android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi Fire : હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે કરી ધરપકડ, લુકઆઉટ નોટિસ થઈ હતી જાહેર
calendar_today June 3, 2026

Delhi Fire : હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે કરી ધરપકડ, લુકઆઉટ નોટિસ થઈ હતી જાહેર

દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં આવેલા Flourish Stay Hotel હોટલ અગ્નિકાંડ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે ધરપકડ કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. આ કાર્યવાહી તે ભયાનક દુર્ઘટના બાદ કરવામાં આવી છે જેમાં 21 લોકોનાં મોત થયા હતા. આ ઘટનાને લઈને અગાઉ લવકેશ બજાજ અને તેમની પત્ની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું હતું, જેથી તેઓ દેશ છોડીને ભાગી ન શકે. પોલીસની ટીમો સતત તેમની શોધખોળમાં લાગી હતી. આગ કેવી રીતે લાગી હતી? આ દુર્ઘટના માલવીયા નગરના હૌઝ રાની વિસ્તારમાં આવેલી ફ્લોરિશ સ્ટે બેડ એન્ડ બ્રેકફાસ્ટ હોટલમાં બની હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે અનેક લોકો બહાર નીકળી શક્યા નહીં અને 21 લોકોના મોત થયા. તપાસમાં સામે આવ્યું છે કે હોટલ પાસે ફાયર એનઓસી નહોતું. તપાસ મુજબ હોટલને માત્ર 6 રૂમ ચલાવવાની મંજૂરી હતી, પરંતુ અંદાજે 25 રૂમ ચલાવવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત બેઝમેન્ટમાં પણ રૂમ બનાવવામાં આવ્યા હતા, જે નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ઈમારતમાં ફક્ત એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હતું, જેના કારણે લોકો સમયસર બહાર નીકળી શક્યા નહોતા અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી હતી. ગંભીર આરોપો સાથે FIR દાખલ આ મામલે પોલીસે પહેલેથી જ બિનઈરાપૂર્વક હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ FIR દાખલ કરી છે. હવે હોટલ માલિકની કસ્ટડી મળ્યા બાદ તપાસ વધુ તેજ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નિયમોના ઉલ્લંઘન અને બેદરકારી પાછળ કોની-કોની જવાબદારી હતી અને આખી ગેરરીતિ કેવી રીતે ચાલી રહી હતી. આ પણ વાંચો : Delhi Fire: આ 5 લાપરવાહી પડી ભારે..21એ ગુમાવ્યો જીવ, Fire NOC પણ ન હતી

Read Full Story arrow_forward
Gujarat Latest News LIVE : વડોદરાના કરજણમાં રણાપુર નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા, સ્થાનિકોએ એક યુવકને બચાવ્યો
calendar_today June 3, 2026

Gujarat Latest News LIVE : વડોદરાના કરજણમાં રણાપુર નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા, સ્થાનિકોએ એક યુવકને બચાવ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar news : PM મોદી કરશે 7689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું લોકાર્પણ
calendar_today June 3, 2026

Gandhinagar news : PM મોદી કરશે 7689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું લોકાર્પણ

વડાપ્રધાન મોદી આગામી 5 જૂન 2026 એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતમાં સુરતની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાત વિસ્તારને 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોની ભેટ આપશે.તેમના હસ્તે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ અન્ય ચાર મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.રાષ્ટ્રીય ધોરીમાર્ગના આ પ્રકલ્પોથી દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટીમાં વધારો થશે તેમજ સ્થાનિક આર્થિક વિકાસને પણ વેગ મળશે. 7689 કરોડના ખર્ચે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પર 36 કિલોમીટર લાંબા કીમ-એના સેક્શન અને 27.50 કિલોમીટર લંબાઇના ગણદેવાથી એના સેક્શનનું લોકાર્પણ કરવામાં આવશે.7689 કરોડના ખર્ચે આ બન્ને પેકેજનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ બન્ને પેકેજમાં મેજર બ્રિજ, માઇનર બ્રિજ, રેલ રોડ બ્રિજ, ફ્લાયઓવર્સ અને વ્હિલકલ અંડરપાસનું વ્યાપક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. સ્થાનિકોની સગવડતા માટે બન્ને પેકેજમાં કુલ 70 અંડરપાસ અને બે ઇન્ટરચેન્જનું નિર્માણ કરવામાં આવ્યું છે.8 લેનના માર્ગની શરૂઆત થવાથી આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન શક્ય બનશે. ડ્રાઇવરોની સુરક્ષા અને સગવડમાં વધારો કરવા માટે આ બન્ને પેકેજ પર કુલ સાત સુવિધાસભર રેસ્ટ એરિયા બનાવવામાં આવશે. માલસામાનની અવરજવર વધુ ઝડપી બનશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આ બે પેકેજ શરૂ થવાથી આગામી સમયમાં માલસામાનની અવરજવર વધુ ઝડપી બનશે અને ભારતમાલા પરિયોજનાના લક્ષ્ય અનુસાર સ્થાનિક ઉદ્યોગો માટે લૉજિસ્ટિક્સનો ખર્ચો ઘડાટવામાં મદદ મળશે.આ ઉપરાંત,4732 કરોડના ખર્ચે NHAIના અન્ય 4 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જેમાં NH-56 (પેકેજ 4)ના ધમાસીયાથી બિટાડા / મોવીનું ફોર લેનિંગ, NH-56 (પેકેજ 6) ના નસરપોરથી મલોથાનું ફોર લેનિંગ, સુરત હજીરા નેશનલ હાઇવે (NH-53) પર 6 લેન VUP એટલે કે વ્હીકલ અંડરપાસ (રિલાયન્સ) અને VUP કમ ફ્લાયઓવર (કાવાસ)નો સમાવેશ થાય છે. હજીરામાં બનશે 6 લેનનો ફ્લાયઓવર અને વ્હીકલ અંડરપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53 ના હજીરા બંદર-સુરત વિભાગ પર લગભગ 149 કરોડના બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવા 6-લેન ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ હજીરા પોર્ટ અને ઔદ્યોગિક વિસ્તારો માટે ભારે માલવાહક ટ્રાફિકની અવરોધમુક્ત અને ઝડપી અવરજવર સુનિશ્ચિત થઈ શકશે. તેનાથી દરિયાઈ વેપાર અને ઔદ્યોગિક વિકાસની સાથોસાથ સુરતના સ્થાનિક નાગરિકો માટે સલામત અને ટ્રાફિકની ભીડથી મુક્ત મુસાફરીની સુવિધા મળશે. આ ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણથી હજીરા બંદર નજીકના ભારે ઔદ્યોગિક વિસ્તારની ભીડ ઓછી થશે અને સુગમ પરિવહન સુનિશ્ચિત થશે.આ પણ વાંચોઃ Aravalli News: LCB અને SOGની 6 ટીમોની રેડ, 13 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

Read Full Story arrow_forward