android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની મેગા ડ્રાઇવ, GIDC વિસ્તારો ધમરોળ્યા
calendar_today June 3, 2026

Surat : ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની મેગા ડ્રાઇવ, GIDC વિસ્તારો ધમરોળ્યા

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તથા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે એક ખૂબ જ મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ મથકોની વિવિધ ટીમો દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે એક વ્યાપક 'મેગા ડ્રાઇવ' શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત શહેરના અલગ-અલગ ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને અનેક શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.મહત્વના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તપાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરતના તમામ મહત્વના ઇન્ડસ્ટ્રીયલ એરિયાને નિશાન બનાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને કતારગામ GIDC, સચિન GIDC, અને પાંડેસરા GIDC જેવા મોટા ઓદ્યોગિક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સિવાય ભેસ્તાન, પાંડેસરા, પંડોળ અને ચોક બજાર જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ વિસ્તારોમાં શંકાસ્પદ રીતે રહેતા અને ફેક્ટરીઓમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીયોની ઓળખ તપાસવામાં આવી રહી છે. દસ્તાવેજોનું વેરિફિકેશન શરૂ આ મેગા ડ્રાઇવ દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવેલા તમામ શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસ મથકે લાવીને તેમના ઓળખપત્રો, રહેઠાણના પુરાવા અને નાગરિકતા સંબંધી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ (વેરિફિકેશન) શરૂ કરી દેવામાં આવી છે. પોલીસને શંકા છે કે આમાંથી અનેક લોકો કોઈપણ માન્ય દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને સુરતમાં વસ્યા છે. વેરિફિકેશનની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શહેરમાં કેટલા લોકો ગેરકાયદેસર રીતે વસતા હતા તેનો સત્તાવાર આંકડો અને મોટો ખુલાસો સામે આવશે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો----     Gujarat Latest News LIVE : અમદાવાદ,રાજકોટ, સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, શંકાસ્પદો પકડાયા

Read Full Story arrow_forward
Ahmedabad  : ‘આ ગુનો અત્યંત ગંભીર છે ’ Ex DySP અશોકસિંહના પુત્ર-પુત્રીની જામીન અરજીનો પોલીસે કોર્ટમાં કર્યો જોરદાર વિરોધ
calendar_today June 3, 2026

Ahmedabad : ‘આ ગુનો અત્યંત ગંભીર છે ’ Ex DySP અશોકસિંહના પુત્ર-પુત્રીની જામીન અરજીનો પોલીસે કોર્ટમાં કર્યો જોરદાર વિરોધ

અમદાવાદમાં નહેરુનગર ફાયરિંગ કેસમાં ચકચાર જગાવનારા પૂર્વ નાયબ પોલીસ અધિક્ષક ના કરોડો રૂપિયાના જમીન કૌભાંડના મામલામાં હવે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા પૂર્વ અધિકારીના સંતાનોની જામીન અરજી સામે તપાસનીશ પોલીસ એજન્સીએ કોર્ટમાં આકરું વલણ અપનાવ્યું છે.પોલીસે જામીન અરજીનો વિરોધ કર્યો  આરોપી પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી ખ્યાતિ દ્વારા કોર્ટમાં મુકવામાં આવેલી જામીન અરજીનો પોલીસે સત્તાવાર રીતે સખત વિરોધ કર્યો છે. આ કેસના તપાસનીશ અધિકારીએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને જામીન નામંજૂર કરવા ભારપૂર્વક રજૂઆત કરી છે.  કૌભાંડ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો પોલીસે પોતાની એફિડેવિટમાં કોર્ટને સ્પષ્ટ જણાવ્યું છે કે આ આખું જમીન કૌભાંડ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે. પૂર્વ પોલીસ અધિકારીના પરિવારે પોતાની વગ અને હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદાની ઉપરવટ જઈને આ આખી છેતરપિંડી આચરી છે. જો આ તબક્કે આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવશે, તો તેઓ પોતાની વગ અને વગદાર કનેક્શનનો દુરુપયોગ કરીને આ કેસના મહત્વના પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે તેમજ સાક્ષીઓને ડરાવી-ધમકાવી શકે તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. BNSS કલમ 183 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો નોંધાયા આ કેસને વધુ મજબૂત કરવા માટે પોલીસે કાનૂની સ્તરે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 183 હેઠળ આ કેસના મુખ્ય સાક્ષીઓનાં નિવેદનો સીધા જજ સમક્ષ નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સાક્ષીઓના કોર્ટ સમક્ષના આ નિવેદનોથી આરોપીઓ સામેનો ગાળિયો વધુ કસાયો છે. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, હજુ પણ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને અનેક સ્તરે કડીઓ જોડાઈ રહી છે, ત્યારે આવા હાઈ-પ્રોફાઈલ ગુનામાં જામીન આપવાથી તપાસ પર વિપરીત અસર પડી શકે છે. હાલમાં આ મામલે કોર્ટ આગામી દિવસોમાં પોતાનો આખરી નિર્ણય સંભળાવશે. આ પણ વાંચો----     Gujarat Latest News LIVE : અમદાવાદ,રાજકોટ, સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, શંકાસ્પદો પકડાયા

Read Full Story arrow_forward
Stock Market Opening: બુધવારે શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 745 પોઇન્ટ તૂટ્યો
calendar_today June 3, 2026

Stock Market Opening: બુધવારે શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 745 પોઇન્ટ તૂટ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા વચ્ચે બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત ધીમી થઇ. IFT નિફ્ટી 23,466 ના સ્તરે આશરે 135 પોઈન્ટ ઘટીને ટ્રેડ થતો જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક બજારમાં નબળા શરૂઆતની અપેક્ષાઓ વધી ગઈ હતી.બુધવારે શેરબજારમાં ઘટાડો સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 745.57 પોઇન્ટના ઘટાડા સાથે 73,904 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી −193.95 પોઇન્ટના ઘટાડા સાથે 23,289અંકે ખૂલ્યો. RBI ની નાણાકીય નીતિ બેઠક પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેસ્થાનિક મોરચે, રોકાણકારોનું ધ્યાન ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની ત્રણ દિવસીય બેઠક પર કેન્દ્રિત રહેશે, જે બુધવારથી શરૂ થઈ રહી છે. વ્યાજ દરો અને કેન્દ્રીય બેંકના નીતિ વલણ અંગે બજારની અપેક્ષાઓ ઊંચી રહે છે.અમેરિકા-ઈરાન તણાવથી બજારની ચિંતાઓ વધી યુએસ સેનેટર માર્કો રુબિયોએ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટી સમક્ષ જણાવ્યું હતું કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટના નોંધપાત્ર ભાગમાં ખાણો પાથરી છે અને વાણિજ્યિક જહાજો પર પણ હુમલો કર્યો છે. આ નિવેદન બાદ, રોકાણકારોની ચિંતા વધી ગઈ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ટૂંક સમયમાં ઓછો થશે નહીં, અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષ લાંબો થઈ શકે છે. એશિયન બજારોમાં મિશ્ર વલણો બુધવારે સવારે એશિયા-પેસિફિક ક્ષેત્રના મોટાભાગના શેરબજારોમાં તેજી જોવા મળી. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 2.12 ટકા વધીને નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. દક્ષિણ કોરિયાનો KOSPI લગભગ સ્થિર રહ્યો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઇન્ડેક્સ 0.45 ટકા મજબૂત બન્યો. આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?

Read Full Story arrow_forward