android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા
calendar_today June 4, 2026

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં કુદરત પ્રકોપ બનીને વરસી છે. ગઈકાલે મોડી રાત્રે પડેલા અનરાધાર વરસાદ અને ઉપરવાસમાં થયેલા સતત ભારે વરસાદને કારણે આજે વહેલી સવારે પોશીના-દેલવાડા મુખ્ય માર્ગ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ મુખ્ય રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હતા, જેને પગલે વહેલી સવારથી જ દેલવાડા તરફ જતો સ્થાનિક વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નાના વાહનો પલટી ખાય તેવી સ્થિતિ ઊભી થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ઉપરવાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરવાસના વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદનું પાણી નીચાણવાળા વિસ્તારો તરફ ધસી આવ્યું હતું. પાણીની જોરદાર અને અવિરત આવક થવાના કારણે માર્ગ પર આવેલા તમામ નાળા અને કોઝવે ઓવરફ્લો થઈ ગયા હતા. રસ્તાઓ પરથી પાણી જાણે નદીની જેમ વહેતું હોય તેવા રોમાંચક અને સાથે જ ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.  અનેક ખેતરો પાણીમાં ગરકાવ બીજી તરફ, આ આકસ્મિક આકાશી આફતને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો બેટમાં ફેરવાઈ જતાં તૈયાર થયેલા કિંમતી પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતનો તાત ભારે ચિંતામાં ડૂબી ગયો છે. સ્થાનિક રહીશો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તંત્ર દ્વારા લોકોને અત્યારે બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ નદી-નાળા કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચો-----     Gujarat Latest News live : ભારતમાં ચોમાસાનું આગમન, કેરલમમાં ભારે વરસાદની ચેતવણી

Read Full Story arrow_forward
June 4 Top News:  વાંચો 4 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today June 3, 2026

June 4 Top News: વાંચો 4 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

4 જૂનના રોજ સમગ્ર દેશમાં રાજકીય, રમતગમત, પર્યાવરણ અને વિજ્ઞાન ક્ષેત્રે અનેક મોટી અને મહત્વની ઘટનાઓ આકાર લેવા જઈ રહી છે.કેરળમાં ચોમાસાનું ધમાકેદાર આગમન સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, તે ચોમાસું આખરે 4 જૂનના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દેશે. હવામાન વિભાગ (IMD) એ અગાઉ 26 મેના રોજ ચોમાસું આવવાની આગાહી કરી હતી, પરંતુ પવન અને વાતાવરણ સાનુકૂળ ન હોવાથી તેની ગતિ ધીમી પડી હતી. હવે 4 જૂને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની પૂરેપૂરી સંભાવના છે. શિલોંગમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મોટી બેઠક મેઘાલયના શિલોંગ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉત્તર પૂર્વીય પરિષદ (North Eastern Council)ની એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં નોર્થ ઈસ્ટના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલો ભાગ લેશે. આ પરિષદ પૂર્વોત્તર રાજ્યોના વિકાસ અને સહકારી સંઘવાદને મજબૂત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. અમદાવાદમાં 'વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026'નો પ્રારંભ ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં પ્રથમવાર 'વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026' (World Yogasana Championship 2026) શરૂ થવા જઈ રહી છે. સાંજે 5:00 વાગ્યે આ ભવ્ય સ્પર્ધાનું ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને યોગગુરુ બાબા રામદેવ ખાસ ઉપસ્થિત રહેશે. રાહુલ ગાંધીનો બે દિવસનો ઉત્તરાખંડ પ્રવાસ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 4 અને 5 જૂનના રોજ ઉત્તરાખંડના બે દિવસીય પ્રવાસે જશે. વર્ષ 2027માં યોજાનારી ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આ પ્રવાસનું આયોજન કરાયું છે. તેઓ 4 જૂને ઉત્તરાખંડના કોટદ્વારમાં દીપક કુમાર ઉર્ફે 'મોહમ્મદ દીપક' સાથે મુલાકાત કરશે. વારાણસીમાં બ્રિક્સ (BRICS) સંસ્કૃતિ કાર્ય જૂથની બેઠક ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીમાં 4 અને 5 જૂનના રોજ બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય જૂથની બીજી બેઠક યોજાશે. ભારતની બ્રિક્સ 2026ની થીમ 'લચીલાપણું, નવીનતા, સહકાર અને ટકાઉપણું'ને આધારે આ બેઠકમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને સહયોગને પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા કરવામાં આવશે. IISTમાં એરોસ્પેસ સિમ્પોઝિયમ 'ASTRA 2026' શરૂ થશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (IIST) ના એરોસ્પેસ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા 4 થી 6 જૂન દરમિયાન ત્રણ દિવસીય રાષ્ટ્રીય એરોસ્પેસ સિમ્પોઝિયમ (ASTRA 2026) નું આયોજન કરવામાં આવ્યું છે. વલિયામાલા સ્થિત IIST કેમ્પસમાં લિક્વિડ પ્રપલ્ઝન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) ના ડાયરેક્ટર એન. જયન આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ વર્ષે 'સ્પ્રિંગર' પબ્લિશિંગ હાઉસ આ ઈવેન્ટનું પાર્ટનર છે. ગુજરાતની RTO કચેરીઓ રાબેતા મુજબ શરૂ થશે રાજ્યભરની આરટીઓ (RTO) કચેરીઓ 4 જૂનથી સામાન્ય દિવસોની જેમ શરૂ કરી દેવામાં આવશે. કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે કચેરીની બહાર સફેદ રંગથી એક-એક મીટરના અંતરે ગોળ કુંડાળા (સર્કલ) બનાવવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં વેકેશન પૂર્ણ, જીકાસ મુદ્દે સુનાવણીની શક્યતા હાઇકોર્ટમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં 4 જૂનથી કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ થઈ જશે. એડમિશન પ્રક્રિયાને લઈને 'જીકાસ' (GICAS) પોર્ટલના કારણે વિદ્યાર્થીઓને જે હાલાકી પડી રહી છે, તે અંગે હાઇકોર્ટમાં અરજી થવાની સંભાવના છે, જેના પર સૌની નજર રહેશે. અમદાવાદ મનપાની પહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની નવી બનેલી પહેલી સ્ટેન્ડિંગ કમિટીની અગત્યની બેઠક 4 જૂને સાંજે 4:00 વાગ્યે યોજાશે, જેમાં શહેરના વિકાસલક્ષી કામો અને ચોમાસાની તૈયારીઓ અંગે ચર્ચા થઈ શકે છે. સ્વર્ગવાસી ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ યાત્રા દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના દેહના અંતિમ દર્શન 4 જૂને સવારે 9:30 વાગ્યે યોજાશે. ત્યારબાદ શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી તેમની અંતિમ યાત્રા નીકળીને ખાસવાડી સ્મશાનગૃહ પહોંચશે, જેમાં રાજ્યના મોટા નેતાઓ હાજરી આપશે. અમરેલીના બગસરામાં 6 કલાકનો વીજકાપ અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં 4 જૂન, ગુરૂવારના રોજ PGVCL દ્વારા સવારે 8:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રાખવામાં આવશે. મેઇન્ટેનન્સની આ કામગીરીને કારણે ભૂતનાથ ફીડર, રફાળા ખેતીવાડી ફીડર અને આદપુર ખેતીવાડી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજળી ગુલ રહેશે. આ પણ વાંચો - Amreli News: ચલાળામાં વીજળીનો કહેર, PGVCL કચેરીના ટ્રાન્સફોર્મરમાં લાગી આગ

Read Full Story arrow_forward
Delhi Fire: ત્યાં જ હતો પણ ડરનો માર્યો હું...માલવીય નગર અગ્નિકાંડમાં મોટો ખુલાસો
calendar_today June 4, 2026

Delhi Fire: ત્યાં જ હતો પણ ડરનો માર્યો હું...માલવીય નગર અગ્નિકાંડમાં મોટો ખુલાસો

દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં લાગેલી ભીષણ આગના મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 'ફ્લોરિશ સ્ટે બી એન્ડ બી' (Flourish Stay B&B) હોટેલના માલિક લવકેશ બજાજની ધરપકડ કરી લીધી છે. પોલીસ કસ્ટડીમાં આરોપીએ અકસ્માત અને હોટેલના બાંધકામને લઈને કેટલાય મહત્વના ખુલાસા કર્યા છે.બુધવારે 5 માળની હોટલમાં લાગી આગ ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ હૌજ રાની વિસ્તારમાં આવેલી આ પાંચ માળની ઇમારતમાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં ૨૧ નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. "ડરના માર્યા હું ભાગી ગયો હતો" – હોટેલ માલિકની કબૂલાતપોલીસ પૂછપરછ દરમિયાન આરોપી લવકેશ બજાજે જણાવ્યું કે તેની પાસે હોટેલના રોજિંદા વહીવટ અને મેનેજમેન્ટ માટે સમય નહોતો, તેથી તેણે આ જવાબદારી અન્ય વ્યક્તિને સોંપી દીધી હતી.સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે હોટેલમાં આગ લાગી ત્યારે લવકેશ તે જ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે કે, આગ જોઈને તે એટલો ગભરાઈ ગયો હતો કે તે ત્યાં રોકાયા વગર ભાગી ગયો હતો. ધરપકડથી બચવા માટે તે પોતાના ઘરે પણ નહોતો ગયો અને આખો દિવસ રસ્તાઓ પર ભટકતો રહ્યો હતો.3 વર્ષ પહેલાં ખરીદી હતી જર્જરિત ઇમારત: નિયમોના ધજાગરાલવકેશના જણાવ્યા અનુસાર, તેણે આ પ્રોપર્ટી આશરે ત્રણ વર્ષ પહેલાં ખરીદી હતી. તે સમયે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને ત્યાં ખાદીની દુકાન ચાલતી હતી. લવકેશે દાવો કર્યો છે કે તેની પાસે બેડ એન્ડ બ્રેકફાસ્ટ (BNB), ટુરિસ્ટ અને રેસ્ટોરન્ટ ચલાવવાની મંજૂરી હતી. જો કે, તપાસમાં કંઈક અલગ જ વાર્તા સામે આવી છે. 6 ના બદલે 25 રૂમ: દિલ્હી સરકારની પોલિસી મુજબ આ હોટેલને માત્ર 6 રૂમ ઓપરેટ કરવાની મંજૂરી હતી, પરંતુ લાલચમાં આવીને અહીં 25 રૂમ બનાવી દેવાયા હતા.ગેરકાયદેસર બાંધકામ: બિલ્ડિંગમાં નિયમો વિરુદ્ધ જઈને વધારાના માળ ચણવામાં આવ્યા હતા.ફાયર NOC નો અભાવ: નિયમ મુજબ 15 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતો માટે ફાયર વિભાગનું કમિશનિંગ (NOC) ફરજિયાત છે, જે આ હોટેલ પાસે નહોતું. બિલ્ડિંગમાં બહાર નીકળવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો હતો.હોટેલ માલિક સામે ગુનાહિત માનવવધનો ગુનો દાખલદિલ્હી પોલીસે હોટેલ માલિક અને તેના ભાગીદારો સામે કડક કાનૂની સિકંજો કસ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 (ગુનાહિત માનવવધ), 326(G), 324(5), 125(A), 125(B) અને 287 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે, જેથી આ બેદરકારીમાં સામેલ અન્ય લોકો સુધી પહોંચી શકાય.કંપારી છૂટી જાય તેવા દ્રશ્યોઆગ લાગી ત્યારે હોટેલની અંદર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અંદર ફસાયેલા લોકો જીવ બચાવવા માટે બારીઓના કાચ તોડીને બહાર કૂદવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. હાલમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય તપાસ એજન્સીઓ આ ભયાનક દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો અને સુરક્ષાના નિયમોમાં થયેલી ગંભીર ચૂક અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. 

Read Full Story arrow_forward