android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ઇસનપુર લેક પરના દબાણો હટાવ્યાને મહિનાઓ વીત્યા છતાં તળાવ જેસે થે
calendar_today June 3, 2026

ઇસનપુર લેક પરના દબાણો હટાવ્યાને મહિનાઓ વીત્યા છતાં તળાવ જેસે થે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનદ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તળાવોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ દક્ષિણ ઝોનમાં આવેલા ઇસનપુર લેકની સ્થિતિ તંત્રની ઉદાસીનતાની ચાડી ખાઈ રહી છે. ઇસનપુર તળાવની આસપાસથી ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા તેને એક લાંબો સમય વીતી ગયો હોવા છતાં, AMC દ્વારા હજુ સુધી આ લેકના ડેવલોપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું નથી. પરિણામે, કરોડોની કિંમતી જમીન ખાલી થયા પછી પણ સ્થાનિક રહીશો તળાવના બ્યુટીફ્કિેશનથી વંચિત છે. થોડા સમય પહેલા AMCના એસ્ટેટ અને ટીડીઓવિભાગ દ્વારા ઇસનપુર લેક ફ્રતે વર્ષોથી જામી ગયેલા કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. તે સમયે સ્થાનિકોમાં આનંદની લાગણી હતી કે હવે વર્ષો જૂની ગંદકીઅને દબાણની સમસ્યાથી મુક્તિ મળશે અને કાંકરિયા કે વસ્ત્ર્રાપુર જેવું સુંદર તળાવ અહીં બનશે. પરંતુ દબાણ હટાવ્યા બાદ તંત્ર જાણે આ પ્રોજેક્ટને ભૂલી ગયું હોય તેમ જમીન એમ જ પડી રહી છે, જ્યાં ફ્રીથી કચરાના ઢગલા અને અસામાજિક તત્વોનો જમાવડો થવા લાગ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
રામોલ અને હાથીજણ વોર્ડની AMC ઓફ્સિમાં જ પાણીનો બેફમ બગાડ
calendar_today June 3, 2026

રામોલ અને હાથીજણ વોર્ડની AMC ઓફ્સિમાં જ પાણીનો બેફમ બગાડ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં એકબાજુ શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો ટીપું-ટીપું પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પ્રજાને પાણી બચાવવાના પાઠ ભણાવતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફ્સિોમાંથી જ બિન્દાસ્ત રીતે પાણીનો વ્યય થઈ રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.AMC દ્વારા અવારનવાર સોશિયલ મીડિયા, બેનરો અને જાહેરાતો દ્વારા લોકોનેપાણીનો બગાડ ન કરવા અને પાણી એ જ જીવન છે જેવી સુફ્યિાણી સલાહો આપવામાં આવે છે. જો કોઈ સામાન્ય નાગરિક પાણીનો બગાડ કરતો પકડાય તો તેની પાસેથી આકરો દંડ વસૂલવામાં તંત્ર સહેજ પણ વાર નથી લગાડતું. પરંતુ હવે જ્યારે કોર્પોરેશનની પોતાની જ ઓફ્સિમાં બિન્દાસ્ત રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે, ત્યારે આ લાલિયાવાડી સામે પગલાં કોણ લેશે? તે મોટો સવાલ છે. સ્થાનિકો કોર્પોરેશનનું આ દ્વશ્ય જોઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માગી રહ્યા છે કે જનતાને શિખામણ આપતું તંત્ર પોતે ક્યારે સુધરશે? અને પાણીનો વ્યય કરનારા જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વટવા GIDCમાં કેમિકલ યુક્ત પાણી રસ્તા પર છોડાતા સ્થાનિકોમાં આક્રોશ
calendar_today June 3, 2026

વટવા GIDCમાં કેમિકલ યુક્ત પાણી રસ્તા પર છોડાતા સ્થાનિકોમાં આક્રોશ

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવા GIDC અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં પ્રદૂષણ માફ્યિાઓ બેફમ બન્યા હોવાની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વટવા GIDC વિસ્તારમાં આવેલી કેટલીક ફેક્ટરીઓ દ્વારા ખુલ્લેઆમ એસિડિક અને રાસાયણિક પાણી રસ્તા પર છોડવામાં આવતું હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વટવા GIDC વિસ્તારમાં અનેક જગ્યાએ ઉદ્યોગોમાંથી નીકળતું કેમિકલ અને એસિડવાળું ઝેરી પાણી કોઈપણ જાતના ડર વગર જાહેર રસ્તાઓ પર વહાવી દેવામાં આવે છે. આ બેદરકારીના કારણે સમગ્ર વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોનું વધુમાં કહેવું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક તંત્રની આંખ આડા કાન કરવાની નીતિના કારણે આ માફ્યિાઓ બેફમ બન્યા છે. સરકારે અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કડક થઈ જાહેર આરોગ્ય તેમજ પર્યાવરણ સાથે ચેડાં કરનારા જવાબદાર ઉદ્યોગપતિઓ સામે કાયદાકીય શિકંજો કસવો જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. સ્થાનીકોનું વધુમાં કહેવું છે કે હવામાં ફેલાતી ઝેરી દુર્ગંધના કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં તકલીફ્ પડી રહી છે અને ફેફ્સાં તેમજ ચામડીના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. સાથે જ એસિડિક પાણીના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને કેમિકલના કારણે વાહનો સ્લિપ થતાં અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward