android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : ટેકાના ભાવે પાક ખરીદીમાં કાપ મૂકાતા અન્નદાતા આક્રોશમાં,કૃષિ મંત્રી સમક્ષ રજુઆત માટે પહોંચ્યા ખેડૂત આગેવાન
calendar_today June 3, 2026

Gandhinagar : ટેકાના ભાવે પાક ખરીદીમાં કાપ મૂકાતા અન્નદાતા આક્રોશમાં,કૃષિ મંત્રી સમક્ષ રજુઆત માટે પહોંચ્યા ખેડૂત આગેવાન

ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદીના નિયમોમાં કરવામાં આવેલા અચાનક ફેરફાર સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકાર દ્વારા બાજરી, મકાઈ અને જુવાર જેવા મહત્વના પાકોની ખરીદીના ક્વોટામાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવતા જ ધરતીપુત્રો આકરા પાણીએ થયા છે. આ અન્યાયી નિર્ણય સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવવા માટે ભારતીય કિસાન સંઘના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા છે. વિરોધ દર્શાવવા માટે કિસાન સંઘના આગેવાનો અનોખી રીતે સાયકલ ચલાવીને સચિવાલય પરિસરમાં આવ્યા હતા.ખરીદી પ્રતિ ખેડૂત માત્ર 100 મણ કરી ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, સરકારે અગાઉ પ્રતિ હેક્ટર 142 મણ પાકની ખરીદી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પરંતુ, હવે અચાનક આ નિર્ણય બદલીને ખરીદીનો આંકડો ઘટાડીને પ્રતિ ખેડૂત માત્ર 100 મણ કરી દેવામાં આવ્યો છે. સરકારના આ યુ-ટર્ન અને ખરીદી મર્યાદામાં કરાયેલા તોતિંગ ઘટાડાને કારણે સામાન્ય ખેડૂતોને પોતાનો બાકીનો પાક ખુલ્લા બજારમાં સસ્તા ભાવે વેચવાની નોબત આવશે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. કૃષિ મંત્રી સમક્ષ આરપારની લડત માટે રજૂઆત સરકારની આ નીતિ સામે કિસાન સંઘના પ્રતિનિધિઓ સીધા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ જ પૂરેપૂરો પાક ટેકાના ભાવે ખરીદવો જોઈએ જેથી કરીને ખેડૂતોને તેમના સ્વેદબિંદુનું યોગ્ય વળતર મળી રહે. સચિવાલય ખાતે ખેડૂતોના આક્રોશને જોતાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે. કિસાન સંઘે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર આ નિર્ણય તાત્કાલિક અસરથી પરત નહીં ખેંચે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.આ પણ વાંચો----     Gujarat Latest News LIVE : રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય રહેતા વરસાદની આગાહી, કેરળમાં ચોમાસું દસ્તક આપવા તૈયાર

Read Full Story arrow_forward
Surat News: બારડોલી બસ અકસ્માતના 6 મૃતકોની DNAથી ઓળખ થઈ
calendar_today June 3, 2026

Surat News: બારડોલી બસ અકસ્માતના 6 મૃતકોની DNAથી ઓળખ થઈ

સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. બારડોલી તાલુકાના ઉવા અને માણેકપોર ગામ વચ્ચે ગુજરાત એસટી બસ પલટી મારી ગઈ હતી અને તેમાં આગ ફાટી નીકળતાં 7 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. આ તમામ મૃતકોના શરીરો સળગી જવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી, જેથી DNA મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 7 માંથી 6 મૃતકોની સફળતાપૂર્વક ઓળખ કરી લેવામાં આવી છે.તમામ 6 મૃતકો મહારાષ્ટ્રના રહેવાસી પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર, જેઓની ઓળખ થઈ છે, તે તમામ 6 લોકો પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 મહિલાઓ અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા મૃતદેહોના સંબંધીઓ સાથે DNA સેમ્પલ મેચ કરીને આ ઓળખ વિધિ પૂરી કરવામાં આવી છે. ઓળખાયેલા મૃતકોની વિગતો ધનલક્ષ્મીબેન ગજાનંદભાઈ જાધવ - તેમની ઓળખ પુત્રી જાગૃતિબેન સોનાવણે સાથે DNA મેચ થવાથી થઈ છે. અર્ચના પાટીલ અને મધુકર પાટીલ - આ મૃતક પતિ-પત્નીની ઓળખ તેમના પુત્ર ચારુદત્ત પાટીલ સાથે DNA મેચ થવાથી થઈ છે. મનીષાબેન રાજેન્દ્રભાઈ પાટીલ - તેમની ઓળખ પુત્ર સચિન રાજેન્દ્ર પાટીલ સાથે DNA મેચ થવાથી થઈ છે. નરેશ મનોહર નેરપગાર - તેમની ઓળખ ભાઈ દિનેશ મનોહર નેરપગાર સાથે DNA મેચ થવાથી થઈ છે. ઘનશ્યામ રાઘો બારકલે - તેઓ કુરહા પાનચે, નશીરાબાદ, જલગાંવ (મહારાષ્ટ્ર)ના રહેવાસી હોવાની ઓળખ થઈ છે. એક મૃતકની ઓળખ હજુ બાકી અકસ્માતમાં જીવ ગુમાવનાર 7 લોકો પૈકી હજુ 1 મૃતકની ઓળખ થઈ શકી નથી. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય શંકાસ્પદ સંબંધીઓના પણ DNA સેમ્પલ લેવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આ છેલ્લા મૃતકની ઓળખ પણ સ્પષ્ટ થઈ જશે. FSL તપાસ તેજ બીજી તરફ, અકસ્માત કઈ રીતે સર્જાયો અને બસ પલટી ખાધા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું, તેની વૈજ્ઞાનિક તપાસ કરવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવા અને સેમ્પલ એકત્રિત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Surat News: બારડોલીમાં બે બસ અને એક ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત

Read Full Story arrow_forward
Delhi Fire : માલવીય નગરમાં હોટલમાં ભીષણ આગ લાગતા 21ના મોત, PMએ દુઃખ વ્યક્ત કર્યુ
calendar_today June 3, 2026

Delhi Fire : માલવીય નગરમાં હોટલમાં ભીષણ આગ લાગતા 21ના મોત, PMએ દુઃખ વ્યક્ત કર્યુ

દિલ્હીમાં મોટી દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. માલવીય નગરમાં રેસ્ટોરન્ટમાં ભાષણ આગ લાગી જેમાં કુલ 21 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.  5 માળની હોટલમાં આગ ભભૂકી ઉઠી. હાલ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.   માલવીય નગરના ધારાસભ્ય સતીષ ઉપાધ્યાયે 21 લોકોના મોત થયો હોવાનો દાવો કર્યો છે. સવારે 9 વાગે આગ લાગી અધિકારીઓએ જણાવ્યું કે ફાયર વિભાગને સવારે 9:00 વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળી હતી. ત્યારબાદ, દસ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ANI એ અહેવાલ આપ્યો છે કે આગને કારણે થયેલી દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 37 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે.  ઘણા લોકોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હોટલમાં લાપરવાહીની હદહોટલમાંથી નીકળવાનો એક માત્ર ગેટ હતો જે બંધ હતો.. બેઝમેન્ટમાં આ દરવાજો બંધ હતો. હોટલમાં કુલ 25 રૂમ હતા. જ્યારે પરવાનગી માત્ર 6 રૂમની જ હતી. આ હોટલમાં કેટલાક વિદેશી લોકો પણ હતા.  રેસક્યુ કામગીરી તેજ સમાચાર એજન્સી PTI અનુસાર, દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'લેમન ગ્રીન' રેસ્ટોરન્ટમાં આગને કાબુમાં લેવા માટે પ્રારંભિક પગલા તરીકે, બે વોટર ટેન્ડર, બે વોટર બોઝર, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ અને અન્ય ફાયર ફાઇટીંગ યુનિટ તૈનાત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં, અહેવાલો બહાર આવ્યા હતા કે ફાયર ફાઇટરોએ બિલ્ડિંગના ભોંયરામાંથી ત્રણ વ્યક્તિઓને બચાવી લીધા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તે સમયે, તેમની સ્થિતિ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું દિલ્હીના માલવિયા નગરમાં આગની ઘટનામાં થયેલા જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. વહીવટીતંત્ર અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે. દરેક મૃતકના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ તરફથી ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ₹50,000 મળશે.

Read Full Story arrow_forward