android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bihar 85 વર્ષના વૃદ્ધને સજા,લાકડીના ટેકે કોર્ટ પહોંચેલા દાદાનો વીડિયો વાયરલ
calendar_today June 3, 2026

Bihar 85 વર્ષના વૃદ્ધને સજા,લાકડીના ટેકે કોર્ટ પહોંચેલા દાદાનો વીડિયો વાયરલ

આપણા દેશમાં ન્યાય મળવામાં થતો વિલંબ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો બિહારના વૈશાલી જિલ્લાના હાજીપુર ક્ષેત્રમાંથી સામે આવ્યો છે, જ્યાં વર્ષ 1992ના એક ગુનાહિત કેસમાં આશરે 34 વર્ષ બાદ અદાલતે પોતાનો આખરી ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચા 85 વર્ષના એક વયોવૃદ્ધ આરોપીની થઈ રહી છે, જેઓ લાકડીના સહારે કોર્ટમાં સજા સાંભળવા પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો ન્યાયિક પ્રક્રિયાની ગતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે.શું હતી સમગ્ર ઘટના?આ મામલો જુડાવનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રાઘોપુર ગામનો છે. 10 મે 1992ની સવારે અદાલત રાય અને તેમના પત્ની રામસખી દેવી પોતાના ઘરની બહાર બેઠા હતા. આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે જ સમયે કેટલાક લોકોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે રસ્તા પર કાચના ટુકડા બિછાવી દીધા અને દંપતી પર હુમલો કરી દીધો. જ્યારે તેમણે પ્રતિકાર કર્યો ત્યારે તેમની સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી. આ હુમલા દરમિયાન ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થયું હતું. બાદમાં સ્થાનિક લોકોની મદદથી બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.34 વર્ષ લાંબી ચાલેલી કાનૂની લડતઘટના બાદ પોલીસ મથકે કુલ નવ લોકો સામે નામજોગ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. પોલીસે તપાસ પૂર્ણ કરીને 13 માર્ચ 1993ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ 31 મે 1993ના રોજ કોર્ટે આ મામલે સંજ્ઞાન લીધું અને 17 જૂન 1999ના રોજ આરોપીઓ સામે આરોપો નક્કી કરવામાં આવ્યા હતા.લાંબા સમય સુધી ચાલેલા આ ટ્રાયલ દરમિયાન નવ આરોપીઓમાંથી ચાર લોકોના કુદરતી મૃત્યુ થઈ ગયા હતા, જ્યારે બાકીના પાંચ સામે સુનાવણી ચાલુ રહી હતી. તમામ પુરાવા અને સાક્ષીઓના આધાર પર અદાલતે આ પાંચેય આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલઅદાલતે સજાના તબક્કામાં ચાર દોષિતોને 10-14 વર્ષની સખત કેદ અને આર્મ્સ એક્ટ હેઠળ વધારાની 3 વર્ષની સજા ફટકારી છે. સાથે જ દરેક પર 25-25 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. જ્યારે પાંચમા આરોપી દીપ રાય, જેમની ઉંમર હાલ 84-85 વર્ષની છે, તેમને કોર્ટે 3 વર્ષની જેલની સજા સંભળાવી છે. જોકે, તેમની નાજુક તબિયત અને વયને ધ્યાનમાં રાખીને અદાલતે તેમને વચગાળાના જામીન મંજૂર કર્યા છે.આ લાંબા કાનૂની સંઘર્ષે ન્યાયિક પ્રક્રિયા પર મોટા સવાલો ઉભા કર્યા છે, કારણ કે ચુકાદો આવતા આવતા અડધા આરોપીઓ દુનિયા છોડી ગયા અને જે જીવિત છે તે વયોવૃદ્ધ થઈ ચૂક્યા છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોવાના આક્ષેપો સાથે વિપક્ષો સરકારને ઘેરી રહ્યા છે.આ પણ વાંચો:Iranના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનેઇને 3 મહિના પછી અંતિમ વિદાય અપાશે, મશહદમાં દફનાવાશે

Read Full Story arrow_forward
Weather UPdate: કેરળમાં ચોમાસું દસ્તક આપવા તૈયાર, 6 જૂને ભારે વરસાદનું એલર્ટ
calendar_today June 3, 2026

Weather UPdate: કેરળમાં ચોમાસું દસ્તક આપવા તૈયાર, 6 જૂને ભારે વરસાદનું એલર્ટ

તેની સાથે જ આગામી 5થી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. IMDએ અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.ચોમાસાના આગમન સાથે કેરળમાં વ્યાપક વરસાદ શરૂ થવાની શક્યતા  હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચોમાસાના આગમન સાથે કેરળમાં વ્યાપક વરસાદ શરૂ થવાની શક્યતા છે. મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના 11 જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવનની શક્યતા હવામાન વિભાગે બુધવાર માટે કેરળના ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ગુરુવારે આઠ જિલ્લાઓ અને શુક્રવારે સાત જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં આ દિવસોમાં યેલો એલર્ટ રહેશે. IMDએ 6 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. તિરુવનંતપુરમ અને કોલ્લમ જિલ્લાઓને છોડીને લગભગ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા છે. પડોશી રાજ્યો પર પણ અસર કેરળ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં પણ આગામી 6થી 7 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. IMDએ આ રાજ્યોના વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની આ પ્રારંભિક એન્ટ્રીથી કેરળના કૃષિ ક્ષેત્રને લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Read Full Story arrow_forward
Delhi Fire: માલવીય નગરમાં 5 માળની હોટલમાં ભભૂકી ઉઠી આગ, 10ના મોત
calendar_today June 3, 2026

Delhi Fire: માલવીય નગરમાં 5 માળની હોટલમાં ભભૂકી ઉઠી આગ, 10ના મોત

દિલ્હીમાં મોટી દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે. માલવીય નગરમાં રેસ્ટોરન્ટમાં ભાષણ આગ લાગી જેમાં 10 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 5 માળની હોટલમાં આગ ભભૂકી ઉઠી. હાલ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. સવારે 9 વાગે આગ લાગી અધિકારીઓએ જણાવ્યું કે ફાયર વિભાગને સવારે 9:00 વાગ્યાની આસપાસ આગ લાગવાની માહિતી મળી હતી. ત્યારબાદ, દસ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ANI એ અહેવાલ આપ્યો છે કે આગને કારણે થયેલી દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા છે.સમાચાર એજન્સી PTI અનુસાર, દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'લેમન ગ્રીન' રેસ્ટોરન્ટમાં આગને કાબુમાં લેવા માટે પ્રારંભિક પગલા તરીકે, બે વોટર ટેન્ડર, બે વોટર બોઝર, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ અને અન્ય ફાયર ફાઇટીંગ યુનિટ તૈનાત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં, અહેવાલો બહાર આવ્યા હતા કે ફાયર ફાઇટરોએ બિલ્ડિંગના ભોંયરામાંથી ત્રણ વ્યક્તિઓને બચાવી લીધા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તે સમયે, તેમની સ્થિતિ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નહોતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

Read Full Story arrow_forward