android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : વટવા હત્યા કેસમાં સનસનાટીભર્યો ખુલાસો, મર્ડર પાછળ છુપાયેલું હતું નકલી નોટોનું કાળું સામ્રાજ્ય,વાંચો અહેવાલ
calendar_today June 3, 2026

Ahmedabad : વટવા હત્યા કેસમાં સનસનાટીભર્યો ખુલાસો, મર્ડર પાછળ છુપાયેલું હતું નકલી નોટોનું કાળું સામ્રાજ્ય,વાંચો અહેવાલ

અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલી એક હત્યાના કેસની તપાસ કરી રહેલી પોલીસના હાથમાં એક એવો ચોંકાવનારો ઘટસ્ફોટ લાગ્યો છે, જેને જોઈને ખુદ ઉચ્ચ અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. વટવા મર્ડર કેસના તાર સીધા નકલી નોટો બનાવવાના મસમોટા રેકેટ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. મૃતક ઇમરાન સિંધા જ નકલી નોટ બનાવતો પોલીસની ઝીણવટભરી તપાસમાં વટવા વિસ્તારમાંથી જ નકલી નોટો બનાવવાનું એક આખું કારખાનું ઝડપાઈ ગયું છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, જેની હત્યા થઈ છે તે મૃતક ઇમરાન સિંધા જ આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો અને તે જ આ નકલી નોટોનું કારખાનું ચલાવતો હતો. વટવા વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખ્યું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક ઇમરાને વટવા વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખ્યું હતું. આ મકાનમાં તેણે નકલી નોટો છાપવાનું સેટઅપ ગોઠવ્યું હતું અને હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને જ તેણે અહીં નોટો બનાવવાની કામગીરી માટે રાખ્યા હતા. રો-મટીરિયલ કબ્જે કર્યા આ મકાન પર દરોડા પાડીને પોલીસે હાઈટેક લેઝર પ્રિન્ટર, લેમિનેશન મશીન, નોટોમાં વપરાતો સિક્યુરીટી થ્રેડ, 'RBI' લખેલા ખાસ બટર પેપર અને નકલી નોટો બનાવવા માટેનો અન્ય રો-મટીરિયલ કબ્જે કર્યો છે. છેલ્લા ૩ મહિનાથી ચાલતું હતું નેટવર્ક પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગેરકાયદેસર કારખાનું છેલ્લા ત્રણ મહિનાથી ધમધમી રહ્યું હતું અને અહીં મોટા પાયે નકલી નોટો છાપવામાં આવી રહી હતી. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે હરિયાણાથી પકડાયેલા આરોપીઓ પાસેથી પણ નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો.  હાલમાં વટવા પોલીસે મૃતક ઇમરાન સિંધા સહિત કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધીને આ આંતરરાજ્ય નકલી નોટોના નેટવર્કને તોડવા માટે આગળની તપાસ તેજ કરી છે.આ પણ વાંચો----   Gujarat Latest News LIVE : અમદાવાદ,રાજકોટ, સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, શંકાસ્પદો પકડાયા

Read Full Story arrow_forward
Gandhinagar : ગુજરાતમાં એક પણ ઘૂસણખોર બાંગ્લાદેશીને નહીં રહેવા દેવાય, પોલીસની મેગા ડ્રાઇવ વચ્ચે હર્ષ સંઘવીની કડક ચેતવણી
calendar_today June 3, 2026

Gandhinagar : ગુજરાતમાં એક પણ ઘૂસણખોર બાંગ્લાદેશીને નહીં રહેવા દેવાય, પોલીસની મેગા ડ્રાઇવ વચ્ચે હર્ષ સંઘવીની કડક ચેતવણી

ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશનથી ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત મહત્વનું અને આકરૂં નિવેદન આપ્યું છે. ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરને રહેવા દેવામાં આવશે નહીં  ગૃહમંત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ગુજરાતની ધરતી પર એક પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરને રહેવા દેવામાં આવશે નહીં. રાજ્યની અખંડિતતા અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. સ્પેશિયલ મેગા ડ્રાઈવ શરુ કરાઇ હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું કે, ગુજરાતના ગૃહ વિભાગે અવૈધ ઘૂસણખોરો વિરુદ્ધ કડક અને નિર્ણાયક પગલાં લીધા છે. જેના ભાગરૂપે ગુજરાત પોલીસની એક ‘સ્પેશિયલ મેગા ડ્રાઈવ’ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ ઓપરેશન કોઈ એકાદ વિસ્તાર પૂરતું સીમિત નથી, પરંતુ રાજ્યના તમામ મોટા ઔદ્યોગિક અને વ્યાપારી શહેરોમાં એકસાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પોલીસનો સપાટો ગૃહમંત્રીએ માહિતી આપતા ઉમેર્યું કે, હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તેમજ SOGની ટીમો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ વિસ્તારો અને ઉદ્યોગોમાં તપાસ કરીને પુરાવા વગર રહેતા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. સૌથી કડક શસ્ત્ર ઉગામવામાં આવશે રાજ્ય સરકારે પહેલાથી જ પોતાની નીતિ સાફ કરી દીધી હતી કે દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરતા તત્વો વિરુદ્ધ કાયદાનું સૌથી કડક શસ્ત્ર ઉગામવામાં આવશે. ગૃહમંત્રીના આ આકરા તેવર બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં આ મેગા ડ્રાઈવ અંતર્ગત પકડાયેલા ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા સહિતની કાયદાકીય પ્રક્રિયાઓ વધુ ઝડપી બનાવવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.આ પણ વાંચો----     Gujarat Latest News LIVE : અમદાવાદના વટવા હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, હત્યા પાછળ છુપાયેલું હતું નકલી નોટોનું રહસ્ય

Read Full Story arrow_forward
World Bicycle Day: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની યુવાનોને અપીલ, સાયકલ ચલાવો...પેટ્રોલ બચાવો
calendar_today June 3, 2026

World Bicycle Day: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની યુવાનોને અપીલ, સાયકલ ચલાવો...પેટ્રોલ બચાવો

વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) નિમિત્તે કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ દેશની યુવા પેઢીને એક ખાસ અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વીડિયો શેર કરીને દેશના યુવાનોને સાયકલ ચલાવવાને માત્ર એક દિવસનો શોખ નહીં, પરંતુ તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવા હાકલ કરી છે.'સાયકલ માત્ર કસરત નથી, સ્વસ્થ જીવનશૈલીનું પ્રતીક છે'મંત્રી મનસુખ માંડવિયાએ પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે, સાયકલ ચલાવવાથી માત્ર શારીરિક ફિટનેસ જ નથી મળતી, પરંતુ તે શરીરને ઉર્જા આપે છે અને માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. તેમણે સાયકલને પર્યાવરણની સુરક્ષા માટેનું સૌથી સસ્તું, સુંદર અને ટકાઉ માધ્યમ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, "જો આપણે રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ કરીશું તો પ્રદૂષણ ઘટશે અને પેટ્રોલ-ડીઝલની પણ બચત થશે, જે સીધો દેશને ફાયદો કરાવશે." વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઇંધણ આધારિત વાહનો પરની નિર્ભરતા ઘટાડવા માટે સાયકલિંગ એક સકારાત્મક ઉકેલ છે.'સન્ડે ઓન સાયકલ' બન્યું જન આંદોલન"ફિટ ઇન્ડિયા" ચળવળ અંતર્ગત દેશભરમાં ચાલી રહેલા "સન્ડે ઓન સાયકલ" (Sunday on a Cycle) અભિયાનની મંત્રીએ ભારે પ્રશંસા કરી હતી. આજે દેશના લાખો યુવાનો આ અભિયાન સાથે જોડાઈને તેને એક મોટા જન આંદોલનનું સ્વરૂપ આપી ચૂક્યા છે, જે બદલ મંત્રીએ તમામ યુવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વિશ્વ સાયકલ દિવસને સમર્પિત કરવા માટે આગામી રવિવારે દેશભરમાં "સન્ડે ઓન અ સાયકલ" ના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ દેશના તમામ નાગરિકોને આમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું.આ પણ વાંચો : Stock Market Opening: બુધવારે શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 745 પોઇન્ટ તૂટ્યો

Read Full Story arrow_forward