CBSE New Chairman : લોખંડે પ્રશાંત સીતારામ CBSEના નવા ચેરમેન બન્યા, વરૂણ ભારદ્વાજની સચિવ તરીકે નિમણૂક
કેન્દ્ર સરકારે સિનિયર IAS અધિકારી પ્રશાંત સીતારામ લોખંડેની નિમણૂક કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ના નવા અધ્યક્ષ તરીકે કરી છે. સાથે જ વરુણ ભારદ્વાજને CBSEના નવા સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂકો કેન્દ્ર સરકારની કેબિનેટની નિમણૂક સમિતિ (ACC)ની મંજૂરી બાદ કરવામાં આવી છે. CBSEના અધ્યક્ષ રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરાઈ મંગળવારે જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ, પ્રશાંત સીતારામ લોખંડે હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં વધારાના સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ AGMUT કેડરના 2001 બેચના IAS અધિકારી છે. હવે તેઓ CBSEના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સરકારે CBSEના અધ્યક્ષ રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી કરી હતી. રાહુલ સિંહને હવે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં વધારાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. CBSE દેશની સૌથી મોટી શિક્ષણ બોર્ડ સંસ્થાઓમાંની એક નવી નિમણૂકો એવા સમયે કરવામાં આવી છે જ્યારે CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ અને પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયાને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જોકે સરકાર તરફથી આ નવી નિમણૂકોને નિયમિત વહીવટી પ્રક્રિયાનો ભાગ ગણાવવામાં આવી રહી છે. CBSE દેશની સૌથી મોટી શિક્ષણ બોર્ડ સંસ્થાઓમાંની એક છે અને તેના અધ્યક્ષ તથા સચિવની નિમણૂક શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે નવા અધ્યક્ષ પ્રશાંત લોખંડે અને સચિવ વરુણ ભારદ્વાજ પર બોર્ડની કામગીરીને વધુ અસરકારક બનાવવાની જવાબદારી રહેશે. આ પણ વાંચો : India Nepal Border Dispute : બાલેન શાહના નિવેદન પર ભારતે આપ્યો વળતો જવાબ, જાણો શું કહ્યું?
Read Full Story arrow_forward