android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News : ડ્રગ્સના કન્સાઈનમેન્ટને ટ્રેક કરવાનો મોટો ખેલ, ATSએ પકડેલા કોકેઈનમાંથી મળ્યા AirTags અને GPS ટ્રેકર્સ
calendar_today June 2, 2026

Gujarat News : ડ્રગ્સના કન્સાઈનમેન્ટને ટ્રેક કરવાનો મોટો ખેલ, ATSએ પકડેલા કોકેઈનમાંથી મળ્યા AirTags અને GPS ટ્રેકર્સ

કચ્છના મુંદ્રા બંદર પર વિદેશથી આવેલા એક જહાજમાં 118 કિલોથી વધુ કોકેઈનનો જથ્થો ઝડપાયો હતો. આ ડ્રગ્સને દિલ્હી પહોંચાડવાનું હતું. પાકિસ્તાન થઈને ગુજરાતના દરિયા કિનારે પહોંચાડવામાં આવેલા આ નશાના જથ્થાને ATS સહિત પોલીસે ઓપરેશન પાર પાડીને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ATS દ્વારા આ કન્સાઈમેન્ટ મેળવનારા બે આરોપીઓની દિલ્હીથી અટકાયત કરી લીધી હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કોકેઈનના કન્સાઈનમેન્ટમાંથી AirTags અને GPS ટ્રેકર્સ ઝડપાાયા હોવાની વિગતો પણ સામે આવી છે. ડેટાના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ ગુજરાત ATS દ્વારા જપ્ત કરવામાં આવેલા કરોડો રૂપિયાના કોકેઈન કેસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.તપાસ દરમિયાન કોકેનના કન્સાઇન્મેન્ટમાંથી અત્યાધુનિક ટ્રેકિંગ ડિવાઇસ મળી આવતા ડ્રગ્સ નેટવર્કની નવી મોડસ ઓપરેન્ડી ઉજાગર થઈ છે.ATSની કાર્યવાહી દરમિયાન કોકેઈનની ઇંટોમાંથી 4 એપલ એરટેગ્સ અને 2 ગાર્મિન જીપીએસ ટ્રેકર મળી આવ્યા છે.આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની કામગીરી અને તેમાં વપરાતી આધુનિક ટેક્નોલોજી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.ATS હવે આ ઉપકરણોના ડેટાના આધારે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. 4 Apple AirTags અને 2 Garmin GPS મળ્યા આ કેસમાં કોકેઈનના સેમ્પલિંગ અને જપ્તી પ્રક્રિયા દરમિયાન તપાસ કરનારા અધિકારીઓને કોકેઈનના પેકેટમાંથી 4 Apple AirTags અને 2 Garmin GPS ટ્રેકિંગ ડિવાઇસ હાથ લાગ્યા હતાં. તપાસ કરી રહેલી એજન્સીઓનું માનવું છે કે, આ ટ્રેકિંગ ડિવાઈઝનો ઉપયોગ ડ્રગ્સ સપ્લાયર્સના હેન્ડલર્સ દ્વારા થતો હોવાની શક્યતાઓ છે. આ ડ્રગ્સ કયા લોકેશન પરથી રવાના થયું અને કયા રૂટ પરથી ગુજરાતના મુંદ્રા બંદર પર પહોંચ્યું તેની સચોટ માહિતી મેળવી શકાય. હવે આ ડિવાઈસ દ્વારા ડ્રગ્સ નેટવર્કની સપ્લાય ચેઈન અને તેમાં સામેલ આરોપીઓની માહિતી મેળવવામાં તપાસ એજન્સીઓને મોટી મદદ મળશે. આ પણ વાંચોઃ Kutch News: દરિયાઈ સરહદે મરીન કમાન્ડોની ખાસ ડ્રાઇવ, શંકાસ્પદ બોટોનું સઘન ચેકિંગ હાથ ધરાયું

Read Full Story arrow_forward
Kishtwar Cloudburst: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં કુદરતનો પ્રકોપ, વાદળ ફાટતા પૂરનું સંકટ
calendar_today June 2, 2026

Kishtwar Cloudburst: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં કુદરતનો પ્રકોપ, વાદળ ફાટતા પૂરનું સંકટ

અધિકારીઓએ જણાવ્યુ છે કે, વાદળ ફાટવાના કારણે ત્રણથી ચાર રસ્તાઓને નુકસાન થયું છે. જન-જીવન ખોરવાયુ કિશ્તવાડના ડીસી પંકજ કુમારે જણાવ્યું હતું કે વાદળ ફાટવાના કારણે ત્રણથી ચાર રસ્તાઓને નુકસાન થયું છે. અત્યાર સુધી, ઘટનાના પરિણામે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. સમારકામનું કામ શરૂ થઈ ગયું છે અને લોકોને તળાવ વિસ્તારમાંથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે. જાનમાલનું નુકસાન નથી: જીતેન્દ્ર સિંહ ઘટના અંગે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, કિશ્તવાડ જિલ્લામાં બે વાદળ ફાટવાના અહેવાલ છે. પહેલી ઘટના સર્થલના ગહાન વિસ્તારમાં બની હતી. જ્યારે બીજી ઘટના માછીપાલથી બની હતી. ઘટનાસ્થળ પરથી મળેલા પ્રારંભિક અહેવાલો અનુસાર, બંને વિસ્તારમાં કોઈ જાનહાનિ, ઈજા કે મિલકતને નુકસાન થયાના અહેવાલ નથી. પોલીસે શુ આપી પ્રતિક્રિયા ? કિશ્તવાડના એડિશનલ ડેપ્યુટી કમિશનર, પવન કોટવાલે પુષ્ટિ આપી હતી કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે જિલ્લા રેડ ક્રોસ, પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે. રસ્તાઓ પર અવરોધ હોવાના અહેવાલો મળ્યા છે, જેના પગલે અસરગ્રસ્ત રસ્તાઓ સાફ કરવા અને શક્ય તેટલી વહેલી તકે ટ્રાફિક માટે ફરીથી ખોલવા માટે કર્મચારીઓ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે. આ પણ વાંચોઃ  શું સ્કીનને ગોરી કરવામાં સનસ્ક્રીનનો છે મહત્ત્વનો ફાળો?, જાણો સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસેથી

Read Full Story arrow_forward
2 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today June 2, 2026

2 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. Kutch News: ભચાઉમાં અઢી કરોડનું મસમોટું મીઠા કૌભાંડ ઝડપાયું, 15 શખ્સો સામે ગુનો દાખલ2. Surat News: બારડોલીમાં બે બસ અને એક ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત3. Ahmedabad News: પાલડી ચાર રસ્તા પાસે 55 વર્ષ જૂના ફ્લેટની ગેલેરી થઈ ધરાશાયી4. Ahmedabad News: શહેરમાં પહેલા જ વરસાદમાં પ્રિ મોન્સૂનના દાવાની પોલ ખુલી, જાણો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું?5. Vadodara news: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન6. Ahmedabad : લ્યો બોલો, હવે ભુવા નહીં, આખો રોડ જ ગરકાવ, રામોલમાં પહેલાં જ વરસાદમાં ખુલી ગઇ તંત્રની પોલ7. Weather Forecast: અંબાલાલ પટેલની તોફાની આગાહી, જૂન મહિનામાં આ 4 મોટી તારીખોએ ભૂકા કાઢશે મેઘરાજા8. West Bengal: બંગાળમાં 'શિંદે ફોર્મ્યુલા'નો ડર, મમતા બેનર્જીના ધરણા, બેઠકમાં 60 ધારાસભ્યો ગાયબ9. UPI Payment: દેશમાં UPI નો ડિજિટલ ડંકો, મેમાં ₹30 લાખ કરોડથી વધુની લેવડદેવડ થઇ10. ED Raids: દાઉદના રાઈટ હેન્ડ સલીમ ડોલા પર EDના દરોડા, ગુજરાત અને મુંબઈના 20 સ્થળ પર સર્ચ ઓપરેશન

Read Full Story arrow_forward