android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: સાયબર ક્રાઇમનું 'ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0', 70 આરોપીઓ ઝડપાયા
calendar_today June 3, 2026

Surat News: સાયબર ક્રાઇમનું 'ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0', 70 આરોપીઓ ઝડપાયા

ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓ આચરતા ઠગો સામે સુરત સાયબર ક્રાઇમ સેલે લાલ આંખ કરી છે. સુરત શહેરમાં ચાલતા સાયબર સ્કેમ નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે 'ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2.0' શરૂ કર્યું છે. આ ખાસ ડ્રાઈવ અંતર્ગત સાયબર સેલે સપાટો બોલાવીને એકસાથે 70 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ મોટી કાર્યવાહીને પગલે સાયબર માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.એકસાથે 40 ઓનલાઇન ઠગાઈના કેસ નોંધાયા મળતી માહિતી અનુસાર, સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓનલાઇન આર્થિક ચીટિંગના મામલાઓમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચોંકાવનારી કડીઓ મળતા પોલીસે એકસાથે ઓનલાઇન ઠગાઈના 40 ગુનાઓ દાખલ કર્યા હતા. આ તમામ ગુનાઓની કડીઓ જે બેંક ખાતાઓ સાથે જોડાયેલી હતી, તેના આધારે પોલીસે ઓપરેશન આદરીને 70 આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા તમામ આરોપીઓને વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી માટે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. કમિશનની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આ તમામ આરોપીઓ સાયબર ગુના આચરતા મુખ્ય માફિયાઓને પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા. સાયબર ગઠિયાઓ સામાન્ય લોકોને ઓનલાઈન છેતરીને જે રૂપિયા પડાવતા હતા, તે નાણાં ટ્રાન્સફર કરવા માટે આ ભાડે રાખેલા ખાતાઓનો (મ્યુલ એકાઉન્ટ્સ) ઉપયોગ કરતા હતા. આ ખાતાધારકોને તેના બદલામાં મોટું કમિશન મળતું હતું. ખાતા આપનાર સાયબર માફિયાઓ સામે કડક પગલાં સુરત પોલીસે હવે માત્ર મુખ્ય ઠગો જ નહીં, પણ ગુનાખોરીની કમાણી છુપાવવા માટે પોતાના બેંક એકાઉન્ટ અને વિગતો વેચનારા કે ભાડે આપનારા મધ્યસ્થીઓ સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસ કમિશનર કચેરી ખાતે લવાયેલા આ 70 આરોપીઓની આકરી પૂછપરછ થઈ રહી છે, જેમાં હજુ પણ અનેક મોટા ખુલાસા થવાની અને સાયબર ફ્રોડના મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ પણ વાંચો - Surat News: બારડોલી બસ અકસ્માતના 6 મૃતકોની DNAથી ઓળખ થઈ

Read Full Story arrow_forward
Rajkot : દિયા ગોલ્ડ પોલિસિંગમાં આગ લાગવાના મામલે મિલકત સીલ, અનધિકૃત બાંધકામ મુદ્દે એક્શન
calendar_today June 3, 2026

Rajkot : દિયા ગોલ્ડ પોલિસિંગમાં આગ લાગવાના મામલે મિલકત સીલ, અનધિકૃત બાંધકામ મુદ્દે એક્શન

રાજકોટ શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન સામે રાજકોટ મહાનગરપાલિકા એ લાલ આંખ કરી છે. ગત અઠવાડિયે શહેરના દિયા ગોલ્ડ પોલિસિંગએકમમાં રાત્રિના સમયે અચાનક ફાટી નીકળેલી ભીષણ આગના મામલામાં તંત્ર દ્વારા આજે એક બહુ મોટી અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની ટાઉન પ્લાનિંગ શાખા (TP) ની ટીમે આજે દરોડા પાડીને દિયા ગોલ્ડ પોલિસિંગની મિલકતને સત્તાવાર રીતે સીલ કરી દીધી છે. મિલકત સંજય લુવા નામના આસામીની છે. મળતી વિગતો મુજબ, આ મિલકત સંજય લુવા નામના આસામીની માલિકીની છે. ગત સપ્તાહે જ્યારે આ સોનાના પોલિસિંગ યુનિટમાં આગ લાગી ત્યારે આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટના બાદ મનપાના કમિશનરની સૂચનાથી ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગ દ્વારા આ એકમની આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ મિલકતનો ઉપયોગ સંપૂર્ણપણે કોમર્શિયલ હેતુ માટે કરવામાં આવી રહ્યો હતો, જેની સામે આખું બાંધકામ પણ નિયમો વિરુદ્ધનું અને તદ્દન અનધિકૃત હતું. ટાઉન પ્લાનિંગ શાખાએ નોટિસ ફટકારી, કડક આદેશ આજે ટાઉન પ્લાનિંગ વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સંજય લુવાની આ ગેરકાયદેસર કોમર્શિયલ મિલકતના મુખ્ય દરવાજા પર સીલ મારી દીધું હતું. આ સાથે જ મનપા દ્વારા બિલ્ડિંગની બહાર એક કડક કાનૂની નોટિસ પણ ચોંટાડી દેવામાં આવી છે. અનધિકૃત મિલકતો સામે કાર્યવાહી થશે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શહેરમાં કાયદાકીય મંજૂરી વિના અને ફાયર સેફ્ટીના સાધનો વગર ધમધમતી આવી અન્ય તમામ અનધિકૃત મિલકતો સામે પણ આગામી દિવસોમાં આ જ પ્રકારે સીલિંગની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. આ મેગા એક્શનને પગલે ગેરકાયદેસર બાંધકામો અને નિયમો નેવે મૂકીને ફેક્ટરીઓ ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો----    Gujarat Latest News LIVE : રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની આગાહી

Read Full Story arrow_forward
Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
calendar_today June 3, 2026

Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પૂર્વે કુદરતનો એક મોટો પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં એકસાથે 3 શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં બે અલગ-અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ ત્રિવેણી સંગમના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો સીધા ગુજરાત તરફ ધસી રહ્યા છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે. રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે 4 જૂને ચોમાસુ કેરળમાં પહોંચશે. હાલમાં ચોમાસુ આગળ વધવાની સ્થિતિ સારી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદને લઈને આગાહી કરી છે.રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.એકસાથે 3 સિસ્ટમ સક્રિય હવામાન વૈજ્ઞાનિકોના મતે,હાલમાં ગુજરાત અને તેની આસપાસના વાતાવરણમાં એકસાથે 3 શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં બે અલગ-અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ ત્રિવેણી સંગમના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો સીધા ગુજરાત તરફ ધસી રહ્યા છે.ભારતીય ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે આગામી ૪ જૂનથી કેરળના દરિયાકાંઠે ચોમાસું વિધિવત રીતે બેસી જશે, જેના કારણે જૂનના બીજા સપ્તાહના અંત સુધીમાં ગુજરાતમાં પણ નૈઋત્યનું ચોમાસું પ્રવેશી શકે છે. આ પણ વાંચોઃ Surat News: બારડોલી બસ અકસ્માતના 6 મૃતકોની DNAથી ઓળખ થઈ

Read Full Story arrow_forward