android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: એક લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક-યુવતી ઝડપાયા, સપ્લાયર ફરાર
calendar_today June 3, 2026

Ahmedabad News: એક લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે યુવક-યુવતી ઝડપાયા, સપ્લાયર ફરાર

ગુજરાતમાંથી નશાના કારોબારને નાબૂદ કરવા માટે પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાંથી પોલીસે બાતમીના આધારે રેડ કરીને લાખોની કિંમતના ડ્રગ્સ સાથે એક યુવક અને યુવતીને રંગેહાથ ઝડપી પાડ્યા છે.હોટલના રૂમ નંબર 109માં ચાલતો હતો ખેલ મળતી માહિતી મુજબ, કાલુપુર ઝકરીયા મસ્જિદ પાસે આવેલી 'સન્ની હોટલ'માં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોવાની કાલુપુર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે હોટલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. હોટલના રૂમ નંબર 109 માં દરોડો પાડતાં જ ત્યાં હાજર યુવક અને યુવતીમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે રૂમની તલાશી લેતા ત્યાંથી ગેરકાયદેસર નશીલો પદાર્થ મળી આવ્યો હતો. 1 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, યુવક-યુવતી જેલભેગા પોલીસે હોટલના રૂમમાંથી કુલ 10.29 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 1 લાખ રૂપિયા જેટલી થાય છે. ડ્રગ્સના આ નેટવર્કમાં સામેલ સાદિક અરબ અને સીમા હરજાણી નામના યુવક-યુવતીની પોલીસે ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે અને ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. ડ્રગ્સ સપ્લાય કરનાર શાહિદ સૈયદ ફરાર પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, પકડાયેલા યુવક-યુવતીને આ ડ્રગ્સનો જથ્થો શાહિદ સૈયદ નામના શખ્સે આપ્યો હતો. જોકે, પોલીસ હોટલ પર પહોંચે તે પહેલાં જ ડ્રગ્સ આપનાર મુખ્ય સપ્લાયર શાહિદ સૈયદ ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. હાલ કાલુપુર પોલીસે પકડાયેલા બંને આરોપીઓ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર થઈ ગયેલા શાહિદ સૈયદને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Ahmedabad : સોલામાં આકાંક્ષા ફ્લેટમાં પીવાના પાણીમાં ગટરની લાઈન ભળતાં ફાટી નીકળ્યો રોગચાળો, 500 જેટલા લોકોને ઝાડા-ઊલટી

Read Full Story arrow_forward
Gujarat weather news: આગામી ત્રણ કલાક બે જિલ્લા માટે  ભારે, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
calendar_today June 3, 2026

Gujarat weather news: આગામી ત્રણ કલાક બે જિલ્લા માટે ભારે, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પૂર્વે કુદરતનો એક મોટો પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં એકસાથે 3 શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં બે અલગ-અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના બે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગે ગુજરાતના બે જિલ્લામાં આગામી બેથી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 5થી 15 મી.મી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 40થી 60 કિ.મી સુધી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી બેથી ત્રણ કલાક માટે હવામાન વિભાગે બે જિલ્લામાં એલર્ટ આપ્યું છે. આગામી બે દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે 4 જૂને ચોમાસુ કેરળમાં પહોંચશે. હાલમાં ચોમાસુ આગળ વધવાની સ્થિતિ સારી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદને લઈને આગાહી કરી છે.રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gandhinagar News: ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ડોક્યુમેન્ટ વિના નોકરી આપનાર સામે કાર્યવાહી થશેઃ DyCM હર્ષ સંઘવી

Read Full Story arrow_forward
Gandhinagar news: PM મોદી 5 જૂને દક્ષિણ ગુજરાતને આપશે 1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ
calendar_today June 3, 2026

Gandhinagar news: PM મોદી 5 જૂને દક્ષિણ ગુજરાતને આપશે 1063 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સની ભેટ

વડાપ્રધાન મોદી આગામી 5 જૂન 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેવાના છે.આ દરમિયાન તેઓ સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ 18777 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.દક્ષિણ ગુજરાત પ્રદેશના વિકાસને વેગ આપતાં આ વિકાસકાર્યોમાં GIDC હેઠળ 1063.43 કરોડના ખર્ચે 8 પ્રોજેક્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે.આ અંતર્ગત ભરૂચને 894 કરોડથી વધુના અને વલસાડને 169.3 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ મળવા જઈ રહી છે. 6 GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે ભરૂચની ઔદ્યોગિક ક્ષમતાને વધુ સશક્ત બનાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાન 894 કરોડથી વધુના 6 જીઆઈડીસી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.દહેજ PCPIR ઔદ્યોગિક ક્લસ્ટરમાં સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજના લેન્ડ ફોલ પોઇન્ટ સુધી 90 MLD ક્ષમતાની ઑફશોર અને ઑનશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે.તેમાં 5 વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે સિવિલ સ્ટ્રક્ચર્સ, ઇલેક્ટ્રો-મિકેનિકલ કમ્પોનન્ટ્સ અને પીએલસી સ્કાડા સિસ્ટમ્સની ડિઝાઇન, ઇરેક્શન, ટેસ્ટિંગ અને કમિશનિંગનો સમાવેશ થાય છે.474.61 કરોડના આ પ્રોજેક્ટથી દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના નિકાલ અને વ્યવસ્થાપનને વધુ મજબૂતી મળશે. માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે દહેજ પીસીપીઆઈઆર વિસ્તારમાં મુખ્યત્વે રાસાયણિક, ટેક્સટાઈલ, ફાર્મા, ડાઈઝ અને ઈન્ટરમીડીયેટ, ઈજનેરી ઉદ્યોગોના વિકાસ માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. હાલમાં આ વિસ્તારમાં 1,000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના બલ્ક ડ્રગ પાર્કમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી મહત્વપૂર્ણ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી છે.274.96 કરોડના ખર્ચે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટથી બલ્ક ડ્રગ પાર્કના માળખાકીય વિકાસને વેગ મળશે. વલસાડમાં 169 કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ દહેજ 2 ઔદ્યોગિક વસાહત માટે 30 એમએલડી ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરશે.અન્ય પ્રોજેક્ટ્સમાં અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન પર ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટથી પ્રદૂષિત પાણીનું કાર્યક્ષમ વહન તો થશે, સાથે જ પર્યાવરણીય ધોરણોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થશે. દહેજ-1 ઔદ્યોગિક વસાહતની વરસાદી પાણી વહનની ક્ષમતા સુધારવા, પાણી ભરાવાના જોખમો ઘટાડવા અને વસાહતના સમગ્ર વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના માળખાને મજબૂત કરવા માટે નેચરલ ડ્રેઇન-2નું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.વલસાડ જિલ્લાના સરીગામ ખાતે વડાપ્રધાન GIDCના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પણ વાંચોઃ Gandhinagar News: ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ડોક્યુમેન્ટ વિના નોકરી આપનાર સામે કાર્યવાહી થશેઃ DyCM હર્ષ સંઘવી

Read Full Story arrow_forward