android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dholka : ચલોડા પ્રાથમિક શાળાની શિક્ષિકાનો સળગેલો મૃતદેહ મળવાના કેસમાં મોટો ધડાકો, શંકાખોર પતિ જ નીકળ્યો હત્યારો
calendar_today June 4, 2026

Dholka : ચલોડા પ્રાથમિક શાળાની શિક્ષિકાનો સળગેલો મૃતદેહ મળવાના કેસમાં મોટો ધડાકો, શંકાખોર પતિ જ નીકળ્યો હત્યારો

અમદાવાદ ગ્રામ્યના ધોળકા પંથકમાં થોડા દિવસો પહેલાં કેનાલ નજીકથી મળી આવેલી મહિલાના સળગેલી હાલતમાં મળેલા મૃતદેહના રહસ્યમય ગુનાનો ધોળકા પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. આ ચકચારી મર્ડર કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, પત્નીના ચરિત્ર પર શંકા રાખીને તેના સગા પતિએ જ અત્યંત ક્રૂરતાપૂર્વક આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કડીઓ જોડીને હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે અને કાનૂની ગાળિયો મજબૂત કરવા વધુ તપાસ હાથ ધરી છે.અડધી સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ધોળકાના વાસણા ગામ પાસેથી પસાર થતી કેનાલ નજીકથી એક અજાણી મહિલાનો અડધી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી જ્યારે લાશની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા, ત્યારે માલૂમ પડ્યું કે મૃતક મહિલા ચલોડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. શિક્ષિકાની ભાળ મળતાં જ પોલીસે તેના કૌટુંબિક બેકગ્રાઉન્ડની તપાસ શરૂ કરી હતી. શંકાના આધારે હત્યા પોલીસની આકરી પૂછપરછમાં ભાંગી પડેલા પતિએ આખરે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે જણાવ્યું કે, પત્નીના ચરિત્ર પર તેને સતત શંકા રહેતી હતી, જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. આ જ શંકાના વહેમમાં તેણે પત્નીની નિર્મમ હત્યા કરી નાખી અને પાપ છુપાવવા તથા ઓળખ ન થાય તે હેતુથી વાસણા ગામ પાસે કેનાલ પર લાશને સળગાવી દીધી હતી. જો કે, કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નથી. ધોળકા પોલીસે હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી કે મદદગારી છે કે નહીં તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો----    Gujarat Latest News live : મોરબીમાં સરકારી હોસ્પિટલમાં કલેક્ટરનું આકસ્મિક ચેકિંગ, સ્ટાફમાં દોડધામ

Read Full Story arrow_forward
Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
calendar_today June 4, 2026

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા વિવાદાસ્પદ અને કરોડોની જમીન પર બનેલા લંપટ આસારામના  આશ્રમ પર આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. જમીન પચાવી પાડવા અને ગેરકાયદેસર બાંધકામો કરાયા હોવાથી તંત્ર દ્વારા આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આશ્રમના મુખ્ય ગેટ પાસે આવેલો કેટલોક ભાગ તોડાયો મળતી વિગતો મુજબ, વહીવટી તંત્રની ટીમે જેસીબી અને બુલડોઝરની મદદથી આસારામ આશ્રમના મુખ્ય ગેટ પાસે આવેલો કેટલોક ગેરકાયદેસર અને દબાણ પૂર્વક બનાવેલો ભાગ તોડી પાડ્યો હતો. આશ્રમ દ્વારા સરકારી અને કોર્પોરેશનની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરીને આ બાંધકામ ઊભું કરવામાં આવ્યું હોવાની લાંબા સમયથી ફરિયાદો ઉઠી રહી હતી. તંત્રએ આજે વહેલી સવારથી જ ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આશ્રમના મુખ્ય ગેટ પાસે આવેલો ભાગ તોડાયોસૂત્રોના જણાવ્યા અનુસાર, આજે કરવામાં આવેલી આ કામગીરી તો માત્ર એક શરૂઆત છે. આશ્રમ પરિસરમાં સરકારી જમીન પર થયેલા અન્ય મોટા ગેરકાયદેસર શેડ અને પાકા બાંધકામોને હટાવવા માટે આગામી દિવસોમાં તંત્ર દ્વારા એક બહુ મોટું મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. આ પણ વાંચો----     Gujarat Latest News live : મોરબીમાં સરકારી હોસ્પિટલમાં કલેક્ટરનું આકસ્મિક ચેકિંગ, સ્ટાફમાં દોડધામ

Read Full Story arrow_forward
Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા
calendar_today June 4, 2026

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા

નશાબંધી ધરાવતા ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક અતિ ભયાનક અકસ્માત સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક બેફામ સ્પીડે આવી રહેલી ઈવી કારના ચાલકે રસ્તા પર જતા નિર્દોષ બાઈક અને સ્કૂટર સવારોને અડફેટે લઈને કચડી નાખ્યા હતા. આ હૃદયકંપાવનારી ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત સર્જનાર નશાખોર કાર ચાલકની ઓળખ થઈ ગઈ છે અને તે વ્યવસાયે એક આર્કિટેક હોવાનું બહાર આવ્યું છે. દારૂના નશામાં ધૂત હતો મળતી વિગતો મુજબ, આરોપી 32 વર્ષીય વિજય શંભુભાઈ ભિખડિયા વ્યવસાયે લક્ઝુરિયસ લાઈફ જીવતો આર્કિટેક છે. અકસ્માત સમયે તે દારૂના નશામાં એટલો ધૂત હતો કે તેને પોતાનું ભાન પણ નહોતું. ચાલુ કારમાં જ બિયર પીતો હતો ચોંકાવનારી બાબત એ છે કે, તે ચાલુ કારમાં જ બિયર પીતો પીતો આવી રહ્યો હતો અને નશાના જોરમાં તેણે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ બેફામ દોડતી કારે રસ્તા પર જતા બે સગા ભાઈઓ અને બે અજાણી મહિલાઓને જોરદાર ટક્કર મારી દીધી હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે આ ચારેય નિર્દોષ લોકોના હાથ-પગ કારના વ્હીલ નીચે કચડાઈ ગયા હતા અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આર્કિટેક વિજય ભિખડિયાની ધરપકડ અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે તુરંત પોલીસને જાણ કરવામાં આવતા સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને આરોપી આર્કિટેક વિજય ભિખડિયાની ધરપકડ કરી લીધી હતી. સરથાણા પોલીસે દારૂ પીને બેફામ ગાડી ચલાવવા તેમજ ગંભીર અકસ્માત સર્જી માનવ જિંદગી જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધી કાર જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો-----     Gujarat Latest News live : પાખંડી આસારામ આશ્રમ પર તંત્રનું બુલડોઝર ફર્યું , ગેટ પાસે કેટલોક ભાગ તોડી પાડ્યો

Read Full Story arrow_forward