android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi Fire: ત્યાં જ હતો પણ ડરનો માર્યા હું...માલવીય નગર અગ્નિકાંડમાં મોટો ખુલાસો
calendar_today June 4, 2026

Delhi Fire: ત્યાં જ હતો પણ ડરનો માર્યા હું...માલવીય નગર અગ્નિકાંડમાં મોટો ખુલાસો

દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં લાગેલી ભીષણ આગના મામલે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 'ફ્લોરિશ સ્ટે બી એન્ડ બી' (Flourish Stay B&B) હોટેલના માલિક લવકેશ બજાજની ધરપકડ કરી લીધી છે. પોલીસ કસ્ટડીમાં આરોપીએ અકસ્માત અને હોટેલના બાંધકામને લઈને કેટલાય મહત્વના ખુલાસા કર્યા છે.બુધવારે 5 માળની હોટલમાં લાગી આગ ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ હૌજ રાની વિસ્તારમાં આવેલી આ પાંચ માળની ઇમારતમાં ભયાનક આગ ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં ૨૧ નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. "ડરના માર્યા હું ભાગી ગયો હતો" – હોટેલ માલિકની કબૂલાતપોલીસ પૂછપરછ દરમિયાન આરોપી લવકેશ બજાજે જણાવ્યું કે તેની પાસે હોટેલના રોજિંદા વહીવટ અને મેનેજમેન્ટ માટે સમય નહોતો, તેથી તેણે આ જવાબદારી અન્ય વ્યક્તિને સોંપી દીધી હતી.સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે હોટેલમાં આગ લાગી ત્યારે લવકેશ તે જ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે કે, આગ જોઈને તે એટલો ગભરાઈ ગયો હતો કે તે ત્યાં રોકાયા વગર ભાગી ગયો હતો. ધરપકડથી બચવા માટે તે પોતાના ઘરે પણ નહોતો ગયો અને આખો દિવસ રસ્તાઓ પર ભટકતો રહ્યો હતો.3 વર્ષ પહેલાં ખરીદી હતી જર્જરિત ઇમારત: નિયમોના ધજાગરાલવકેશના જણાવ્યા અનુસાર, તેણે આ પ્રોપર્ટી આશરે ત્રણ વર્ષ પહેલાં ખરીદી હતી. તે સમયે આ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને ત્યાં ખાદીની દુકાન ચાલતી હતી. લવકેશે દાવો કર્યો છે કે તેની પાસે બેડ એન્ડ બ્રેકફાસ્ટ (BNB), ટુરિસ્ટ અને રેસ્ટોરન્ટ ચલાવવાની મંજૂરી હતી. જો કે, તપાસમાં કંઈક અલગ જ વાર્તા સામે આવી છે. 6 ના બદલે 25 રૂમ: દિલ્હી સરકારની પોલિસી મુજબ આ હોટેલને માત્ર 6 રૂમ ઓપરેટ કરવાની મંજૂરી હતી, પરંતુ લાલચમાં આવીને અહીં 25 રૂમ બનાવી દેવાયા હતા.ગેરકાયદેસર બાંધકામ: બિલ્ડિંગમાં નિયમો વિરુદ્ધ જઈને વધારાના માળ ચણવામાં આવ્યા હતા.ફાયર NOC નો અભાવ: નિયમ મુજબ 15 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતો માટે ફાયર વિભાગનું કમિશનિંગ (NOC) ફરજિયાત છે, જે આ હોટેલ પાસે નહોતું. બિલ્ડિંગમાં બહાર નીકળવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો હતો.હોટેલ માલિક સામે ગુનાહિત માનવવધનો ગુનો દાખલદિલ્હી પોલીસે હોટેલ માલિક અને તેના ભાગીદારો સામે કડક કાનૂની સિકંજો કસ્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 (ગુનાહિત માનવવધ), 326(G), 324(5), 125(A), 125(B) અને 287 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે, જેથી આ બેદરકારીમાં સામેલ અન્ય લોકો સુધી પહોંચી શકાય.કંપારી છૂટી જાય તેવા દ્રશ્યોઆગ લાગી ત્યારે હોટેલની અંદર હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અંદર ફસાયેલા લોકો જીવ બચાવવા માટે બારીઓના કાચ તોડીને બહાર કૂદવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. હાલમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને અન્ય તપાસ એજન્સીઓ આ ભયાનક દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો અને સુરક્ષાના નિયમોમાં થયેલી ગંભીર ચૂક અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. 

Read Full Story arrow_forward
Gold Silver Rate: ઘટ્યા સોના ચાંદીના ભાવ? જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
calendar_today June 4, 2026

Gold Silver Rate: ઘટ્યા સોના ચાંદીના ભાવ? જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

ભારતીય સર્રાફા બજારમાં આજે સોનાના ભાવમાં હળવો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે એટલે કે ૩ જૂનના રોજ સોનાના ભાવમાં આવેલા મોટા કડાકા બાદ, આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર વાયદા વેપારમાં નજીવો સુધારો ચોક્કસ નોંધાયો છે, પરંતુ રિટેલ માર્કેટમાં કિંમતો હજી પણ તેના સર્વોચ્ચ સ્તર (High Level) થી ઘણી નીચે ચાલી રહી છે.આજે સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)24 કેરેટ શુદ્ધ સોનું: આજે બજારમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ અંદાજે  1,56,360 રૂપિયાથી 1,59,380  રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ચાલી રહ્યો છે.22 કેરેટ દાગીનાનું સોનું: ઘરેણાં બનાવવા માટે વપરાતા 22 કેરેટ સોનાની કિંમત આજે પ્રતિ 10 ગ્રામ 1,43,100  રૂપિયાથી 1,46 340  રૂપિયા ના સ્તર પર સ્થિર જોવા મળી છે.સોનાના ભાવ આચનક કેમ તૂટ્યા? વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવને કારણે ભૌગોલિક-રાજકીય (Geo-political) પરિસ્થિતિ વણસી છે. બજારના નિષ્ણાતોના મતે સોનામાં ઘટાડા પાછળનું ગણિત નીચે મુજબ છે:આંતરરાષ્ટ્રીય સમીકરણોની અસરજો અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (કાચું તેલ) મોંઘું થશે. ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનો ડર રહેશે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે અમેરિકન સેન્ટ્રલ બેંક 'ફેડરલ રિઝર્વ' વ્યાજદરો ઊંચા રાખી શકે છે. વ્યાજદર ઊંચા હોવાને કારણે રોકાણકારો સોનાને બદલે બેંક બોન્ડ્સ કે સરકારી યોજનાઓમાં નાણાં રોકવાનું વધુ પસંદ કરે છે, કારણ કે સોના પર કોઈ વ્યાજ કે ડિવિડન્ડ મળતું નથી. આ જ કારણે સોનાની માંગ ઘટતાં કિંમતો નીચે આવી છે.શહેર 24 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ) 22 કેરેટ સોનાનો ભાવ (પ્રતિ 10 ગ્રામ)નોઇડા 1,56,360 રૂપિયા 1,43,340 રૂપિયામુંબઈ 1,59,380 રૂપિયા 1,46,100... રૂપિયા કોલકાતા 1,59,380 રૂપિયા 1,46,100... રૂપિયાચેન્નઈ 1,61,240 રૂપિયા 1,47,800 રૂપિયા બેંગલુરુ 1,59,380 રૂપિયા 1,46,100... રૂપિયાઅમદાવાદ 1,59,430 રૂપિયા 1,46,150 રૂપિયાચાંદીના ભાવમાં પણ મોટો ફેરફારગઈકાલે 3 જૂનના રોજ દેશભરના સર્રાફા બજારોમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 3000  થી 4500  રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, આજે સવારે વાયદા બજાર (MCX) માં જુલાઈ ફ્યુચર્સમાં થોડી રિકવરી સાથે ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2,64,060  રૂપિયાથી 2,76,598  રૂપિયા ની રેન્જમાં ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.શહેરચાંદીનો ભાવ (પ્રતિ કિલો)નોઈડા અને ગાઝિયાબાદ 279900 રૂપિયાદિલ્હી296900 રૂપિયામુંબઈ 295900  રૂપિયા ચેન્નઈ અને હૈદરાબાદ 3,02,900  થી 3,05,900 રૂપિયાઆ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward
Gujarat Latest News live : મોરબીમાં સરકારી હોસ્પિટલમાં કલેક્ટરનું આકસ્મિક ચેકિંગ,  સ્ટાફમાં દોડધામ
calendar_today June 4, 2026

Gujarat Latest News live : મોરબીમાં સરકારી હોસ્પિટલમાં કલેક્ટરનું આકસ્મિક ચેકિંગ, સ્ટાફમાં દોડધામ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward