Chotila: યાત્રાધામ ચોટીલામાં હાઇવે પરની સ્ટ્રીટલાઈટ શોભાના ગાંઠિયા સમાન બનતાં યાત્રિકોને હાલાકી
ચોટીલા : યાત્રાધામ ચોટીલા ખાતે મોટીસંખ્યામાં શ્રાદ્ધાળુઓ માતાજીના દર્શને આવતા - જતા હોય છે. ત્યારે નેશનલ હાઇવે પર હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પર મામલતદાર ઓફીસથી ચાણપા ઓવરબ્રિજ સુધી રાહદારીઓ અને પદયાત્રીકોની સુવિધા માટે સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવી છે. જે પૈકી ચાણપા ઓવરબ્રિજથી આણંદપુર ચોકડી સુધીની સ્ટ્રીટલાઈટ ગત વર્ષે દિવાળીના તહેવાર ટાણે શરુ કરી દેવાઈ હતી. પરંતુ આણંદપુર ચોકડીથી મામલતદાર ઓફીસ સુધીની સ્ટ્રીટલાઈટ હજુ સુધી બંધ હાલતમાં હોવાથી તેને વહેલી તકે ચાલુ કરવા માટે નગરજનોમાં માંગ ઉઠી છે. આ અંગે ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ. ટી. મકવાણાને પણ રજૂઆત કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward