android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ જેલની બહાર આવ્યો
calendar_today June 3, 2026

Ahmedabad News: 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ જેલની બહાર આવ્યો

અમદાવાદના ઈતિહાસના સૌથી ભયાનક અને ચકચારી એવા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને એક બહુ મોટું અપડેટ સામે આવ્યું છે. મોડી રાત્રે ઓવરસ્પીડમાં વૈભવી જેગુઆર કાર દોડાવીને 9 નિર્દોષ લોકો કચડી નાખનાર મુખ્ય આરોપી તથ્ય પટેલ આખરે જેલની બહાર આવી ગયો છે. સાબરમતી મધ્યસ્થ જેલ ખાતેથી તેની મુક્તિ માટેની તમામ કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી જેલ બહાર લવાયો અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ તથ્ય પટેલની મુક્તિ માટેના જરૂરી કાગળો અને જામીનની પ્રક્રિયા કોર્ટમાંથી મંજૂર થયા બાદ જેલ પ્રશાસનને સોંપવામાં આવ્યા હતા. મધ્યસ્થ જેલના સત્તાધીશો દ્વારા કાગળોની ચકાસણી સહિતની તમામ જેલ મેન્યુઅલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ તમામ કાનૂની વિધિઓ આટોપી લીધા બાદ તથ્ય પટેલને સત્તાવાર રીતે જેલની બહાર લાવવામાં આવ્યો છે. 9 લોકોનો ભોગ લેનાર કેસનો મુખ્ય આરોપી ઉલ્લેખનીય છે કે, અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર બનેલા એક અકસ્માતને જોવા માટે એકત્રિત થયેલા ટોળા પર તથ્ય પટેલે અતિશય પૂરપાટ ઝડપે પોતાની વૈભવી કાર ચડાવી દીધી હતી. આ કમકમાટીભર્યા અકસ્માતમાં ઓન-ડ્યુટી પોલીસકર્મીઓ સહિત કુલ 9 નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો અને પોલીસે તથ્ય પટેલ વિરૂદ્ધ કડક કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલભેગો કર્યો હતો. લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રહ્યા બાદ હવે આ કેસનો મુખ્ય સૂત્રધાર જેલની બહાર આવતા ફરી એકવાર આ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આ પણ વાંચો - Ahmedabad News: એક લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક-યુવતી ઝડપાયા, સપ્લાયર ફરાર

Read Full Story arrow_forward
Ahmedabad News: ઈસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ જેલ બહાર આવ્યો
calendar_today June 3, 2026

Ahmedabad News: ઈસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ જેલ બહાર આવ્યો

ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ પર 141.27 કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારવાના ચકચારભર્યા કેસમાં સુપ્રીમ કોર્ટેના જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ સતીષ ચંદ્ર શર્માની ખંડપીઠે આખરે તથ્ય પટેલને જામીન પર મુક્ત કર્યો છે. 20મી જુલાઈ 2023ના રોજ તથ્ય પટેલની ધરપકડ કરી ત્યારથી તે જેલમાં હતો. આશરે 1,032 દિવસ જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. હવે તે પ્રક્રિયા પૂર્ણ કરીને જેલમુક્ત થયો છે. 9 લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલ જેલ બહાર અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર રફતારના રાક્ષસ તથ્ય પટેલ હવે જેલ બહાર આવ્યો છે. મધ્યસ્થ જેલમાંથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ત્યાર બાદ તેને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

Read Full Story arrow_forward
Delhi Fire : 4 દેશના 6 વિદેશી નાગરિકના પણ થયા મોત, ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર નિર્માણ સામે ગંભીર સવાલો
calendar_today June 3, 2026

Delhi Fire : 4 દેશના 6 વિદેશી નાગરિકના પણ થયા મોત, ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર નિર્માણ સામે ગંભીર સવાલો

દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં બુધવારે સવારે Flourish Stay Hotelમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે, જ્યારે 37 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. મૃતકોમાં 6 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે, જેઓ લાઈબેરિયા, નાઈજીરિયા, મોઝામ્બિક અને બાંગ્લાદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય 15 મૃતકોમાંથી 9 ભારતીય છે, જ્યારે 6 લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.3 હોટલ ચલાવે છે માલિક માહિતી અનુસાર સવારે લગભગ 8:50 વાગ્યે હોટલના બેઝમેન્ટમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે સમગ્ર બિલ્ડિંગને પોતાની ઝપેટમાં લઈ લીધી અને નજીક આવેલી અન્ય હોટલ સુધી ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસની ટીમો, ફાયર ટેન્ડર, વોટર બાઉઝર, ક્વિક રિસ્પોન્સ વાહનો અને રેસ્ક્યૂ દળો સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હોટલના બેઝમેન્ટમાં ચાલતી રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી. રેસ્ટોરન્ટના માલિક લોકેશ બજાજ ઉર્ફે ટિંકૂ પાસે રેસ્ટોરન્ટ ચલાવવા માટે જરૂરી લાઇસન્સ નહોતું. પોલીસે તેની ધરપકડ માટે અનેક સ્થળોએ દરોડા શરૂ કર્યા છે. મળતી માહિતી મુજબ લોકેશ બજાજ માલવીયા નગર વિસ્તારમાં ત્રણ હોટલો ચલાવે છે.માત્ર 6 રૂમની મંજૂરી, પરંતુ ચલાવવામાં આવતા હતા 25 રૂમ હૌઝ રાની વિસ્તારની સાંકડી ગલીઓમાં આવેલી ફ્લરિશ સ્ટે હોટલમાં અંદાજે 25 રૂમ હતા અને દુર્ઘટના સમયે 40થી વધુ મહેમાનો રોકાયેલા હતા. આગ લાગતી વખતે મોટાભાગના લોકો ઊંઘમાં હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હોટલને દિલ્હી સરકારની B&B (બેડ એન્ડ બ્રેકફાસ્ટ) યોજના હેઠળ માત્ર 6 રૂમ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં હોટલમાં આશરે 25 રૂમ ચલાવવામાં આવી રહ્યા હતા, જેમાં બેઝમેન્ટમાં બનાવેલા રૂમો પણ સામેલ હતા.આ પણ વાંચો : West Bengal News: મમતા બેનર્જીને આંચકો!, સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને વાસ્તવિક TMC તરીકે આપી માન્યતા

Read Full Story arrow_forward