android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: HTAT મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યા યુદ્ધના ધોરણે ભરવા આદેશ
calendar_today June 3, 2026

Gandhinagar News: HTAT મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યા યુદ્ધના ધોરણે ભરવા આદેશ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ માટે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને HTAT મુખ્ય શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ નિર્ણયથી લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહેલા ઉમેદવારોની હવે ભરતી થશે. કુલ 1808 જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરાશે સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર,રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની ખાલી પડેલી કુલ 1808 જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટેની સૂચના આપવામાં આવી છે.આ સમગ્ર ભરતી પ્રક્રિયા 1:1:2 ના રેશિયો અંતર્ગત કરવામાં આવશે.જે માટે વહીવટી તંત્રને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાના કડક આદેશો છૂટ્યા છે. શિક્ષણ વિભાગે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી જગ્યાઓ માટે પણ દરખાસ્ત મોકલવા જણાવ્યું છે. જગ્યાઓ ભરવા માટે યુદ્ધના ધોરણે પ્રક્રિયા શરૂ આગામી નવા અંદાજપત્રની તૈયારીઓ શરૂ થાય તે પૂર્વે જ આ નવી જગ્યાઓની દરખાસ્ત મોકલી આપવા માટે વહીવટી તંત્રને સુનિશ્ચિત કરવા કહેવાયું છે.શિક્ષણ વિભાગના આ આક્રમક અને ત્વરિત નિર્ણયને પગલે રાજ્યની સરકારી શાળાઓના વહીવટી માળખામાં મોટો સુધારો થશે અને શિક્ષણનું સ્તર વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવી રહ્યું છે.વહીવટી તંત્ર હવે આ 1808 જગ્યાઓ ભરવા માટે યુદ્ધના ધોરણે પ્રક્રિયા શરૂ કરશે. આ પણ વાંચોઃ Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Sabarkantha News: પોશીનામાં અચાનક વાતાવરણ પલટાયું, કરા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો
calendar_today June 3, 2026

Sabarkantha News: પોશીનામાં અચાનક વાતાવરણ પલટાયું, કરા અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો

લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે, અને સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વાવાઝોડા જેવા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થતાં સમગ્ર પંથકનું વાતાવરણ પલટાઈ ગયું છે. મેઘરાજા મન મૂકીને વરસતા સ્થાનિક લોકો સહિત ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.અંતરિયાળ ગામોમાં પણ નોંધપાત્ર વરસાદ પોશીના મુખ્ય મથક ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. પંથકના લાંબડીયા, કોટડા અને દેલવાડા જેવા અંતરિયાળ ગામોમાં પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયની રાહ જોયા બાદ ખાબકેલા આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મળી રાહત છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. જોકે, અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદી ઝાપટાંને કારણે સમગ્ર પંથકમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. ખેતી માટે વરસાદ 'કાચું સોનું' સાબિત થશે આ વરસાદથી સૌથી વધુ ખુશી જગતના તાત એવા ખેડૂતોના ચહેરા પર જોવા મળી રહી છે. ધરતીપુત્રોના મતે આ વરસાદ આગામી ખેતીના વાવેતર માટે આશીર્વાદરૂપ અને 'કાચા સોના' સમાન સાબિત થશે. પાક માટે આ વરસાદ અત્યંત લાભદાયી હોવાથી ખેડૂતો હવે બમણા ઉત્સાહ સાથે ખેતીના કામોમાં જોતરાઈ ગયા છે. આ પણ વાંચો - Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Tharad News: વાવના મોરીખા ગામના તળાવમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
calendar_today June 3, 2026

Tharad News: વાવના મોરીખા ગામના તળાવમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

વાવ-થરાદના મોરીખા ગામેથી એક અત્યંત દુખદ અને ચકચારી ઘટના સામે આવી છે. ગામમાં આવેલા વારીયુ તળાવમાંથી એક 28 વર્ષના આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયા હતા.થરાદ ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો તળાવમાં યુવકનો મૃતદેહ હોવાની સ્થાનિકોને ખબર પડતાં જ તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવક પરણિત અને એક સંતાનનો પિતા હતો તળાવમાંથી બહાર કઢાયેલા મૃતદેહની ઓળખ વિધિ કરતા જાણવા મળ્યું છે કે, મૃતક યુવક મોરીખા ગામનો જ વતની હતો અને તેનું નામ પરમાર લખીરામભાઈ નરભેરામભાઈ (ઉંમર 28 વર્ષ) હતું. આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, કારણ કે મૃતક લખીરામભાઈ પરણિત હતા અને તેમને સંતાનમાં એક નાનું બાળક પણ છે. યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી આ ઘટનાની ગંભીરતાને જોતાં વાવ મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમ પણ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે યુવકના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. યુવક તળાવમાં કેવી રીતે પડ્યો, આ આત્મહત્યા છે, અકસ્માત છે કે પછી કોઈ અન્ય કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ પણ વાંચો - Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Read Full Story arrow_forward