android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mumbaiથી ફરાર આતંકી અને દાઉદના સાગરિત હુફૈઝાની ATSએ કરી ધરપકડ
calendar_today June 2, 2026

Mumbaiથી ફરાર આતંકી અને દાઉદના સાગરિત હુફૈઝાની ATSએ કરી ધરપકડ

મહારાષ્ટ્ર એટીએસ (ATS) અને સ્પેશિયલ સેલની સંયુક્ત કાર્યવાહીમાં ફરાર આતંકી હુફૈઝાને મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રમાં તેના ઠેકાણાઓ પર સતત દરોડા પાડી રહી હતી.મુન્ના ઝિંગાડા અગાઉ પકડાયેલા આતંકીઓનો હેન્ડલર હતો મળતી માહિતી મુજબ હુફૈઝા પાકિસ્તાનમાં રહેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સહયોગી સૈયદ મુદસ્સર હુસૈન ઉર્ફે મુન્ના ઝિંગાડાના સંપર્કમાં હતો. તપાસ એજન્સીઓનું કહેવું છે કે મુન્ના ઝિંગાડા અગાઉ પકડાયેલા આતંકીઓનો હેન્ડલર હતો અને તે પાકિસ્તાનથી સમગ્ર નેટવર્કનું સંચાલન કરતો હતો. હુફૈઝાની ધરપકડને સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા હવે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, જેથી આતંકી નેટવર્ક, તેના સંપર્કો અને સંભવિત ષડયંત્ર અંગે મહત્વપૂર્ણ માહિતી મળી શકે. અધિકારીઓના જણાવ્યા મુજબ પૂછપરછના આધારે આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે. સુરક્ષા એજન્સીઓ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શંકાસ્પદોની શોધખોળમાં પણ લાગી છે. આ પણ વાંચો : Rudram 2નું ટેસ્ટિંગ રહ્યું સફળ, ચીન-પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમ અને રડારને કરશે તબાહ

Read Full Story arrow_forward
Sabarkanthaના વડાલીમાં તસ્કરો બંધ મકાનમાંથી લાખોના દાગીનાની ચોરીને થયા ફરાર
calendar_today June 2, 2026

Sabarkanthaના વડાલીમાં તસ્કરો બંધ મકાનમાંથી લાખોના દાગીનાની ચોરીને થયા ફરાર

સાબરકાંઠાના વડાલીમાં તસ્કરોએ ખાખી વર્દીનો ડર ભૂલીને પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. વડાલીની પ્રગતિનગર સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સ્થાનિકોમાં વડાલી પોલીસની ઢીલી કામગીરી અને રાત્રિ પેટ્રોલિંગના અભાવ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.લગ્નપ્રસંગની તક ઝડપી પાછળનો દરવાજો તોડ્યો પ્રગતિનગર સોસાયટીમાં રહેતો એક પરિવાર પોતાના સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી મકાન બંધ કરીને બહારગામ ગયો હતો. ઘર બંધ હોવાની પાકી રેકી કરીને તસ્કરોએ મોડી રાત્રે ત્રાટક્યા હતા. ચોરોએ પકડાઈ જવાના ડરથી મુખ્ય દરવાજાને બદલે મકાનનો પાછળનો દરવાજો અને નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તિજોરી તોડી 85 તોલા ચાંદી અને સોનું સાફ મકાનની અંદર ઘૂસેલા તસ્કરોએ મુખ્ય તિજોરીને નિશાન બનાવી હતી. તસ્કરો તિજોરીનું લોકર તોડી અંદર રાખેલા અંદાજે 85 તોલા ચાંદીના અને અડધા તોલા સોનાના કિંમતી દાગીના ચોરીને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વડાલી પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagar News: મહુવાના કંટાસર ગામે દીપડાનો આતંક; વાડીમાં રમતી 5 વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાધી!
calendar_today June 2, 2026

Bhavnagar News: મહુવાના કંટાસર ગામે દીપડાનો આતંક; વાડીમાં રમતી 5 વર્ષની માસૂમ બાળકીને ફાડી ખાધી!

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામમાંથી એક અત્યંત કાળજું કંપાવી દેનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. અહીં સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં રમી રહેલી એક 5 વર્ષની માસૂમ બાળકી પર હિંસક દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. દીપડો બાળકીને ઉઠાવીને સીમમાં ભાગી ગયો હતો અને તેને ફાડી ખાધી હતી. આ ગમખ્વાર ઘટનાને પગલે સમગ્ર પંથકના શ્રમિકો અને ગ્રામજનોમાં ભારે ભય અને શોકનો માહોલ વ્યાપી ગયો છે.વાડીમાં રમતી દિવ્યાને દીપડો ઉઠાવી ગયો કંટાસર ગામની સીમમાં આવેલી વાડીમાં શ્રમિક પરિવારની 5 વર્ષની માસૂમ દીકરી દિવ્યા ગોહિલ અન્ય બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન અચાનક નજીકની ઝાડીઓમાંથી ધસી આવેલા એક માનવભક્ષી દીપડાએ દિવ્યા પર હુમલો કરી દીધો હતો અને તેને મોઢામાં દબાવીને અંધારા તરફ ભાગી છૂટ્યો હતો. બાળકીની ચીસાચીસ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને હથિયારો સાથે સીમમાં શોધખોળ આદરી હતી. ભારે શોધખોળ બાદ નજીકના વગડામાંથી માસૂમ દિવ્યાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દીપડાને પકડવા વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા માસૂમ બાળકીના શિકારની આ ઘટનાથી સ્થાનિક લોકોમાં વન વિભાગ સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ તાત્કાલિક કંટાસર ગામે દોડી આવી હતી. વન વિભાગે ઘટનાની ગંભીરતાને જોઈને આ માનવભક્ષી દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે ગામની સીમમાં અલગ-અલગ જગ્યાએ પાંજરા ગોઠવી દીધા છે. સાથોસાથ દીપડાના લોકેશનને ટ્રેક કરવા માટે વનકર્મીઓ દ્વારા ખાસ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેથી અન્ય કોઈ વ્યક્તિ કે બાળક તેનો ભોગ ન બને. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward