android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News LIVE: સુરેન્દ્રનગરના લીંબડીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું
calendar_today June 3, 2026

Gujarat Latest News LIVE: સુરેન્દ્રનગરના લીંબડીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar News: મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વે મેગા રિવ્યૂ બેઠક
calendar_today June 3, 2026

Gandhinagar News: મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ચોમાસા પૂર્વે મેગા રિવ્યૂ બેઠક

રાજ્યમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓ અને ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે પાટનગર ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ચોમાસાને પહોંચી વળવા માટેના એક્શન પ્લાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ઉચ્ચ અધિકારીઓ અને સંરક્ષણ પાંખોની ઉપસ્થિતિ સરકારના વિવિધ મહત્વના વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે યોજાયેલી આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા આલોક પાંડે તેમજ NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને ડિફેન્સ (સંરક્ષણ) ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા. એક્શન પ્લાન અને સંકલન મુદ્દે ચર્ચા બેઠક દરમિયાન ચોમાસાના ચાર મહિના દરમિયાન કયા વિભાગે શું કામગીરી કરવાની રહેશે અને કટોકટીના સમયે કેવી રીતે પરસ્પર સંકલન (કો-ઓર્ડિનેશન) જાળવવું, તે મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. મુખ્ય સચિવ એમ. કે. દાસે તમામ વિભાગોની જવાબદારીઓ નક્કી કરી આપી હતી અને એક્શન પ્લાનનો અમલ અત્યારથી જ અસરકારક રીતે કરવા માટે સ્પષ્ટ દિશા-નિર્દેશો આપ્યા હતા. ઝડપી બચાવ કામગીરી પર વિશેષ ભાર મુખ્ય સચિવે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, પૂર કે ભારે વરસાદ જેવી આપત્તિના સમયે વહીવટી તંત્રનો પ્રતિસાદ (રિસ્પોન્સ ટાઈમ) એકદમ ઝડપી હોવો જોઈએ. નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા વધુ રહે છે, ત્યાં અગાઉથી જ પ્લાનિંગ કરી રાખવા અને નાગરિકોની સુરક્ષા તેમજ બચાવ કામગીરીને પ્રથમ પ્રાધાન્ય આપવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો - Gandhinagar news : શોર્ટ સર્કિટ થવાની દુર્ઘટનાઓ અટકી જશે, 17 મનપા અને 151 નગરપાલિકા વાયર ફ્રી બનશે

Read Full Story arrow_forward
Gandhinagar News: ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ડોક્યુમેન્ટ વિના નોકરી આપનાર સામે કાર્યવાહી થશેઃ DyCM હર્ષ સંઘવી
calendar_today June 3, 2026

Gandhinagar News: ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ડોક્યુમેન્ટ વિના નોકરી આપનાર સામે કાર્યવાહી થશેઃ DyCM હર્ષ સંઘવી

ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પરપ્રાંતીયો અને ઘૂસણખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા ઝૂંબેશ ચલાવાઈ રહી છે. ઓપરેશન ડેલ્ટાને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે, હાલમાં સંપૂર્ણ ડેટા ચકાસવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીની તપાસમાં 362 બાંગ્લાદેશી સામે આવ્યા છે.700થી વધુની તપાસ મોડી રાત સુધી ચાલશે. પોલીસે એક જ રાતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ પકડ્યા છે. વગર ડોક્યુમેન્ટે નોકરી આપી હશે એના પર કાર્યવાહી થશે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક જ રાતમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશીઓ પકડાયા છે. 362 બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. ગુજરાત પોલીસના બીજા યુનિટ દ્વારા પણ તપાસ ચાલી રહી છે. આ લોકોને ઘર અને નોકરી આપવા વાળાની તપાસ કરાશે. ઘૂસણખોરોને આશરો આપનાર સામે કાર્યવાહી થશે.વગર ડોક્યુમેન્ટે નોકરી આપી હશે એના પર કાર્યવાહી થશે. સમગ્ર રાજ્યમાં ઓપરેશન ચલાવવામાં આવશે. છેલ્લા 72 કલાકમાં ગુજરાત પોલીસે મેહનત કરી નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એક એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણામાંથી પકડીશુ. તેમને પકડીને ગુજરાત અને દેશથી બહાર કરવામાં આવશે.ચંડોળા પછી આજ સુધી 200થી વધુ પકડાયા છે. ઓપરેશન ત્યારથી ચાલતુ હતુ અને હાલ પણ ચાલુ છે અને આગળ પણ ઓપરેશન ચાલશે.છેલ્લા 72 કલાકમાં ગુજરાત પોલીસે મેહનત કરી છે. ગેરકાયદે વસેલા બાંગ્લાદેશીઓની સૌથી વધુ સંખ્યા અમદાવાદ, સુરત, ભરૂચમાં છે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરામાં પણ છે. 6200થી વધુ લોકોની તપાસ ચાલી રહી છે જેમાંથી 362 બાંગ્લાદેશી મળી આવ્યા છે. 18થી વધુ લોકોએ ભાગવાની કોશિશ કરી હતી તેમને પણ પકડવામાં આવશે.6 હજારથી વધુ ભારતીય ફોન નંબર મળ્યા આ અંગે રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડો. કે.એલ.એન રાવે કહ્યું હતું કે, રાજ્યમાં ઓપરેશન ડેલ્ટાની શરૂઆત થઈ છે. 6 હજારથી વધુ ભારતીય ફોન નંબર મળ્યા છે. જેનો સીધો સંપર્ક બાંગ્લાદેશથી હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે કામગીરી કરી છે. 700થી વધુની પૂછપરછ ચાલી રહી છે.300થી વધુ લોકોને ડીટેન કરાયા છે. આ પણ વાંચોઃ Ahmedabad પોલીસનું ઓપરેશન ડેલ્ટા,166 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, સ્પા અને પ્રોસ્ટિટ્યુશન કનેક્શન ખુલતા સનસનાટી

Read Full Story arrow_forward