Vadodara News: ઓપરેશન ડેલ્ટા હેઠળ બાંગ્લાદેશીઓની શોધખોળ, 7 શંકાસ્પદો ઝડપાયા
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા અને વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે રાજ્યભરમાં 'ઓપરેશન ડેલ્ટા' ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત વડોદરા શહેરમાં પણ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ મેગા ઓપરેશનને લઈને વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે અત્યાર સુધી થયેલી કાર્યવાહીની વિગતો આપી છે.200 જેટલા લોકોના દસ્તાવેજો તપાસાયા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, 'ઓપરેશન ડેલ્ટા' અંતર્ગત વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાં શંકાસ્પદ હિજરતીઓ પર વોચ રાખવામાં આવી રહી છે. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા અત્યાર સુધીમાં આશરે 200 જેટલા શંકાસ્પદ લોકોના ઓળખપત્રો અને રહેઠાણના દસ્તાવેજોની બારીકાઈથી તપાસ કરવામાં આવી છે. 7 લોકોના દસ્તાવેજ શંકાસ્પદ મળ્યા આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસને મોટી કડી મળી છે. તપાસવામાં આવેલા દસ્તાવેજોમાંથી 7 જેટલા લોકોના આઈડી પ્રૂફ અને અન્ય કાગળો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ દસ્તાવેજોમાં ગરબડ હોવાનું જણાતા પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે. ખરાઈ બાદ થશે કડક કાર્યવાહી પોલીસ કમિશનરે વધુમાં સ્પષ્ટતા કરી છે કે, જે 7 લોકોના દસ્તાવેજો શંકાસ્પદ લાગી રહ્યા છે, તેમની અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ દસ્તાવેજો અસલી છે કે, નકલી તેની સંપૂર્ણ ખરાઈ (વેરિફિકેશન) કરવામાં આવશે. દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા બાદ જો તેઓ ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સાબિત થશે, તો તેમની સામે કાયદાના કડક પ્રાવધાનો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યભરમાં ચાલી રહેલા આ ઓપરેશનને પગલે શંકાસ્પદ રીતે વસવાટ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Vadodara : વૃદ્ધ મહિલા કારચાલકે એક્ટિવા સવાર પરિવારને કચડ્યો, ભાઈ-બહેનને 50 ફૂટ સુધી ઢસડ્યા
Read Full Story arrow_forward