android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા
calendar_today June 4, 2026

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

સુરતમાં મેડિકલ અભ્યાસક્રમમાં એડમિશન અને સ્કોલરશિપ અપાવવાના બહાને એક આશાસ્પદ વિદ્યાર્થીની અને તેના પરિવાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, વિદ્યાના ધામ સાથે જોડાયેલી અને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકા રુચિ પટેલે જ પોતાની ઓળખનો દુરુપયોગ કરીને આ ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે. આરોપી મહિલાએ સ્કોલરશિપ અપાવવાની ખોટી લાલચ આપીને પીડિત પરિવાર પાસેથી કુલ 8.16 લાખની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.સ્કોલરશીપની લાલચ આપી મળતી વિગતો મુજબ, આરોપી પૂર્વ શિક્ષિકા રુચિ પટેલે વિદ્યાર્થીનીને વિશ્વાસમાં લીધી હતી કે તે ભારેખમ ફી ધરાવતા MBBSના કોર્સમાં તેને રૂ. 30 લાખની માતબર રકમની સ્કોલરશિપ અપાવી દેશે. સ્કોલરશિપની પ્રોસેસ, ફાઇલ ચાર્જ અને અન્ય વહીવટી ઓપચારિકતાઓના નામે આરોપી મહિલાએ પહેલા પરિવારનો ગાઢ વિશ્વાસ જીત્યો હતો. દાગીના ગીરવે મુકાવી પૈસા પડાવ્યા  ત્યારબાદ આર્થિક ભીંસનું બહાનુ આગળ ધરી, પીડિત પરિવાર પાસે રહેલા સોનાના કિંમતી દાગીના અલગ-અલગ જગ્યાએ ગિરવે મુકાવી દીધા હતા અને તેમાંથી મળેલી 8.16 લાખની રોકડ રકમ પોતે હડપ કરી લીધી હતી. અંતે પોલીસમાં ફરિયાદ લાંબો સમય વીતી જવા છતાં વિદ્યાર્થીનીને કોઈ સ્કોલરશિપ મળી નહોતી અને બીજી તરફ પોતાની પરસેવાની કમાણીના સોનાના દાગીના પણ પાછા ન મળતા પરિવારને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. અંતે, પીડિત વિદ્યાર્થીનીએ સમગ્ર મામલે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં આરોપી રુચિ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. રાંદેર પોલીસે આ મામલે ગુનો નોંધીને પૂર્વ શિક્ષિકાની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ સઘન તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો----    Gujarat Latest News live : ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી 424 બાંગ્લાદેશીની ધરપકડ

Read Full Story arrow_forward
India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ
calendar_today June 4, 2026

India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ

દેશભરમાં આગામી અઠવાડિયામાં હવામાનમાં બહુ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશવાની અણી પર છે. આ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ, વાવાઝોડું અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી ૨૪ કલાકમાં ચોમાસું કેરળ, લક્ષદ્વીપ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ સંપૂર્ણ સાનુકૂળ છે.પહાડી રાજ્યોમાં કરા અને હિમવર્ષાનું 'ઓરેન્જ એલર્ટ' હવામાન વિભાગે કાંગરા, મંડી, કુલ્લુ, શિમલા અને સિરમૌરમાં કરા, વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જયારે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, દેહરાદૂન અને ટિહરીમાં ભારે વરસાદ અને કરાની ચેતવણી છે. પહાડોમાં ૪,૨૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની પણ સંભાવના છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિતના વિસ્તારોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડી શકે છે.ગુજરાત અને મધ્ય ભારતમાં વરસાદી માહોલ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ અને મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વાવાઝોડા સાથે કરા પડી શકે છે. ખાસ કરીને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ૩ થી ૫ જૂન દરમિયાન હવામાન વધુ સક્રિય રહેશે. આ સિવાય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ કોંકણ-ગોવા અને મરાઠવાડામાં પણ આગામી દિવસોમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. પૂર્વોત્તરમાં ભારે વરસાદથી ભૂસ્ખલન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય સહિતના સાત રાજ્યોમાં આગામી સપ્તાહે વરસાદ ચાલુ રહેશે. અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે અકાજન-લીકાબાલી-બામે રોડ પર અનેક જગ્યાએ ભૂસ્ખલન (Landslide) થતાં ટ્રાફિક ખોરવાયો હતો, જેને જેસીબીની મદદથી વહીવટીતંત્રે પુનઃસ્થાપિત કર્યો છે. જો કે, હજુ પણ લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આસામ અને મેઘાલયમાં ૮ અને ૯ જૂને ભારે વરસાદનું એલર્ટ છે. રાજસ્થાનમાં ગરમી વચ્ચે રાહતના સમાચાર રાજસ્થાનમાં હાલ તીવ્ર ગરમીનો પ્રકોપ છે, જ્યાં જેસલમેર ૪૩.૭ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ નોંધાયું છે. જો કે, આગામી દિવસોમાં પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદની આગાહી છે, જેનાથી લોકોને ગરમીથી થોડી રાહત મળશે. જો કે, પશ્ચિમ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ શક્યતા છે.આ પણ વાંચો : Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Read Full Story arrow_forward
Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે
calendar_today June 4, 2026

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો માટે એક મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવામાન પલટાવાની સાથે જ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. આ નવી વેધર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ પડવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે પવનની ગતિ અને વીજળીના કડાકા-ભડાકાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપી છે.ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ હવામાન વિભાગની સત્તાવાર યાદી અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. જેમાં મુખ્યત્વે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમની વ્યાપક અસર દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમની વ્યાપક અસર જોવા મળશે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ડાંગના ડુંગરાળ વિસ્તારો અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામશે. આ તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિ વધશે, જેના કારણે ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી અચાનક આવેલા આ હવામાન પલટા અને વરસાદની આગાહીને પગલે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. માર્કેટ યાર્ડોમાં રાખેલા ખુલ્લા અનાજને સુરક્ષિત સ્થળે ખસેડવા અને લોકોને વીજળીના કડાકા વખતે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ન ઊભા રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો----     Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Read Full Story arrow_forward