android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: સુરતમાં શ્યામ સંધીની માર્કેટમાં આગની ઘટનામાં બીજા દિવસે પણ કુલિંગની કામગીરી યથાવત
calendar_today September 10, 2026

Gujarat Latest News Live: સુરતમાં શ્યામ સંધીની માર્કેટમાં આગની ઘટનામાં બીજા દિવસે પણ કુલિંગની કામગીરી યથાવત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward
Gandhinagar Building Collapse દુર્ઘટનામાં પરિવાર પર આભ તૂટી પડ્યું, રોટલો કમાવવા ગયેલા પિતા કાટમાળ નીચે દટાયા...
calendar_today September 10, 2026

Gandhinagar Building Collapse દુર્ઘટનામાં પરિવાર પર આભ તૂટી પડ્યું, રોટલો કમાવવા ગયેલા પિતા કાટમાળ નીચે દટાયા...

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક મોટી અને દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક નિર્માણાધીન બિલ્ડિંગમાં કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સ્લેબના ભારે કાટમાળ નીચે ૧૫ જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. સ્લેબ તૂટી પડતાં જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી, જેનાથી આસપાસના સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.રોટલો કમાવવા ગયેલા પિતા કાટમાળ નીચે દટાતાં માસૂમ બાળકો વાટ જોતા રહ્યાગાંધીનગરના કુડાસણ ખાતે સર્જાયેલી દુર્ઘટનાની અત્યંત હૃદયદ્રાવક તસવીર સામે આવી છે, જેમાં પરિવારનું પેટ ભરવા રોટલો કમાવવા ગયેલા પિતા કાટમાળ નીચે દટાઈ જતાં માસૂમ સંતાનો પતરાના શેડ બહાર તેમની વાટ જોતા જ રહી ગયા છે. 'સંદેશ ન્યૂઝ'ની ટીમ જ્યારે આ શ્રમિક પરિવારના ઘરે પહોંચી ત્યારે ઘરની બહાર બેઠેલા નાના-નાના બાળકો પિતાના પાછા ફરવાની આશામાં પથરાયેલી આંખે રાહ જોઈ રહ્યા હોવાના કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. રોજીરોટી કમાવા ગયેલા પિતા સાથે ઘટેલી આ કરૂણાંતિકાને કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.NDRF, SDRF અને CRPF ની ટીમો તૈનાતઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ તેમજ NDRF, SDRF અને CRPF ની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હજુ પણ કાટમાળ હેઠળ અન્ય કોઈ વ્યક્તિ દટાયેલી છે કે કેમ તેની ખાતરી કરવા માટે બચાવ ટીમો દ્વારા બારીકાઈથી તપાસ અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.દટાયેલા શ્રમિકો સિવિલ ખસેડાયાબચાવ કામગીરી દરમિયાન કાટમાળ નીચેથી બહાર કઢાયેલા તમામ ૧૫ ઇજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ભોગ બનેલા શ્રમિકો મૂળ દાહોદ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ તાબડતોબ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થિતિનો તાગ મેળવી ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.આ પણ વાંચો : Ahmedabad News: જે બાંધકામ સાઈટ પર મચ્છર મળે તેને 7 દિવસ સીલ કરોઃ AMC કમિશ્નરનો આદેશ

Read Full Story arrow_forward
Gandhinagar News: રોટલો ખાધા વિના જ કાટમાળમાં દટાયા શ્રમિકો, ઘટનાસ્થળે વેરવિખેર દેખાયા ટિફિન અને થાળી
calendar_today September 10, 2026

Gandhinagar News: રોટલો ખાધા વિના જ કાટમાળમાં દટાયા શ્રમિકો, ઘટનાસ્થળે વેરવિખેર દેખાયા ટિફિન અને થાળી

ગાંધીનગર મહાપાલિકાના કુડાસણ ખાતે નવી બની રહેલી કોમર્શિયલ બોસકી ધ એમ્પાયર નામની બાંધકામ સાઇટમાં ગત રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ મોટી દુર્ઘટના સર્જાઈ હતી.ઘટનામાં લોખંડનો સ્લેબ તૂટી પડતાં તેની નીચે મજૂરો દટાતાં તેમની ચીસોથી સમગ્ર વાતાવરણ હચમચી ઊઠ્યું હતું.કન્સ્ટ્રક્શન સાઇટ પર બે યુનિટ વચ્ચે લોખંડનો સ્લેબ ઊભો કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન આ સ્લેબ અચાનક ધડાકાભેર નીચે ટૂટી પડ્યો હતો.આ સ્લેબ નીચે ત્યાં કામ કરી રહેલા 15 જેટલા શ્રમિકો દટાયા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતાં. હાલમાં તમામની હાલત સ્થિર હોવાની વિગતો પણ સામે આવી છે. માસૂમ બાળકોની આંખો પણ ભીની થઈ ગઈગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા બોસકી ધ એમ્પાયર કોમર્શિયલ કન્સ્ટ્રક્શન સાઈટ પર સર્જાયેલી સ્લેબ ધરાશાયી થવાની દુર્ઘટના અત્યંત હૃદયદ્રાવક સાબિત થઈ છે.જ્યાં રોટલો કમાવવા માટે જીવના જોખમે રાત્રિના સમયે કામ કરી રહેલા 15 જેટલા મજૂરો અચાનક ધડાકા સાથે સ્લેબનો કાટમાળ નીચે તૂટી પડતાં તેમાં દટાઈ ગયા હતા.આ ભયાનક અકસ્માતમાં શ્રમિકો જમી પણ નહોતા શક્યા અને ઘટનાસ્થળે તેમના ટિફિન, થાળીઓ તેમજ કપડાં વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. આ દુર્ઘટનાની બીજી તરફ ઘરની બહાર પતરાના શેડ નીચે બેસીને પોતાના પિતાની રાહ જોઈ રહેલા માસૂમ બાળકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.6 મહિનાના એક નાના બાળકનો આબાદ બચાવ રોટલો કમાવા ગયેલા પિતા હજુ સુધી પાછા ફર્યા નહોતા અને કાટમાળ નીચે દટાઈ જવાથી સંતાનોની આ રાહ ક્યારેય પૂરી ન થઈ શકી.આ શ્રમિકોના ઘરે ત્યાં પરિવારની વાટ જોતા બાળકોની દયનીય સ્થિતિ અને આ વરવી વાસ્તવિકતાએ આંખો ભીની કરી દીધી હતી.આ ગંભીર દુર્ઘટનામાં અંદાજે 6 મહિનાના એક નાના બાળકનો આબાદ બચાવ થયો છે. બાળકની માતા ઈજાગ્રસ્ત થવાથી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે રાહતની વાત એ છે કે હાલ માતા અને બાળક બંને સ્વસ્થ હાલતમાં છે.કુલ 12 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મજૂરો હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યાં કુલ 12 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને હાલ આ તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આ ગંભીર દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ શકે છે અને ઈજાગ્રસ્તોની સ્વાસ્થ્ય સ્થિતિ તેમજ ચાલી રહેલી સારવાર અંગે જાત-માહિતી મેળવી શકે છે. દુર્ઘટના અંગે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટેલિફોનિક વાતચીત કરીને સંપૂર્ણ માહિતી મેળવી છે.તેમણે આ ઘટના અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર ચર્ચા કરી સ્થિતિની સમીક્ષા કરી હતી અને ઈજાગ્રસ્ત થયેલા તમામ શ્રમિકોને યોગ્ય અને સત્વરે તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી હોવાની વિગતો મેળવી હતી.આ પણ વાંચોઃ Gandhinagar News: આજે વિધાનસભામાં 4 બિલ રજૂ કરાશે, પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ સરકારને ઘેરશે

Read Full Story arrow_forward