Morbi સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક
સિરામિક હબ મોરબીના સાતત્યપૂર્ણ (Sustainable) ઔદ્યોગિક વિકાસ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને પર્યાવરણીય બાબતોના સુદ્રઢ સમન્વય માટે વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણ માળીના અધ્યક્ષસ્થાને તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.ક્કસ એક્શન પ્લાન ઘડવા અધિકારીઓને સ્થળ પર જ સૂચના અધ્યક્ષસ્થાનેથી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, "અમારો સ્પષ્ટ અભિગમ છે કે કોઈપણ અરજદારની રજૂઆત કે ફાઈલનો માત્ર કાગળ પર 'નિકાલ' કરવાને બદલે તેનો વાસ્તવિક 'ઉકેલ' આવવો જોઈએ." તેમણે ઉદ્યોગોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે PGVCL દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા અને કારખાનાઓ તેમજ કામદારોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ચોક્કસ એક્શન પ્લાન ઘડવા અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી. વૈશ્વિક બજારમાં મોરબીનો દબદબો જાળવી રાખવા માટે સહિયારા પ્રયાસોની હિમાયત કરતા મંત્રીએ ઉમેર્યું કે, આજના સમયમાં ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસ (Sustainable Development) અનિવાર્ય છે. આપણા ઉદ્યોગોના કારણે જેટલું કાર્બન ઉત્સર્જન (Carbon Emission) થતું હોય, તેને સંતુલિત કરવા માટે ઉદ્યોગકારોએ તેટલા જ પ્રમાણમાં વ્યાપક વૃક્ષારોપણ કરવું જોઈએ. વૈશ્વિક સ્તરે રો-મટીરિયલ અને ટેકનોલોજીની બાબતમાં અન્ય દેશો પર નિર્ભર રહેવાના બદલે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી મોરબીનો આ ઉદ્યોગ 'આત્મનિર્ભર' બને તે દિશામાં સંશોધનો હાથ ધરે તે જરૂરી છે. સિરામિક ઉદ્યોગના તમામ વાજબી પ્રશ્નોના નિવારણ માટે સરકાર હંમેશા તત્પર છે. ઉદ્યોગકારોને વૃક્ષારોપણ કરવામાં માટે અનુરોધ ઉદ્યોગોની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મંત્રી કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબીના ઉદ્યોગકારોની સુવિધા માટે ઈન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન કાર્યરત કરવાના સઘન પ્રયાસો વહીવટી સ્તરે ચાલી રહ્યા છે. હળવદ અને માળિયા પંથકમાં મીઠા ઉદ્યોગની સુવિધા માટે ક્લસ્ટર મુજબ વિગતવાર દરખાસ્ત તૈયાર કરી રસ્તાઓનું મજબૂત નિર્માણ થાય તેવું સુદ્રઢ આયોજન કરવા તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં, તેમણે પર્યાવરણીય સમતુલા માટે સિરામિક ઝોનમાં આવેલા તમામ આંતરિક રસ્તાઓની બંને બાજુએ આગામી ચોમાસા પૂર્વે જ ઉદ્યોગકારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. એસોસિએશન દ્વારા નડતા પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ બેઠક દરમિયાન સિરામિક એસોસિએશન દ્વારા ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા અને કામદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા, ગેસની કિંમતો પરના વેટ (VAT) માં રાહત આપવા, પાવર કટના કારણે પ્રોડક્શનમાં થતા વિક્ષેપને રોકવા PGVCLનું અલગ ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન મંજૂર કરવા તેમજ વૈશ્વિક નિકાસ (Export) ને નડતા પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત, સિરામિક ઝોનના રસ્તાઓ વહેલી તકે પૂર્ણ કરવા, મોરબી-હળવદ અને મોરબી-જેતપર અણીયારી રોડના બિસ્માર માળખાની મરામત કરવા તેમજ હળવદ અને માળિયા અગર વિસ્તારના અગરિયાઓ માટે પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા બાબતે મંત્રીશ્રીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ પણ વાંચો : Rajkot News: ગોકુલ કંપનીના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી
Read Full Story arrow_forward