Chhotaudepur: છોટાઉદેપુરમાં પ્રી-મોન્સૂન ડિઝાસ્ટર પ્લાનિંગ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષીને પ્રી-મોન્સૂન કામગીરી, આરોગ્ય વિભાગની સજ્જતા અને પાણી પુરવઠાની વ્યવસ્થા અંગે વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી જિલ્લા કલેકટર કચેરીના વીસી ખંડ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા તમામ અધિકારીએ પ્રત્યક્ષ ફ્લ્ડિમાં જઈ સ્થળ નિરીક્ષણ કરવું. મંત્રીએ કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે ચકાસણી કામગીરીને વધુ સઘન બનાવવા અને તંત્રને હાઈ-એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા જિલ્લાના સર્વગ્રાહી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. કલેક્ટરે પ્રભારીમંત્રીને ખાતરી આપી હતી કે, સંભવિત આફ્તોને પહોંચી વળવા માટેનો એક્શન પ્લાન સંપૂર્ણપણે તૈયાર છે. જિલ્લાના તમામ સંબંધિત કર્મચારીઓને આકસ્મિક ફ્રજ સોંપાઇ છે. આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતા તમામ ટેકનિકલ સંસાધનોનું ટેસ્ટિંગ પણ સફ્ળતાપૂર્વક પૂર્ણ થયું છે. પૂર કે, અન્ય કુદરતી આપત્તિના સમયે નાગરિકો અને પશુધનના સુરક્ષિત સ્થળાંતર માટે આશ્રાય સ્થાનો નિર્ધારિત કરી દેવાયા છે. જિલ્લામાં 10 બોટ તૈનાત છે. સ્થાનિક સ્તરે તંત્રની મદદ માટે 'લોકલ કોમ્યુનિટી ગ્રૂપક્રને પણ સક્રિય કરી દેવાયા છે. આરોગ્ય ક્ષેત્રની પૂર્વ તૈયારીની સમીક્ષા કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે જણાવ્યું હતું કે, ચોમાસામાં સંભવિત પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા આગોતરી વ્યૂહરચના ઘડાઇ છે. ગ્રામીણ વિસ્તારમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. પીવાના પાણીના સોર્સ પર ક્લોરિનેશનની પ્રક્રિયા અનુસરવા સૂચના અપાઈ છે. ખાસ કરીને ક્કકુપ્પા યોજનાક્ર હેઠળ જિલ્લાના 33 ગામને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળે તે માટે તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરાઇ છે. બેઠકમાં નિવાસી અધિક કલેકટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારી, તાલુકા કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારો જોડાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward