android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Annamalaiના રાજીનામાથી હચમચી ગયું ભાજપ, પૂર્વ IPSને એરપોર્ટ પરથી પરત બોલાવાયા, મનાવવાના પ્રયાસો યથાવત!
calendar_today June 3, 2026

Annamalaiના રાજીનામાથી હચમચી ગયું ભાજપ, પૂર્વ IPSને એરપોર્ટ પરથી પરત બોલાવાયા, મનાવવાના પ્રયાસો યથાવત!

તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ IPS અધિકારી કે. અન્નામલાઈના પાર્ટી છોડવાના નિર્ણયથી ભાજપ ચોંકી ગયું છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ તેમના આ રાજીનામા પર અંતિમ નિર્ણય લેવા માટે થોડો સમય માગ્યો છે અને તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈએ મંગળવારે સવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન અને રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બપોરે તેમણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે એક અલગ બેઠક કરી હતી. બી.એલ. સંતોષને રાજકારણમાં અન્નામલાઈના ગુરુ માનવામાં આવે છે.રાજીનામાના નિર્ણય પર પુનઃવિચારની માગ આ ઘટનાક્રમથી વાકેફ પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે અન્નામલાઈ જ્યારે દિલ્હી એરપોર્ટથી ચેન્નાઈ જવા રવાના થવાના હતા, ત્યારે કેન્દ્રીય નેતૃત્વએ તેમને ફોન કરીને ફરી ચર્ચા માટે બોલાવ્યા. ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે અન્નામલાઈ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાના પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરે. સંગઠનમાં કડક શિસ્ત માટે જાણીતી ભાજપ જો તેમને રોકવામાં સફળ રહેશે, તો આ પાર્ટીના ઈતિહાસમાં એક અસામાન્ય કદમ હશે. કેમ છોડવા માગે છે ભાજપ? ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, અન્નામલાઈ ભાજપ છોડવાનું પૂરું મન બનાવી ચૂક્યા છે અને તેમનો આ દિલ્હી પ્રવાસ માત્ર પાર્ટી નેતૃત્વ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે હતો. અન્નામલાઈએ ભાજપ હાઈકમાન્ડ સામે બે શરતો અગાઉ રાખી હતી. પહેલી એ કે કાં તો તેમને ઓછામાં ઓછા સાત વર્ષ માટે સંપૂર્ણ સ્વાયત્તતા અને અધિકારો સાથે ફરીથી તમિલનાડુ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવે અથવા તો તેમને પોતાનો એક અલગ રાજકીય રસ્તો પસંદ કરવાની મંજૂરી આપવામાં આવે. તમિલનાડુમાં નવી પાર્ટી બનાવવાની તૈયારી સૂત્રોનું કહેવું છે કે અન્નામલાઈ તમિલનાડુમાં એક નવી પાર્ટી લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યા છે. રાજ્યના વર્તમાન રાજકીય સમીકરણો જોતાં તેમને આમાં મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની બે મોટી દ્રવિડ પાર્ટીઓ ડીએમકે (DMK) અને અન્નાદ્રમુક (AIADMK) ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ટીવીકેની પહેલી ચૂંટણીમાં ઐતિહાસિક જીત આ ચૂંટણીઓમાં સુપરસ્ટારમાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયની નવી પાર્ટી ટીવીકે (TVK) એ પોતાની પહેલી જ ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવીને સરકાર બનાવી છે. વિજયની સરકારને કોંગ્રેસ સહિતની કેટલીક નાની પાર્ટીઓએ ટેકો આપ્યો છે, જેમણે ચૂંટણી પછી DMK સાથે પોતાનું ગઠબંધન તોડી નાખ્યું હતું. અન્નામલાઈનું માનવું છે કે તમિલનાડુના વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં કોઈ રાષ્ટ્રીય પાર્ટી માટે બહુ મોટો સ્કોપ નથી. તેથી, વિવિધ વર્ગોની ચિંતાઓને દૂર કરનારી એક નવી પ્રાદેશિક પાર્ટી જ રાજ્યમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી શકે છે. વર્ષ 2021 થી 2025 સુધી તમિલનાડુ ભાજપ અધ્યક્ષ તરીકે અન્નામલાઈના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ભાજપની વિઝિબિલિટી ખૂબ વધી હતી. ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ રાજ્યમાં તેમના ઉત્સાહ, સખત મહેનત અને દમદાર અવાજના કાયલ રહ્યા છે. તમિલનાડુ એક એવું રાજ્ય છે જ્યાં ભગવા પાર્ટી લાંબા સમયથી પોતાની જમીન શોધવા માટે સંઘર્ષ કરી રહી છે. આ પણ વાંચો-પાકિસ્તાનમાં થયો જન્મ, પણ ભારતના દિલ પર કર્યું રાજ! આ છે બોલીવુડના એ 8 દિગ્ગજો જેમણે બદલી નાખ્યો સિનેમાનો ઇતિહાસ

Read Full Story arrow_forward
IPS છોડી નેતા બન્યા, કોણ છે અન્નામલાઈ? જાણો નેટવર્થ
calendar_today June 3, 2026

IPS છોડી નેતા બન્યા, કોણ છે અન્નામલાઈ? જાણો નેટવર્થ

છેલ્લા એક દાયકામાં તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો સૌથી મોટો અને ચર્ચિત ચહેરો બનેલા કે.અન્નામલાઈ હવે પોતાના રાજકીય માર્ગ બદલવાની તૈયારી કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.મીડિયા રિપોર્ટ અનુસાર તેઓ ટૂંક સમયમાં ભાજપ છોડીને પોતાના નવા રાજકીય પક્ષનું ગઠન કરી શકે છે.જો કે અહેવાલો એવા પણ છે કે હાઈકમાન્ડે હાલ પૂરતી તેમની નારાજગી શાંત પાડી છે અને ચર્ચાઓનો દોર ચાલુ છે. 2024માં ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચૂકેલા અન્નામલાઈનો આઈપીએસ ઓફિસરથી લઈને ફાયરબ્રાન્ડ નેતા સુધીનો સફર ખૂબ જ રસપ્રદ રહ્યો છે. કેટલી સંપત્તિના માલિક છે અન્નામલાઈ? તમિલનાડુના રાજકારણમાં પોતાની કારકિર્દી શરૂ કરનાર અન્નામલાઈ ઝડપથી રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના 2024ના અહેવાલ મુજબ અન્નામલાઈની કુલ સંપત્તિ 4 કરોડ 7 લાખ 26 હજાર 627 રૂપિયા છે.તેમની જંગમ સંપત્તિ 242,266,270ની છે.કોણ છે કે.અન્નામલાઈ? 41 વર્ષના કે.અન્નામલાઈ વર્ષ 2011ની બેચના કર્ણાટક કેડરના આઈપીએસ અધિકારી હતા.તેમણે મે 2019માં પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું હતું.પોલીસ કરિયર દરમિયાન તેઓ ઉડુપી સહિતના અનેક જિલ્લાઓમાં પોલીસ અધિક્ષક (SP) તરીકે લોકપ્રિય રહ્યા હતા.જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે તેઓ બેંગલુરુ દક્ષિણમાં ડેપ્યુટી કમિશનર પદ પર કાર્યરત હતા.તેઓ જણાવે છે કે,એક વરિષ્ઠ અધિકારીનું સ્વાઈન ફ્લૂથી થયેલું અવસાન અને કૈલાશ માનસરોવરની યાત્રાએ તેમના જીવનનો માર્ગ બદલવાના નિર્ણય પર ઊંડી અસર કરી હતી.શા માટે ભાજપ છોડવા માંગે છે અન્નામલાઈ? તમિલનાડુના રાજકારણમાં ટીવીકે (TVK) પક્ષના ઉદય બાદ વિપક્ષી ખેમામાં હોવા છતાં ભાજપ અને તેની સહયોગી પાર્ટી અન્નાદ્રમુક (AIADMK)ને મોટો ફટકો પડ્યો હતો. શરૂઆતથી જ અન્નાદ્રમુક સાથે ગઠબંધનનો વિરોધ કરી રહેલા ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈના તેવર ફરી એકવાર તીખા બન્યા છે. તેમના સમર્થકોએ રાજ્યમાં નવી પાર્ટી બનાવવાની અને અલગથી પોતાનું અભિયાન શરૂ કરવાની તૈયારીઓ પણ કરી લીધી છે ભાજપ હાઈકમાન્ડે રાજીનામું સ્વીકારવાનો કર્યો ઇનકાર રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈએ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ગૃહમંત્રી અમિત શાહ સામે પોતાની ભાવિ ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. અન્નામલાઈ તમિલનાડુની રાજનીતિમાં પોતાના રોડમેપ અને કાર્યયોજના અનુસાર કામ કરવા માંગે છે. ભલે તેમને પ્રદેશ અધ્યક્ષ ન બનાવવામાં આવે, પરંતુ રાજ્યની વ્યૂહરચના તેમની જ હોવી જોઈએ તેવી તેમની શરત છે. જો કે, ભાજપ નેતૃત્વે આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે, તેમણે પક્ષ જે નક્કી કરશે તે જ ભૂમિકા ભજવવી પડશે અને નવી જવાબદારી માટે રાહ જોવી પડશે.આ પણ વાંચો - Delhi Fire: માલવીય નગરમાં 5 માળની હોટલમાં ભભૂકી ઉઠી આગ, 10ના મોત

Read Full Story arrow_forward
Gujarat Latest News LIVE :  બાંગ્લાદેશી પર કાર્યવાહી મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, એક પણ ઘૂસણખોરને નહીં રહેવા દેવામાં આવે
calendar_today June 3, 2026

Gujarat Latest News LIVE : બાંગ્લાદેશી પર કાર્યવાહી મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, એક પણ ઘૂસણખોરને નહીં રહેવા દેવામાં આવે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward