Narmada: ચિકદા તા.ના 3 ગામોમાં ક્લસ્ટર આધારિત તાલીમનું આયોજન
ચિકદા તાલુકાના ઉમરાણ, ભરાડા અને ઝાંખ ગ્રામ પંચાયતને આવરી લેતા ક્લસ્ટર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ ઉમરાણ ગામે ખેડૂત કાંતિભાઈના નિવાસસ્થાને તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે કરાયું હતું.તાલીમ દરમિયાન ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા સહિતની વિવિધ પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ જમીનની ફ્ળદ્રુપતા જાળવી રાખવા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા તેમજ સ્વાસ્થ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન માટે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવાયું હતું. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેક ઉપયોગથી જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્ય પર પડતી અસરો અંગે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. ખાતરનો સંતુલિત અને જરૂરિયાત આધારિત ઉપયોગ કરવા, જમીન પરીક્ષણના આધારે ખાતર વ્યવસ્થાપન અપનાવવા તથા ટકાઉ કૃષિ પદ્ધતિઓ તરફ્ આગળ વધવા અપીલ કરાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward