Vadodara: શિનોરના ભૂતેશ્વર મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરનાર ઝડપાયો
શિનોરમાં તા. 25 મેના રોજ નર્મદા કિનારે આવેલ ભૂતેશ્વર મહાદેવના મંદિરે અજાણ્યા શખ્સે નંદીને ઉખાડી કાચબાની તોડફોડ કરી હતી. જે આરોપીને પોલીસે ઝડપી પાડયો હતો.શિનોરના નર્મદા નદીએ જવાના માર્ગ પર મર્દાબાળીના ઓવરા પાસે ભૂતેશ્વર મહાદેવનું મંદિરે હાલ રીપેરીંગ કામ ચાલુ છે. તા. 25 બપોર બાદ મંદિરની કામગીરી બંધ હતી. ત્યારે કોઈ અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં બિરાજમાન નંદીને ઉખાડી નાખી અને આગળ સ્થાપિત કરેલ કાચબાનું મોં તોડી નાખી મંદિરની બહાર પટાંગણમાં ફેંકી દીધું હતું. જેની જાણ થતાં પોલીસે સ્થળ પર દોડી જઈ ગુનો નોંધ્યો હતો . આ સમગ્ર ઘટના અંગે તા. 26મીએ શિનોરના સમસ્ત હિન્દુ સમાજ, બજરંગદળ, દુર્ગા વાહીની મંડળ અને વિશ્વ હિન્દુ પરિષદે મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ. પોલીસે ઘટનામાં 60થી 70 લોકોને પોલીસ સ્ટેશનને બોલાવી પૂછપરછ કરી હતી, તેમજ ટાવરડમ ચેક કર્યો, કેમેરાથી તપાસ કરી, ટીમ બનાવીને તપાસ કરતાં અજય નટવરસિંહ સોઢા (ઉં.27)ને ઝડપી પાડયો હતો. જાણવા મળ્યા મુજબ અજય દેવામાં ડૂબ્યો હતો. મોટરસાઇકલ ના હપ્તા બાકી હતા. એકલવાયુ જીવન જીવતો હતો, આ મંદિરમાં તેણે માનતા માની હતી. છતાં ગરીબી દૂર ના થતાં ગુસ્સામાં આ કૃત્ય કરી નાખ્યું હોવાનું તેણે કબૂલ્યું હતું. હાલ તે શિનોર ખાતે જોરભાઈના ફ્ળિયામાં પરેશ વ્રજલાલ શાહના મકાનમાં રહે છે. પોલીસે તેની ગઈકાલે ધરપકડ કરી હતી. બહુ ચર્ચિત આ કિસ્સામાં આરોપી ઝડપાઈ ગયેલ છે. પી.આઈ.આર. આર. વસાવાની સાથે ટીમે છેલ્લા પાંચ દિવસથી આ ગુનાના કામે કાર્યરત રહી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward