ છેલ્લા બે-ત્રણ દિવસથી કૃષ્ણનગર અને લુવારિયા વિસ્તારમાં અસ્વસ્થ અને બીમાર હાલતમાં ફરતી જોવા મળી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં ફરજ બજાવતા સ્થાનિક ફોરેસ્ટર ધારીથી અપડાઉન કરતા હોવાથી વિસ્તારમાં યોગ્ય પેટ્રોલિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. જો સમયસર સિંહણની બીમારી પારખીને તેને ટ્રીટમેન્ટ આપવામાં આવી હોત, તો કદાચ સિંહણ અને તેના ગર્ભમાં રહેલા જીવ બચી શક્યા હોત. અગાઉ પણ આ જ સરસિયા રાઉન્ડના લુવારિયા વીડી વિસ્તારમાં બીમારીના કારણે સિંહનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ મીડિયાના ફોન ઉપાડવાનું ટાળ્યું નોંધનીય છે કે, ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં ટૂંકા ગાળામાં 12 થી વધુ સિંહોના મોત થઈ ચૂક્યા છે. ગીરમાં વનરાજોના ટપોટપ થઈ રહેલા મોતના કારણે વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ અને ચિંતાની લાગણી છે. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં, ધારી ગીર પૂર્વના ડીસીએફ (DCF) અને એસીએફ (ACF) કક્ષાના ઉચ્ચ અધિકારીઓ મીડિયાના ફોન ઉપાડવાનું ટાળી રહ્યા છે અને મૌન સેવી રહ્યા છે, જેને કારણે વન વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. હાલ સિંહણના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વન વિભાગે આગળની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Amreli News: ચલાળામાં વીજળીનો કહેર, PGVCL કચેરીના ટ્રાન્સફોર્મરમાં લાગી આગ

Read Full Story arrow_forward
Monsoon 2026: કેરલમ બાદ હવે આ રાજ્યોમાં થશે વરસાદની એન્ટ્રી, જાણો હવે ક્યાં પહોંચશે ચોમાસુ ?
calendar_today June 4, 2026

Monsoon 2026: કેરલમ બાદ હવે આ રાજ્યોમાં થશે વરસાદની એન્ટ્રી, જાણો હવે ક્યાં પહોંચશે ચોમાસુ ?

દેશભરમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાહતના સૌથી મોટા અને રાહતભર્યા સમાચાર આપ્યા છે.  દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Monsoon 2026) તમામ પ્રતિક્ષાનો અંત આણીને આજે, 4 જૂનના રોજ કેરળના દરિયાકિનારે સત્તાવાર રીતે આવી ગયુ છે.  સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચતું હોય છે, પરંતુ આ વર્ષે તે પોતાના નિયત સમય કરતાં આશરે ત્રણ દિવસ મોડું ચાલી રહ્યું છે.ચોમાસું ક્યાં-ક્યાં આગળ વધ્યું?હવામાન વિભાગના બુલેટિન અનુસાર, મોન્સૂન એક્સપ્રેસ ઝડપથી આગળ વધી રહી છે. ચોમાસાએ આજે નીચેના વિસ્તારોને આવરી લીધા છે:દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો.સમગ્ર લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને માહે (પુડુચેરી).કર્ણાટક અને તમિલનાડુના કેટલાક આંતરિક વિસ્તારો.બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વીય ક્ષેત્રો.આગામી 2-3 દિવસમાં પકડશે જોરદાર ગતિહવામાનશાસ્ત્રીઓના મતે આગામી બે થી ત્રણ દિવસમાં ચોમાસાની પ્રગતિ વધુ ઝડપી બનશે. આ સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે આગામી દિવસોમાં ચોમાસું સમગ્ર ગોવા, મહારાષ્ટ્ર (મુંબઈ સહિત), આંધ્રપ્રદેશના કેટલાક ભાગો અને પૂર્વોત્તર રાજ્યો તરફ આગળ વધશે.હવામાનની વર્તમાન સ્થિતિગઈકાલ રાતથી જ કેરળના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં વાદળોની ઘનતા ખૂબ જ તીવ્ર બની છે. હાલમાં સમુદ્ર કિનારે 20 થી 25 નોટ્સની ઝડપે પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ચોમાસાને આગળ ધકેલવા માટે પૂરતું બળ પૂરું પાડી રહ્યા છે.આ જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ'ભારે વરસાદની આશંકાને જોતા IMD એ કેરળના ત્રણ મુખ્ય જિલ્લાઓ – અલાપ્પુઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. અહીં વાવાઝોડા સાથે અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથિટ્ટા, ઇડુક્કી અને ત્રિશુરમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મધ્યમ વરસાદની આગાહી છે.ખેડૂતોમાં ખુશીનો માહોલકેરળમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા સતત વરસાદને વૈજ્ઞાનિક માપદંડો પર ચકાસ્યા બાદ હવામાન વિભાગે આજે 4 જૂને ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સમાચાર આવતાની સાથે જ ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે. હવે દેશભરમાં ખરીફ પાક (જેમ કે ડાંગર, કપાસ, મગફળી) ની વાવણીના કાર્યો પૂરજોશમાં શરૂ થઈ શકશે.ઉત્તર ભારત અને ગુજરાતના લોકોએ હજુ જોવી પડશે રાહએકતરફ દક્ષિણ ભારતના રાજ્યો (કેરળ, તમિલનાડુ, કર્ણાટક) અને ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ છે, ત્યારે બીજી તરફ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં હજુ પણ લોકોને થોડા દિવસો સુધી ગરમીનો સામનો કરવો પડશે. આ રાજ્યોમાં ચોમાસું જૂનના મધ્ય કે અંત સુધીમાં પહોંચે તેવી સંભાવના છે.

Read Full Story arrow_forward