Rudram 2નું ટેસ્ટિંગ રહ્યું સફળ, ચીન-પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ અને રડારને કરશે તબાહ
ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી બનાવતી એક મોટી સફળતા મળી છે. ભારતે સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી 'રુદ્રમ-2' એર-ટુ-ગ્રાઉન્ડ એન્ટી-રેડિએશન મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ દુશ્મનના રડાર, કોમ્યુનિકેશન સેન્ટર અને એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવીને નષ્ટ કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. DRDOની અનેક પ્રયોગશાળાઓએ આ પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે આ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન મિસાઈલે નિર્ધારિત લક્ષ્યને અત્યંત ચોકસાઈથી ભેદ્યું હતું. પરીક્ષણમાં મળેલા તમામ ડેટાએ મિશનની સંપૂર્ણ સફળતાની પુષ્ટિ કરી છે. રુદ્રમ-2 મિસાઈલનું વિકાસ કાર્ય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) દ્વારા કરવામાં આવ્યું છે. હૈદરાબાદ સ્થિત રિસર્ચ સેન્ટર ઈમારત સહિત DRDOની અનેક પ્રયોગશાળાઓએ આ પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઉપરાંત હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને અન્ય સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ પણ આ વિકાસ કાર્યમાં જોડાયેલી હતી. આ મિસાઈલ દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ માટે મોટો પડકાર બનશે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDO, ભારતીય વાયુસેના અને તમામ સહયોગી સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે. લગભગ 300 કિલોમીટર રેન્જ ધરાવતી રુદ્રમ-2 મિસાઈલ દુશ્મનના રડારમાંથી નીકળતા સંકેતોને ઓળખીને તેના પર હુમલો કરવા માટે બનાવવામાં આવી છે. આ હાઈપરસોનિક મિસાઈલ ઈલેક્ટ્રોમેગ્નેટિક પરિસ્થિતિઓમાં પણ અસરકારક રીતે કાર્ય કરી શકે છે અને દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ માટે મોટો પડકાર બની શકે છે. આ સફળ પરીક્ષણ સાથે ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતામાં વધુ એક મહત્વપૂર્ણ મજબૂતી ઉમેરેલી છે. આ પણ વાંચો : CBSE New Chairman : લોખંડે પ્રશાંત સીતારામ CBSEના નવા ચેરમેન બન્યા, વરૂણ ભારદ્વાજની સચિવ તરીકે નિમણૂક
Read Full Story arrow_forward