android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: ગેરકાયદે રેતી ભરી જતી 9 ટ્રક ખાણ ખનિજ વિભાગે ઝડપી
calendar_today June 4, 2026

Dahod: ગેરકાયદે રેતી ભરી જતી 9 ટ્રક ખાણ ખનિજ વિભાગે ઝડપી

દેવગઢબારીઆ તાલુકાની નદીઓમાંથી ગેરકાયદે રેતી ભરી જતી 9 ટ્રકોને ખાણ ખનિજ વિભાગની ટીમે ઝડપી સીઝ કરી હતી. તેમજ તંત્ર દ્વારા તમામ નવ ટ્રક ચાલકોને કુલ રૂા.4.ટ્વ26 લાખનો દંડ ફટકાર્યો હતો.દેવગઢબારીઆ તાલુકામાં ઉજ્જવળ અને પાનમ નદીમાંથી રોજ હજારો ટન રેતી વગર રોયલ્ટી ગેરકાયદે રીતે ભરીને ગુજરાતની બહારના રાજ્યોમાં રેતી સપ્લાય થતી હોય છે. દેવગઢબારીઆ શહેર સહિત તાલુકાના આજુબાજુ ગામના અગ્રણી વડીલોએ ગયા બુધવારે તા. 27 ના રોજ નદીઓ ઉપર પહોંચી જનતા રેઇડ કરી, લગભગ 22 જેટલી ટ્રકો રેતી ભરીને લઈ જતા પકડી હતી, જેમાંથી અમુક ટ્રક અધવચ્ચે ગાયબ થઈ હતી. જે અંગેના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જવાબદાર અધિકારીઓએ સફાળા જાગીને પાનમ અને ઉજ્જવળ નદીમાંથી ગેરકાયદે રેતી ભરીને જતી ટ્રકો ઉપર પોલીસ મદદથી ઓચિંતા તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન નવ જેટલી ટ્રકો ગેરકાયદે કોઈપણ પાસ પરમીટ વગર રેતી ભરીને જતા મળી આવી હતી. દેવગઢબારીઆ પ્રાંત અધિકારી ભગોરા તેમજ મામલતદાર પટેલની ટીમે ટ્રક ચાલકોની પૂછપરછ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી દંડ ફ્ટકારી તમામ ટ્રકો સીઝ કરી હતી. તેમજ તંત્ર દ્વારા તમામ નવ ટ્રક ચાલકોને કુલ રૂા.4.26 લાખનો દંડ ફટકાર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: વિદ્યાસહાયકની ભરતીમાં OBC 27 ટકા અનામતનો લાભ આપો
calendar_today June 4, 2026

Kheda: વિદ્યાસહાયકની ભરતીમાં OBC 27 ટકા અનામતનો લાભ આપો

રાજયમાં પ્રાથમિક શાળાઓમાં ધો. 1 થી 5 માટે ચાલી રહેલી વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઇ હતી. ખેડા જિલ્લા સહિત સમગ્ર રાજયના 150 ઉપરાંત ઉમેદવારોએ પછાત વર્ગ માટે નક્કી કરાયેલા 27 ટકા અનામતના નિયમોનું પાલન થતું નથી અને ગાંધીનગર શિક્ષણ મંત્રી અને પ્રાથમિક શિક્ષણ નિયામકને આવેદન પત્ર આપીને 27 ટકા અનામતનો લાભ મળે તેવી રજૂઆત કરવામા આવી હતી. ખેડા જિલ્લાના જગદેવ સોઢા , અજિતસિંહ સોઢા સહિત રાજયના 150 ઉપરાંત ઓબીસી ઉમેદવારોએ ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી અને પ્રાથમિક શિક્ષણ નિયામકને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજયની પ્રાથમિક શાળાઓમાં ધો 1 થી 5 માટે થતી વિદ્યાસહાયક ભરતીની પ્રક્રિયામાં અન્ય પછાત વર્ગ(ઓબીસી) માટે અનામત હકો માગ સાથે રજૂઆત કરી હતી. સરકારી નિયમ હોવા છતાં ભરતી પ્રક્રિયામાં 27 ટકા અનામતનો સંપૂર્ણ અને પારદર્શક અમલ કેમ કરવામાં આવતો નથી.જેનાકારણે ઓબીસી વર્ગના ઉમેદવારો યોગ્ય પ્રતિનિધિત્વ થી વંચિત રહે છે.ટેટ -1 પાસ કરેલા ઓબીસી વર્ગના હજારો ઉમેદવારો લાયકાત ધરાવતા હોવા છતાં ભરતીનો લાભ થી વંચિત રહી જાય છે. વિદ્યાસહાયક ભરતીમાં ઓબીસી કેટેગરી માટે 27 ટકા અનામતનું કડક પાલન કરવામાં આવે તે માટે માગ કરવામાં આવી છે અને તે અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનો વીજ પુરવઠો ખોરવાતાં ખેડૂતોમાં રોષ
calendar_today June 4, 2026

Gandhinagar : જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનો વીજ પુરવઠો ખોરવાતાં ખેડૂતોમાં રોષ

કાલોલ તાલુકાના અલવા, તરવડા અને કંડાચ ગામના ખેડૂતોએ એકત્રિત થઈને બુધવારે એમજીવીસીએલ કચેરી અને મામલતદારને આવેદનપત્ર આપીને જ્યોતિગ્રામ અને એગ્રીકલ્ચરનો વીજપુરવઠો નિયમિત કરવાની લોકમાંગ કરી હતી.કાલોલ એમજીવીસીએલ વિભાગની કચેરી ખાતે ખેડૂતોએ આવેદન સાથે ભારે આક્રોશ વ્યક્ત કરીને જણાવ્યું હતું કે પાછલા દોઢ બે મહિનાથી પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવા છતાં તાજેતરમાં ચોમાસું સિઝન પહેલાં જ પાછલા એક બે અઠવાડિયાથી વીજપુરવઠો અવારનવાર ખોરવાઈ રહ્યો છે, જ્યારે વાવાઝોડાની અસર હેઠળ એગ્રીકલ્ચરનો વીજપુરવઠો તદ્દન ઠપ જોવા મળે છે. જેને કારણે કંડાચ, અલવા અને તરવડા ગામના ખેડૂતોએ ઉનાળું સિઝનમાં વાવણી કરેલ ચોળી, કોરા, દુધી, ગુવાર, ભીંડા વિગેરે શાકભાજીને પાછલા દિવસોમાં વીજ પુરવઠો બંધ થવાને કારણે મોટાભાગના શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળવાથી પાક નિષ્ફ્ળ ગયો હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. ખેડૂતોને તંત્ર દ્વારા એગ્રીકલ્ચરનો વીજપુરવઠો માંડ આઠ કલાક જ આપવામાં આવે છે, ત્યારે તેમાં પણ અવારનવાર સર્જાતા ફોલ્ટના વીજ ધાંધિયાઓથી વીજ પુરવઠો ઠપ્પ થઈ જતાં હાલની મોંઘવારીના સમયમાં મોંઘા ભાવે વાવેતર કરવામાં આવેલા શાકભાજીના પાકને થયેલા નુકસાનની ભરપાઈ એમજીવીસીએલ વિભાગ કરશે કે કેમ એ અંગે સવાલો ઉઠાવ્યા હતા. જેથી કાલોલ એમજીવીસીએલ વિભાગની લાપરવાહીને કારણે સર્જાતા વીજ ધાંધિયાઓ અંગે ખેડૂતોએ એમજીવીસીએલના નાયબ ઈજનેરને ચીમકી તેમજ મામલતદારને ખેડૂતોની દુર્દશા અંગે સંજ્ઞાન આપીને અસરગ્રસ્ત ગામોની સમગ્રપણે વીજલાઇનો દુરસ્ત કરાવીને વીજપુરવઠો નિયમિત કરવાની માંગ કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward