Dabhoi: ડભોઇ શહેર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો
હવામાન વિભાગની આગાહીને પગલ ડભોઇના કેટલાક વિસ્તારોમાં છાપરા પણ ઉડી ગયા હતા. બોર્ડ પડી ગયા હતા. કેટલાક સ્થળે પાણી પણ ભરાયા હતા. રાણાની હોટલ પાસે પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને તકલીફ્નો સામનો કરવો પડયો હતો. ડભોઈ શહેર અને તાલુકા પંથકમાં મધ્યરાત્રિ બાદ મેઘાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. દિવસની આકરી ગરમી અને બફરાથી લોકો ત્રસ્ત બન્યા હતા. ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.વરસાદ શરૂ થતાં જ શહેરના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ અને તેજ પવનને કારણે અનેક સ્થળોએ કેટલીક જગ્યાએ બોર્ડ પણ ઊડી ગયા હતા વૃક્ષોની ડાળીઓ તૂટવાની ઘટનાઓ પણ સામે આવી હતી. બીજી તરફ્ ગાજવીજ અને પવનના કારણે ડભોઈના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો. જેના કારણે નાગરિકોને હાલાકી વેઠવી પડી હતી. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો. ખેતરોમાં સૂકવેલો પાક અને ચોમાસાની વાવણીની તૈયારી કરતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન બન્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward