android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા
calendar_today June 4, 2026

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે પ્રતિબંધિત અને કિંમતી એવા લીલા ખેરના ઝાડનું ગેરકાયદેસર કટિંગ કરીને લાકડા ચોરી કરતી ગેંગ સક્રિય હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ દરમિયાન ગત રાત્રે વાઘોડિયાના વલવા ગ્રામ પંચાયત વિસ્તારની સીમમાંથી કિંમતી લાકડાની ચોરી કરવાનું એક મોટું કૌભાંડ સ્થાનિક જાગૃત ગ્રામજનો અને ખેડૂતોની સતર્કતાના કારણે નિષ્ફળ રહ્યું છે. રાત્રિના અંધારાનો લાભ લઈને વલવા ગામની સીમમાં ઘૂસેલા ચાર શખ્સો લીલાછમ ખેરના ઝાડનું કટિંગ કરી રહ્યા હતા, જેમને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.2 ચોરને લોકોએ ઝડપી લીધા મળતી વિગતો મુજબ, રાત્રિના સમયે ખેતરોની સીમમાં ઝાડ કપાવાનો અવાજ આવતા સ્થાનિક ખેડૂતો અને વલવા ગામના લોકો એકઠા થઈ ગયા હતા. ગ્રામજનોએ એકસાથે દરોડો પાડીને લાકડા ચોરોને ચારેય તરફથી ઘેરી લીધા હતા. આ ઓપરેશન દરમિયાન હોબાળો મચી જતાં તસ્કરોમાં દોડધામ મચી ગઈ હતી. તકનો લાભ લઈને બે શખ્સો અંધારામાં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, પરંતુ ગ્રામજનોએ પીછો કરીને અન્ય બે આરોપીઓને ઘટનાસ્થળે જ દબોચી લીધા હતા. ગેરકાયદેસર રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડી આર્થિક ફાયદો મેળવનારા આ લાકડા ચોરોને ગ્રામજનોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 2 શખ્સ ભાગવામાં સફળ આ ઘટના બાદ ગ્રામજનો દ્વારા તાત્કાલિક વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પકડાયેલા બંને શખ્સોને પોતાના તાબામાં લીધા હતા અને ચોરીના લાકડા તેમજ કટિંગના સાધનો જપ્ત કર્યા હતા. વાઘોડિયા પોલીસે ગ્રામજનોની ફરિયાદના આધારે ગુનો નોંધીને પકડાયેલા શખ્સોની સઘન પૂછપરછ શરૂ કરી છે, જેના આધારે ભાગી છૂટેલા અન્ય બે શખ્સોને ઝડપી પાડવા અને આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો----    Gujarat Latest News live : ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી 424 બાંગ્લાદેશીની ધરપકડ

Read Full Story arrow_forward
Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના
calendar_today June 4, 2026

Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના

મોરબી જિલ્લાના વહીવટી વડા અને કલેક્ટર સ્વપ્નિલ ખરેદ્વારા આજે વહેલી સવારે સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે એકાએક આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા હોસ્પિટલના તબીબો અને વહીવટી સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સામાન્ય રીતે સરકારી કચેરીઓ શરૂ થવાના સમય પહેલા, એટલે કે વહેલી સવારે જ કલેક્ટર ખુદ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવી પહોંચ્યા હતા. કોઈપણ પૂર્વ સૂચના વગર લેવાયેલા આ કડક એક્શનના કારણે હોસ્પિટલ તંત્ર સફાળું જાગી ગયું હતું અને સ્ટાફ પોતાના યુનિફોર્મ અને હાજરી સરખી કરવા દોડતો થયો હતો.કલેક્ટરે ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હોસ્પિટલના દરેક નાના-મોટા વિભાગોની રૂબરૂ મુલાકાત લઈને ગ્રાઉન્ડ રિયાલિટી ચકાસી હતી. તેમણે તાજેતરની હોસ્પિટલ અગ્નિકાંડની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા સિવિલમાં કાર્યરત ફાયર સેફ્ટી સિસ્ટમની ઝીણવટભરી તપાસ કરી હતી અને તે ચાલુ હાલતમાં છે કે નહીં તેની ખાતરી કરી હતી. શૌચાલયોની સફાઈ પણ ચકાસી ત્યારબાદ તેઓ હોસ્પિટલના જનરલ વોર્ડ, ઇમરજન્સી રૂમ અને ખાસ કરીને દર્દીઓ માટેના ટોયલેટની સ્થિતિ ચકાસવા પહોંચ્યા હતા. શૌચાલયોની સફાઈ અને રૂમની સ્વચ્છતા અંગે તેમણે ઓન-સ્પોટ અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. દર્દીઓ સાથે વાત કરી મેળવી માહિતી આ નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે કોઈ સરકારી પ્રોટોકોલ રાખ્યા વિના વોર્ડમાં દાખલ દર્દીઓ અને તેમના પરિજનો સાથે બેડ પાસે જઈને સીધી વાતચીત કરી હતી. તેમણે દર્દીઓ પાસેથી હોસ્પિટલમાં મળતી મફત દવાઓ, સારવારની ગુણવત્તા, ડોક્ટરો સમયસર આવે છે કે નહીં અને સ્ટાફનું વર્તન કેવું છે તે અંગેની સાચી માહિતી મેળવી હતી. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે સરકારી હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આરોગ્ય સેવાઓમાં કોઈ ખામી ન નડવી જોઈએ. જો ભવિષ્યમાં કોઈ બેદરકારી સામે આવશે તો કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે આપી હતી. આ પણ વાંચો----     Gujarat Latest News live : ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી 424 બાંગ્લાદેશીની ધરપકડ

Read Full Story arrow_forward
Karnataka Politics: જેણે RSSને કહ્યું ભારતીય તાલિબાન.. તે બીકે હરિપ્રસાદ બન્યા કર્ણાટક કોંગ્રેસના નવા અધ્યક્ષ
calendar_today June 4, 2026

Karnataka Politics: જેણે RSSને કહ્યું ભારતીય તાલિબાન.. તે બીકે હરિપ્રસાદ બન્યા કર્ણાટક કોંગ્રેસના નવા અધ્યક્ષ

કર્ણાટક રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે વરિષ્ઠ નેતા બી.કે. હરિપ્રસાદને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ડી.કે. શિવકુમારનું સ્થાન લેશે, જેમણે બુધવારે જ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના નવા અધ્યક્ષ બી.કે હરિપ્રસાદ કોંગ્રેસના જનરલ સેક્રેટરી (સંગઠન) કે.સી. વેણુગોપાલ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હરિપ્રસાદની આ નિમણૂક તાત્કાલિક અસરથી કરી છે. આ અગાઉ હરિપ્રસાદ હરિયાણામાં કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા.વિધાન પરિષદની ચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેરનવા પ્રદેશ પ્રમુખ બનવાની સાથે જ બી.કે. હરિપ્રસાદને કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમની સાથે તિપ્પન્ના કમક્કનૂર, પી.વી. મોહન અને શિવન્ના માલાવલ્લીને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ટૂંક સમયમાં રાજ્યસભાની ૪ અને વિધાન પરિષદની ૭ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.કોણ છે બી.કે. હરિપ્રસાદ? અનુભવી ઓબીસી નેતા: 71 વર્ષના બી.કે. હરિપ્રસાદ 1980ના દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ પછાત 'બિલ્લાવા' સમુદાયમાંથી આવે છે અને ઓબીસી મતદારો પર સારી પકડ ધરાવે છે.સંસદીય અનુભવ: તેઓ ચાર વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે અને કર્ણાટકમાં ધારાસભ્ય તેમજ વિધાન પરિષદના સભ્ય (MLC) તરીકે પણ સેવા આપી છે.હાઈકમાન્ડના નજીકના: હરિપ્રસાદને નહેરુ-ગાંધી પરિવારના અત્યંત વફાદાર માનવામાં આવે છે. તેઓ કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા 'કોંગ્રેસ વર્કિંગ કમિટી' (CWC) ના કાયમી આમંત્રિત સભ્ય છે.વિવાદો સાથે નાતો: ગત વર્ષે આરએસએસ (RSS) વિરુદ્ધ આપેલા એક નિવેદનને કારણે તેઓ ભારે વિવાદમાં આવ્યા હતા. તેમણે સંઘને "ભારતીય તાલિબાન" અને "અંડરવર્લ્ડ" સંગઠન જેવું ગણાવ્યું હતું.સત્તા સંભાળતા જ મુખ્યમંત્રી શિવકુમારની મોટી જાહેરાતોબીજી તરફ, રાજ્યના નવા મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પદભાર ગ્રહણ કરતાની સાથે જ જનતા માટે મોટી જાહેરાતો કરી છે:વિદ્યાર્થીઓ માટે મફત બસ પાસની સુવિધા.રાજ્યમાં 10,000 ભારત જોડો યુવા સંઘોની સ્થાપના.યુવાનોને રોજગારી આપવા માટે ખાનગી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની શરૂઆત.ભાજપે બદલવી પડશે રણનીતિકર્ણાટકમાં ડૉડ્ડાલહલ્લી કેમ્પેગૌડા શિવકુમાર (ડી.કે. શિવકુમાર) ને મુખ્યમંત્રી બનાવીને અને હરિપ્રસાદને સંગઠનની કમાન સોંપીને કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. જાતિગત સમીકરણો અને સંગઠનાત્મક મજબૂતીના આ નવા સમીકરણને કારણે આગામી સમયમાં ભાજપ અને એનડીએ (NDA) એ પોતાની રાજકીય વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરવો પડશે તે નક્કી છે.

Read Full Story arrow_forward