android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Missile Testing : 4થી 9 જૂનની વચ્ચે બંગાળની ખાડીમાં થશે મિસાઈલ પરીક્ષણ, NOTAM કરાયું જાહેર
calendar_today June 3, 2026

Missile Testing : 4થી 9 જૂનની વચ્ચે બંગાળની ખાડીમાં થશે મિસાઈલ પરીક્ષણ, NOTAM કરાયું જાહેર

ભારતે બંગાળની ખાડી વિસ્તારમાં 4 જૂનથી 9 જૂન વચ્ચે સંભવિત મિસાઈલ પરીક્ષણોને ધ્યાનમાં રાખીને અનેક NOTAM (Notice to Airmen) અને દરિયાઈ નેવિગેશન ચેતવણીઓ જાહેર કરી છે. આ સૂચનાઓ પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના અને નૌસેના આ સમયગાળા દરમિયાન મોટા પાયે મિસાઈલ પરીક્ષણો કરી શકે છે.લાંબા અંતરની કોઈ મિસાઈલનું પરીક્ષણ થઈ શકે પ્રથમ સૂચના ઓડિશા સ્થિત અબ્દુલ કલામ દ્વીપ સાથે સંબંધિત છે. આ મુજબ 4 જૂનથી 9 જૂન સુધી લગભગ 390 કિલોમીટર લાંબા વિસ્તારમાં ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન લાંબા અંતરની કોઈ મિસાઈલનું પરીક્ષણ થઈ શકે છે. બીજી સૂચના ભારતીય નૌસેનાનું પૂર્વી કમાન્ડ મુખ્યાલય તરફથી જાહેર કરવામાં આવી છે. 7 જૂનથી 9 જૂન વચ્ચે બંગાળની ખાડીમાં નૌસેનાના યુદ્ધજહાજો દ્વારા હથિયાર અથવા મિસાઇલ પરીક્ષણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ માટે લગભગ 470 કિલોમીટર લાંબા સમુદ્રી વિસ્તારને નિર્ધારિત કરવામાં આવ્યો છે. મે મહિનામાં પણ જાહેર કરાયો હતો NOTAM ભારત પોતાની સૈન્ય ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહ્યું છે અને આધુનિક હથિયારોના પરીક્ષણો વધારી રહ્યું છે. અગાઉ 25 એપ્રિલથી 6 મે સુધી માટે પણ NOTAM જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં બંગાળની ખાડીના વિશાળ વિસ્તારને લાંબા અંતરની મિસાઈલ પરીક્ષણ માટે 'જોખમી વિસ્તાર' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતે પોતાના વ્યૂહાત્મક મિસાઈલ ભંડારના પરીક્ષણોમાં વધારો કર્યો છે. અગ્નિ મિસાઇલ શ્રેણી, K-4 અને LRAShM જેવી પ્રણાલીઓ ભારતની ‘વિશ્વસનીય લઘુત્તમ પ્રતિરોધક ક્ષમતા’ની મુખ્ય કડી માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ લગભગ 800 કિલોમીટર રેન્જ ધરાવતી બ્રહ્મોસ મિસાઇલને 2027ના અંત સુધીમાં સેનામાં સામેલ કરવાની યોજના છે.આ પણ વાંચો : Cabinet Decisions: કેબિનેટનો મોટો નિર્ણય, ₹10,000 કરોડના ATF ફંડને મંજૂરી

Read Full Story arrow_forward
West Bengal News: મમતા બેનર્જીને આંચકો!, સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને વાસ્તવિક TMC તરીકે આપી માન્યતા
calendar_today June 3, 2026

West Bengal News: મમતા બેનર્જીને આંચકો!, સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને વાસ્તવિક TMC તરીકે આપી માન્યતા

સ્પીકર રથેન્દ્ર બસુએ 58 બળવાખોર ટીએમસી ધારાસભ્યોના જૂથને વાસ્તવિક તૃણમૂલ કોંગ્રેસ તરીકે માન્યતા આપી છે. ચિનગારી હવે જ્વાળા બની તૃણમૂલ કોંગ્રેસમાં લાંબા સમયથી બળવાની ચિનગારી સળગી રહી હતી અને હવે તે જ્વાળા બની ગઈ છે. જેણે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીને હચમચાવી નાંખ્યા છે. વિધાનસભાના સ્પીકર રથેન્દ્ર બસુએ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. જેમાં ટીએમસીના અસંતુષ્ટ અને બળવાખોર જૂથને વાસ્તવિક તૃણમૂલ કોંગ્રેસ તરીકે માન્યતા આપવામાં આવી છે. વધુમાં, પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા નેતા ઋતાબ્રતા બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા જાહેર કરવામાં આવ્યા છે. મમતા બેનર્જીના દાવા નિષ્ફળ 58 અસંતુષ્ટ ટીએમસી ધારાસભ્યો દ્વારા સહી કરાયેલા પત્ર વિધાનસભા અધ્યક્ષ રથેન્દ્ર બાસુના ડેસ્ક પર આવ્યો હતો. આ પત્રમાં, બળવાખોર ધારાસભ્યોએ સ્પષ્ટપણે માંગ કરી હતી કે, ઋતાબ્રતા બેનર્જીને તેમના નેતા તરીકે પસંદ કરવામાં આવે અને તેમને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે છે. મમતા બેનર્જી તેમના સૌથી વિશ્વાસુ અને વરિષ્ઠ ધારાસભ્ય, શોભનદેવ ચેટરજીને આ પદ પર જોવા માંગતા હતા. પરંતુ બળવાખોર ધારાસભ્યોની એકતા અને સંખ્યાત્મક શક્તિએ તેમને નિષ્ફળ કર્યા છે. ઋતાબ્રતની નવી ટીમમાં સ્થાન પક્ષના અનુભવી અને અનુભવી ચહેરાઓ ઉપરાંત, ઋતાબ્રતા બેનર્જી અને સંદીપન સાહા જેવા ઘણા પ્રથમ વખતના ધારાસભ્યો પણ મમતા બેનર્જીને છોડીને બળવાખોર જૂથમાં જોડાયા છે. આ નવા જૂથે વિધાનસભામાં પોતાનું સંપૂર્ણ સંસદીય માળખું પણ જાહેર કર્યું છે. જેને સ્પીકરે સ્વીકારી લીધું છે. બળવાખોર ધારાસભ્યોના પત્રના આધારે, શિયુલી સાહા, સબીના યાસ્મીન, જાવેદ ખાન અને સંદીપન સાહાને વિધાનસભામાં વિપક્ષના ઉપનેતા જાહેર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય અખુરુઝમાનને મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બધા બળવાખોર ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં ઋતાબ્રત બેનર્જી અને સંદીપન સાહા સાથે ગુપ્ત બેઠક કરી હતી. ત્યારબાદ તરત જ આ ઐતિહાસિક પત્ર સ્પીકરને સોંપવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ  નેતન્યાહુ સામે ડોનાલ્ડ ટ્રમ્પનો રોષ, તો ઈરાનના અયાતુલ્લાની કરી ભરપુર પ્રશંસા, જાણો કેમ આવ્યુ પરિવર્તન?

Read Full Story arrow_forward
Gujarat Latest News LIVE: ઓપરેશન ડેલ્ટા’ પર DYCM નું મોટું નિવેદન, છેલ્લા 72 કલાકમાં 362 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાયા
calendar_today June 3, 2026

Gujarat Latest News LIVE: ઓપરેશન ડેલ્ટા’ પર DYCM નું મોટું નિવેદન, છેલ્લા 72 કલાકમાં 362 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward