android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News LIVE : મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે દરોડા
calendar_today June 2, 2026

Gujarat Latest News LIVE : મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકસાથે દરોડા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 02JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Kutchના માંડવીમાં તંત્રનું મેગા ડિમોલિશન: શિરવા ગામે અસામાજિક તત્વોના બાંધકામો પર ચાલ્યું બુલડોઝર
calendar_today June 2, 2026

Kutchના માંડવીમાં તંત્રનું મેગા ડિમોલિશન: શિરવા ગામે અસામાજિક તત્વોના બાંધકામો પર ચાલ્યું બુલડોઝર

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના શિરવા ગામે વહીવટી તંત્ર અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા એક બહુ મોટી સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને બેઠેલા અસામાજિક તત્વો સામે તંત્રએ લાલ આંખ કરીને બુલડોઝર ફેરવી દીધું છે. આ મેગા ડિમોલિશન ડ્રાઇવ અંતર્ગત અંદાજે 1,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીનને દબાણમુક્ત કરાવવામાં તંત્રને મોટી સફળતા મળી છે.1000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાઈ શિરવા ગામમાં જે દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે, તે રીઢા ગુનેગારો અને અસામાજિક તત્વોના હતા. શરીર સંબંધી (જેમ કે મારામારી, હુમલો) અને મિલકત પચાવી પાડવાના ગુનાઓમાં સંડોવાયેલા કાદરશા સૈયદ અને અકબરશા સૈયદ નામના શખ્સોએ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામો ખડકી દીધા હતા. વહીવટી તંત્રએ આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે કડક વલણ અપનાવીને તેમના તમામ ગેરકાયદે આશરા તોડી પાડ્યા છે. તંત્ર દ્વારા 4 ગેરકાયદે કરાયેલા બાંધકામો તોડી પડાયા આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શિરવા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કાફલા સાથે પહોંચેલા મહેસૂલ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એક પછી એક 4 મોટા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ કડક અને સપાટો બોલાવતી કામગીરીથી પંથકના ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkotના જામકંડોરણા પંથકમાં વાતાવરણ પલટાયું: ચિત્રાવડ અને બરડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
calendar_today June 2, 2026

Rajkotના જામકંડોરણા પંથકમાં વાતાવરણ પલટાયું: ચિત્રાવડ અને બરડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના જામકંડોરણા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી. પંથકમાં પડેલા આ અણધાર્યા વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે.ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયુંજામકંડોરણા તાલુકાના ચિત્રાવડ અને બરડીયા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયથી ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોને આ વરસાદથી મોટી રાહત મળી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર એટલું સારું હતું કે જોતજોતામાં નદી-નાળામાં પાણી આવી ગયા હતા અને સીમના ખેતરોમાં પાણી વહેતા થયા હતા. અસહ્ય ગરમીમાંથી લોકોને મળી રાહતઆ કમોસમી વરસાદી માહોલને પગલે જામકંડોરણા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી છે. વાતાવરણ રોમાંચક અને આહલાદક બની જતાં સ્થાનિક લોકો અને ખાસ કરીને બાળકોએ વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો હતો. જોકે, સીમ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક પાકને લઈને ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward