android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: વિરમગામ હોસ્પિટલના મહિલા તબીબે ટ્રેનમાં શ્રમિક મહિલાની પ્રસુતિ કરાવી
calendar_today June 3, 2026

Ahmedabad: વિરમગામ હોસ્પિટલના મહિલા તબીબે ટ્રેનમાં શ્રમિક મહિલાની પ્રસુતિ કરાવી

વિરમગામ : જબલપુર સોમનાથ ટ્રેનમાં S- ટુ બોગીમાં આરતીબેન ઉ.વ.25 અને તેમનો પતિ ભરતભાઈ દેવીપૂજક મંગળવારે સવારે અમદાવાદથી સુરેન્દ્રનગર તરફ્ જઈ રહ્યા હતા.આરતીબેન પ્રગનેન્ટ હતા.ટ્રેન સાણંદ પછીથી આગળ વધી રહી હતી. ત્યારે જ આરતીબેનને પ્રસુતિ પીડા શરૂ થઈ હતી. જેથી તેઓ ટ્રેનના બાથરૂમમાં જતા રહ્યા હતા અને દર્દથી કણસી રહ્યા હતા. આ દરમ્યાનમાં આ બોગીમાં જ વિરમગામ સરકારી હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં ફરજ નિભાવતા ડૉ. અદિતિબેન પાઠક અમદાવાદ ખાતેથી વિરમગામ આવી રહ્યા હતા. જેમને જાણ થતાં વિલંબ કર્યા વગર શ્રામજીવી પરિવારની મહિલા પાસે પહોંચીને ટેનની બોગીમાં જ સફ્ળ પ્રસુતિ કરાવી હતી. બાદમાં વિરમગામ આવતા માતા અને જન્મ લેનાર શિશુને સરકારી હોસ્પિટલમાં ખસેડી જરૂરી સારવાર આપવામાં આવી હતી. ડૉ.અદિતિબેન પાઠકની સેવા અને માનવતાભર્યા કાર્યને અન્ય મુસાફરો તેમજ શહેરીજનોએ પણ બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: સોકલીથી થોરી તરફ્ની મુખ્ય નર્મદા કેનાલની બાજુમાં બનાવેલ માર્ગ પર જોખમી ખાડાથી ખેડૂતો પરેશાન
calendar_today June 3, 2026

Ahmedabad: સોકલીથી થોરી તરફ્ની મુખ્ય નર્મદા કેનાલની બાજુમાં બનાવેલ માર્ગ પર જોખમી ખાડાથી ખેડૂતો પરેશાન

વિરમગામ : વિરમગામ તાલુકાના સોકલી ગામ પાસેથી પસાર થતી થોરી ગામ તરફ્ની નર્મદાની મુખ્ય કેનાલની બાજુમાં ખેડૂતો અને ગ્રામ્ય લોકોને અવર જવર માટે પાકો ડામરના માર્ગ બનાવવામાં આવ્યા છે.જે માર્ગ પર ઠેર ઠેર મોટા મોટા ખાડા અને ભુવા પડી ગયા હોવાથી ખેડૂતો અને ગ્રામ્ય લોકો પરેશાન છે.લોકોને અવર જવર માં ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.એક તરફ્ ચોમાસુ નજીકમાં છે.તંત્ર સાંભળતું નહિ હોવાની લોક રાવ છે. કેટલીક જગ્યાએ કેનાલ દીવાલ માં જ રસ્તો તૂટીને મોટા મોટા ખાડા, ભુવા પડી ગયા હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. પંથકના લોકોનો રોષ છે કે અકસ્માતમાં કોઈ જીવ ગુમાવ્યા બાદ તંત્ર હરકતમાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: ગોધરા શહેરવાસીઓ બે દિવસથી પીવાના પાણી વિના તરસ્યા રહ્યાં
calendar_today June 3, 2026

Godhra: ગોધરા શહેરવાસીઓ બે દિવસથી પીવાના પાણી વિના તરસ્યા રહ્યાં

ગોધરા નગર પાલિકાની કાંટડી ગામે આવેલી મુખ્ય પાણીની પાઇપ લાઇનમાં સોમવારે ભંગાણ સર્જાતા છેલ્લા બે દિવસથી શહેરવાસીઓને પાણી મળ્યું નથી. લીકેજના કારણે પાણીનો સપ્લાય બંધ કરાયો હતો. જેની જાણ પાલિકા દ્વારા કરાઈ હતી. ત્યારે હજુ આવતીકાલે બુધવારે સવારે જો શક્ય હશે તો પાણી આપવામાં આવશે તેવી સંભાવનાની જાહેરાત કરવામાં આવી છે.ગોધરા પાલિકાની કાંટડી ગામેથી આવતી પાણીની પાઈપ લાઈનમાં સોમવારે ભંગાણ સર્જાયું હતુ. જેને પગલે સોમવારે અને ત્યારબાદ બીજા દિવસે પણ શહેરમાં પાણીનો સપ્લાય બંધ રહ્યો હતો. પાલિકા દ્વારા બે દિવસની ભારે જહેમત બાદ પણ હજુ સુધી લિકેજનું સમારકામ પૂર્ણ થયું નથી. જેને લઈને હજુ પણ આવતીકાલે બુધવારે સવાર સુધી શહેરમાં પાણીનો સપ્લાય મળવાની શક્યતા નહીવત છે. ત્યારે નગરવાસીઓ બે દિવસથી પાણી વિના તરસી રહ્યા છે. કાંટડી પાસેથી પસાર થતી આ લાઈનમાં છાસવારે ભંગાણ સર્જાતુ રહે છે. પરંતુ પાલિકા દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ નથી લાવવામાં આવતું. ત્યારે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માગ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward