android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: વિરમગામમાં 14 મિમી વરસાદમાં નિચાણના વિસ્તારોમાં પાણી ભરાયાં
calendar_today June 2, 2026

Ahmedabad: વિરમગામમાં 14 મિમી વરસાદમાં નિચાણના વિસ્તારોમાં પાણી ભરાયાં

વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં સોમવારની રાત્રે હવામાનમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ પડયો હતો. રાત્રિના ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ થવાથી રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ મંગળવારની સવાર પડતા જ ભારે બફરો અનુભવાયો હતો. 14 મીમી વરસાદ થયાનુ જાણવા મળ્યુ છે ત્યારે આટલા ઓછા વરસાદ માંજ શહેરના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.શહેરમાં ગટરો સહિત વિકાસના કામો ગોકળ ગતિએ ચાલી રહ્યાં છે. ચોમાસાએ દસ્તક આપી દીધી છે. વરસાદી પાણી નિકાલની ગટરો તંત્રે ઘણી જગ્યાએ બુરાણ કરી દીધી છે. જેથી પાણી ભરાવાની લોકો દેહશત સેવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ધંધૂકા-ધોલેરામાં ગાજવીજ સાથે 4 ઈંચ વરસાદ
calendar_today June 2, 2026

Ahmedabad: ધંધૂકા-ધોલેરામાં ગાજવીજ સાથે 4 ઈંચ વરસાદ

અમદાવાદ જિલ્લા ગ્રામ્યના તાલુકા મથક ધંધૂકા શહેર સહિત તાલુકા ગ્રામ્યમાં સોમવારે દિવસ દરમિયાન આકાશમાં વાદળોની ઘેરાબંધી સાથે રાત્રિના સુમારે અચાનક હવામાનમાં પલટો આવતા ગાજવીજ અને વીજળીના પ્રચંડ ગડગડાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમાંય રાત્રિ દરમિયાન સતત ચાર કલાક સુધી વરસાદ ચાલુ રહેતા પંથકમાં અંદાજે 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદની શરૂઆત સાથે હળવો પવન પણ ફૂંકાયો હતો, જ્યારે આકાશમાં સતત વીજળીના ચમકારા અને કડાકા - ભડાકાના અવાજોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો. વરસાદ, ગાજવીજ અને પવન શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને વીજળી ગુલ થઈ જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પ્રથમ જ વરસાદે ચાર ઈંચ જેટલું પાણી વરસાવતા ધંધૂકા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફરાથી કંટાળેલા પંથકવાસીઓને આ વરસાદથી મોટી રાહત મળી હતી. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધંધૂકાની સાથે ધોલેરા પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. સમગ્ર પંથકમાં મેઘમહેર થતાં ખેડૂતો સહિત વિવિધ વર્ગના લોકોએ વરસાદને આવકાર્યો હતો. વરસાદના આગમનથી ખેતી કાર્યો માટે પણ અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: અમદાવાદ - ભાવનગર એક્સપ્રેસ-વે પર રાત્રિના ફૂંકાયેલા વંટોળમાં તોતિંગ સાઇન બોર્ડ બસ પર ધડામ
calendar_today June 3, 2026

Ahmedabad: અમદાવાદ - ભાવનગર એક્સપ્રેસ-વે પર રાત્રિના ફૂંકાયેલા વંટોળમાં તોતિંગ સાઇન બોર્ડ બસ પર ધડામ

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ-વે પર સોમવારે રાત્રે ભારે વંટોળ સાથેના વરસાદી માહોલમાં ધોલેરા-પીપળી નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. રોડની બાજુમાં ફ્ટિ કરવામાં આવેલ ભારે વજન ધરાવતું હોડિંગ સાઇન બોર્ડ અચાનક તૂટી પડતાં તે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક લકઝરી બસ પર પટકાયું હતું. અકસ્માતમાં બસના આગળના કાચ તૂટી ગયા હતા અને બસને નુકસાન પહોંચ્યું હતું. જોકે સદ્નસીબે બસમાં સવાર મુસાફ્રો તથા ડ્રાઇવર-કંડક્ટર સહિત કોઈને ઇજા પહોંચી ન હતી અને કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને સ્થાનિક ટીમો સ્થળ પર દોડી આવી હતી. હાલ રોડ પર પડેલા હોડિંગ બોર્ડ તેમજ તેના લોખંડના પિલરને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી વાહનવ્યવહાર ફ્રીથી સુચારુ બની શકે. આ ઘટનાને પગલે એક્સપ્રેસ-વે પર લગાવવામાં આવેલા હોર્ડિંગ અને સાઇન બોર્ડની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward