Gandhidham News: ભારતનગરમાં મહિલા સહિત 4 શખ્સોની ટોળકીએ દુકાનનું તાળું તોડ્યું
કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં તસ્કરોનો આતંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં મોડી રાત્રે એક દુકાનને નિશાન બનાવીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ચોરીના પ્રયાસમાં એક મહિલા સહિત કુલ 4 લોકોની આખી ટોળકી સામેલ હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટના દુકાન બહાર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.તાળું તોડી દૂકાનની અંદર ઘૂસવાનો કર્યો પ્રયાસ ભારતનગર ખાતે આવેલી એક બંધ દુકાન પર મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. શાતિર ચોરોએ આસપાસ નજર રાખીને દુકાનનું મુખ્ય તાળું તોડી નાખ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે સામાન્ય રીતે પુરુષો જ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા હોય છે, પરંતુ આ ટોળકીમાં એક મહિલા પણ સક્રિય રીતે સાથ આપતી જોવા મળી હતી. ચારેય શખ્સોએ ભેગા મળીને દુકાનની અંદર ઘૂસી કિંમતી સામાન અને રોકડ ચોરવાની કોશિશ કરી હતી. પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન જોકે આસપાસના કોઈ કારણોસર કે કોઈની અવરજવર થતાં જ આ ટોળકી ચોરીના ઇરાદામાં સફળ થાય તે પહેલાં જ ત્યાંથી ભાગી છૂટી હતી. સવારે જ્યારે દુકાન માલિક આવ્યા ત્યારે તાળા તૂટેલા જોઈને તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં મહિલા સહિત ચાર લોકોની હિલચાલ અને ચોરીનો પ્રયાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ પોતાના કબ્જામાં લઈને આ 'લેડીઝ સ્પેશિયલ' ચોર ટોળકીને ઝડપી પાડવા માટે જુદી-જુદી દિશામાં તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward