android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પરિમલ નથવાણીએ GSFAની 48મી વાર્ષિક સાધારણ સભાની અધ્યક્ષતા કરી
calendar_today June 3, 2026

Ahmedabad News: પરિમલ નથવાણીએ GSFAની 48મી વાર્ષિક સાધારણ સભાની અધ્યક્ષતા કરી

ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે.જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સ માટે પસંદગી પામી રહ્યા છે.આજે અમદાવાદમાં મળેલી GSFAની 48મી વાર્ષિક સાધારણ સભામાં GSFAના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના નેતૃત્ત્વમાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલ વધુ વિકસે અને સમૃદ્ધ બને તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ રજીસ્ટર્ડ થયેલા છે અને એ.આઇ.એફ.એફ.ના સી.આર.એસ.અન્વયે હાલમાં રાજ્યમાં કુલ 7,363 જેટલા સક્રિય ખેલાડીઓ છે.જેમાંથી 4483 ખેલાડીઓએ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો.જી.એસ.એફ.એ.ના વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતની શુભાંગી સિંઘે AFC U-20માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું તેમજ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીત પણ મેળવી હતી.જ્યારે ખુશ્બુ સરોજે U-17અને U-20માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત ખુશ્બુ સરોજની સાથે રાજ્યની તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પણ પસંદગી કરાઈ હતી અને તેમણે SAFF વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિશાલ દૂબે તથા અમન શાહ ફૂટસાલ ટીમમાં પસંદ થયા જ્યારે પુરુષ ખેલાડીઓમાં વિશાલ દૂબે તથા અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં પસંદ થયા હતા અને કુવૈત ખાતે યોજાયેલી AFC ફૂટસાલ ચેમ્પિયનશીપમાં દેશ વતી રમ્યા પણ હતા.જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ પરિમલ નથવાણીએ જી.એસ.એફ.એ.ની પ્રગતિ વિષે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે જી.એસ.એફ.એ.ના પ્રયાસ અને પ્રોત્સાહનથી ગુજરાતમાંથી ફૂટબોલ અને ફૂટસાલની રમતના ઓફિશિયલ્સ પણ નામના મેળવી રહ્યા છે.જી.એસ.એફ.એ.સાથે સંકળાયેલા ગુજરાતના શક્તિસિંહ ચૌહાણે FIFA કોચ એજ્યુકેશન ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. આ ઉપરાંત વિશાલ વાજા તેમજ રચના કામાણી FIFA ફૂટસાલ ઓફિશિયલ તરીકે પસંદગી પામ્યા હતા. 30થી વધુ વિવિધ ટુર્નામેન્ટોનું આયોજન આ વર્ષે ગુજરાતમાં AIFF ટુર્નામેન્ટો ઉપરાંત ટ્રાઈબલ ગેમ્સ, 10 જેટલી ઈન્ટર ડિસ્ટ્રીક્ટ તથા તેટલી જ ક્લબ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવાના જી.એસ.એફ.એ.દ્વારા કરાઈ રહેલા અથાગ પ્રયાસોના હવે સારાં પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે તે અંગે આનંદ વ્યક્ત કરતાં પરિમલ નથવાણીએ ઉમેર્યું હતું કે, જી.એસ.એફ.એ.દ્વારા 2025-26 દરમિયાન ઈન્ટર ડિસ્ટ્રીક્ટ, ક્લબ કક્ષાની તેમજ AIFF અસ્મિતા ટુર્નામેન્ટો તથા ટ્રાઈબલ ગેમ્સ મળીને 30થી વધુ વિવિધ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.આવનારા સમયમાં ગુજરાતમાં બીચ સોકર અને ફૂટસાલ ટૂર્નામેન્ટોને પણ વધુ ગતિમાન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચોઃGandhinagar news: PM મોદી 5 જૂને દક્ષિણ ગુજરાતને આપશે 1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ

Read Full Story arrow_forward
Amreli News: રાજુલાના છતડીયા બ્રિજ નીચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત
calendar_today June 3, 2026

Amreli News: રાજુલાના છતડીયા બ્રિજ નીચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજુલામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર એક ફોરવ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે.છતડીયા ગામના બ્રિજ નીચે સર્જાયો અકસ્માત ઘટનાની મળતી માહિતી મુજબ, આ અકસ્માત રાજુલા નજીક આવેલા ભાવનગર-સોમનાથ હાઇવે પર છતડીયા ગામના બ્રિજ નીચે બન્યો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક તેજ રફતાર ફોરવ્હીલર ગાડી અને મોટરસાયકલ વચ્ચે કોઈ કારણોસર જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, મોટરસાયકલના ફુરચેફુરચા ઉડી ગયા હતા અને બાઇક સવાર વૃદ્ધ રોડ પર પટકાયા હતા. 108 ઇમરજન્સી અને રાજુલા પોલીસ દોડી આવી ઘટનાને પગલે હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માત અંગે તાકીદે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને રાજુલા પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. જોકે, 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા બાઇક સવાર વૃદ્ધનું ગંભીર ઇજાઓના કારણે પ્રાણપંખેરૂ ઉડી ગયું હોવાનું સામે આવ્યું હતું. મૃતક હિંડોરણા ગામના વતની હોવાનું ખૂલ્યું પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધની ઓળખ થઈ ગઈ છે. તેઓ રાજુલા તાલુકાના જ હિંડોરણા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, અને તેમનું નામ વાજસૂરભાઇ પતાટ (ઉંમર વર્ષ 60) હોવાનું જાહેર થયું છે. પોતાના સ્વજનના મોતના સમાચાર મળતા જ હિંડોરણા ગામેથી પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. રાજુલા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Amreli : 60 લાખનો પુલ ‘સાંઢિયા’ જેવો ઊંચો બનાવી દીધો! નઘરોળ તંત્ર સામે ભાજપના કાર્યકર્તાએ ખોલ્યો મોરચો

Read Full Story arrow_forward
Amreli News: ચલાળામાં વીજળીનો કહેર, PGVCL કચેરીના ટ્રાન્સફોર્મરમાં લાગી આગ
calendar_today June 3, 2026

Amreli News: ચલાળામાં વીજળીનો કહેર, PGVCL કચેરીના ટ્રાન્સફોર્મરમાં લાગી આગ

અમરેલી જિલ્લામાં બદલાયેલા હવામાન વચ્ચે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ચલાળા શહેરમાં આવેલી પીજીવીસીએલ (PGVCL) કચેરીના પરિસરમાં આકાશી વીજળી ત્રાટકતા અફરાતફરી મચી ગઈ હતી. સબ સ્ટેશનમાં આવેલા ભારે ક્ષમતાના ટ્રાન્સફોર્મર (ટીસી) પર વીજળી પડવાને કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતને પગલે ભારે ધડાકો થયો હતો અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે.ધડાકા સાથે ટ્રાન્સફોર્મર સળગી ઉઠ્યું મળતી માહિતી મુજબ, ચલાળા ખાતે આવેલી પીજીવીસીએલ ઓફિસના એસએસ (સબ સ્ટેશન)માં આ ઘટના બની હતી. વરસાદી માહોલ વચ્ચે અચાનક જ કાન ફાડી નાખે તેવા કડાકા સાથે વીજળી સીધી જ ચાલુ ટ્રાન્સફોર્મર પર પડી હતી. વીજળી પડતાની સાથે જ શોર્ટ સર્કિટ થવાને કારણે ટ્રાન્સફોર્મરમાં જોરદાર આગ લાગી ગઈ હતી અને તેમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. સમગ્ર પંથકમાં લાઈટો ગુલ, અંધારપટ છવાયો મુખ્ય ટ્રાન્સફોર્મર જ આગની લપેટમાં આવી જતાં વીજ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. ચલાળા મુખ્ય મથક ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ એકાએક લાઈટો ગુલ થઈ ગઈ હતી. ચોમાસાની શરૂઆતમાં જ વીજળી પડવાની આ ઘટનાને કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ઘટનાની ગંભીરતાને જોતાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ અને લાઇનમેનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. નુકસાનગ્રસ્ત થયેલા ટ્રાન્સફોર્મરને બદલવા અથવા તેને રિપેર કરવા માટે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બને તેટલી ઝડપે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પણ વાંચો - Amreli News: રાજુલાના છતડીયા બ્રિજ નીચે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, વૃદ્ધનું મોત

Read Full Story arrow_forward