android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Uttar Pradesh : ડૉક્ટરે 8 હજારમાં હાડકું જોડ્યું, બાકીના પૈસા ન મળતા બળજબરીથી મરોડીને ફરીથી તોડી નાખ્યું!
calendar_today June 4, 2026

Uttar Pradesh : ડૉક્ટરે 8 હજારમાં હાડકું જોડ્યું, બાકીના પૈસા ન મળતા બળજબરીથી મરોડીને ફરીથી તોડી નાખ્યું!

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક લાચાર માતા રેશ્મા પોતાની 14 વર્ષની માનસિક રીતે અસ્વસ્થ પુત્રીને લઈને ન્યાયની ગુહાર લગાવવા પહોંચી. આ પીડિત વિધવા મહિલાએ જિલ્લાના આરોગ્ય વિભાગ પર ઇલાજના નામે ગેરકાયદેસર વસૂલાત અને ઘોર બેદરકારી દાખવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેની પુત્રીના યોગ્ય ઇલાજ માટે માત્ર પૈસાની માગણી જ નથી કરી, પરંતુ ખોટી રીતે ઇલાજ કરીને તેની માસૂમ પુત્રીના પગને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. મફત ઇલાજના આદેશ પણ બેઅસર પીડિત માતા રેશ્માના જણાવ્યા અનુસાર, આશરે દોઢ મહિના પહેલા તેની પુત્રીના જમણા પગના હાડકાનું ઓપરેશન જિલ્લા હોસ્પિટલમાં થયું હતું. આ માટે હોસ્પિટલના કર્મચારીઓએ તેની પાસે 25,000 ની માગણી કરી હતી. મહિલાએ જ્યારે પોતાની જાતને વિધવા ગણાવીને અસમર્થતા વ્યક્ત કરી, તો તેણે ઇલાજ કરવાની ના પાડી દીધી. આ પછી મહિલાએ ડીએમ (DM) સાહેબના દરબારમાં અરજી કરી, જેમણે સીએમઓ (CMO) ને મફત ઇલાજ કરવાનો આદેશ આપ્યો. આમ છતાં હોસ્પિટલના કર્મચારીઓએ 8,000 લઈ લીધા અને કહ્યું કે બાકીના પૈસા પછીથી આપવા પડશે. ડોક્ટરે જબરદસ્તી ઘૂંટણ વાળ્યો મહિલાને ડોક્ટરે થોડા દિવસો પછી ચેકઅપ માટે આવવા કહ્યું હતું જેથી ઘૂંટણ વળી શકે. જ્યારે મહિલા પુત્રીને લઈને પહોંચી, ત્યારે ઓપરેશન કરનારા ડોક્ટર ચતુર્વેદીએ તેની પુત્રીનો ઘૂંટણ જબરદસ્તી વાળી દીધો. માસૂમ દર્દથી ચીસ પાડી ઉઠી અને પગમાંથી હાડકું તૂટવાનો અવાજ આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને ત્યાંથી ભગાડી દીધી. બાદમાં જ્યારે પગનો એક્સ-રે કરાવવામાં આવ્યો, તો તેમાં હાડકું તૂટેલું આવ્યું. હેરાન માતાએ મોટા ડોક્ટરોને ફરિયાદ કરી, પણ કોઈએ સાંભળ્યું નહીં. મામલાની તપાસમાં જોતરાયેલો વિભાગ આ આખા ગંભીર મામલાને લઈને મુઝફ્ફરનગરના મુખ્ય તબીબી અધિકારી (CMO) સુનીલ તેવતિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. સીએમઓનું કહેવું છે કે બીજા પક્ષની વાત સાંભળ્યા વગર અત્યારે આ મામલામાં કંઈપણ કહેવું ઉતાવળ ગણાશે. જો કે, તેમણે ખાતરી આપી છે કે આ આખા પ્રકરણની ગંભીરતાથી તપાસ કરાવવામાં આવશે. જો તપાસમાં હોસ્પિટલના કર્મચારીઓ કે ડોક્ટરોની કોઈ પણ પ્રકારની બેદરકારી જણાશે, તો તેમની સામે કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે. આ પણ વાંચો-સોનાક્ષી સિંહા, કરીના કપૂર ખાન સહિત આ 7 અભિનેત્રીઓના આંતરધર્મીય લગ્ને મચાવી હતી ભારે ચર્ચા!

Read Full Story arrow_forward
Gujarat Latest News live :  ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી 424 બાંગ્લાદેશીની ધરપકડ
calendar_today June 4, 2026

Gujarat Latest News live : ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી 424 બાંગ્લાદેશીની ધરપકડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ
calendar_today June 4, 2026

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

રાજકોટ નજીક આવેલા શાપર-હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આજે વહેલી સવારથી જ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે ધામા નાખતા ઉદ્યોગ જગત અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.ફાર્મા કંપનીમાં ઇડી પહોંચી અહેવાલો મુજબ હડમતાળા ખાતે આવેલી એક પ્રતિષ્ઠિત ફાર્માસ્યુટિકલ કંપનીમાં EDના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ પર સઘન સર્ચ ઓપરેશન અને દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ તપાસ પાછળનું મુખ્ય કારણ એક કરોડો રૂપિયાનું આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ હોવાનું સામે આવ્યું છે, જેમાં આ ફાર્મા કંપનીનું નામ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સીધી રીતે લિંક થયા છે. ભાજપના નેતાનો પુત્ર ભાગીદાર હોવાની ચર્ચા આ રેડ બાદ સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો આવી ગયો છે, કારણ કે પ્રાથમિક વિગતો મુજબ આ ફાર્મા કંપનીમાં ભાજપ ના એક વગદાર નેતાના પુત્રની સીધી ભાગીદારી હોવાનો મોટો મુદ્દો સપાટી પર આવ્યો છે. કંપનીનું નામ હવાલા નેટવર્કમાં ઓપરેટ થતું હોવાના પાકા પુરાવા મળ્યા બાદ દિલ્હી ED હેડક્વાર્ટરના આદેશથી આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો છે. સ્થાનીક પોલીસે ઇડીની સત્યતા ચકાસી આ સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન એક રસપ્રદ અને નાટ્યાત્મક વળાંક ત્યારે આવ્યો જ્યારે સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તાજેતરમાં દેશભરમાં નકલી ED અધિકારીઓના વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને, રાજકોટ ગ્રામ્ય પોલીસે તકેદારીના ભાગરૂપે તપાસ કરવા પહોંચેલી ED ટીમની ઓળખ અને આઈડી કાર્ડની સઘન ચકાસણી કરી હતી. પોલીસ વેરીફિકેશનમાં આ ટીમ સંપૂર્ણપણે અસલી હોવાનું સ્પષ્ટ થયું હતું. આ પણ વાંચો----    Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Read Full Story arrow_forward