android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Haridwarમાં શ્રદ્ધાળુઓની બસ પલટી, 1 મહિલાનું મોત, 38 લોકો ઘાયલ
calendar_today June 1, 2026

Haridwarમાં શ્રદ્ધાળુઓની બસ પલટી, 1 મહિલાનું મોત, 38 લોકો ઘાયલ

હરિદ્વારમાં સોમવારે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો. સપ્તઋષિ વિસ્તાર પાસે એક ડમ્પરે શ્રદ્ધાળુઓથી ભરેલી બસને ટક્કર મારતા બસ બેકાબૂ બનીને પલટી ગઈ. આ દુર્ઘટનામાં રાજસ્થાનની એક મહિલા શ્રદ્ધાળુનું મોત થયું છે, જ્યારે 38 અન્ય યાત્રીઓ ઘાયલ થયા છે.પોલીસના જણાવ્યા મુજબ બસમાં કુલ 45 યાત્રીઓ સવાર હતા અને તમામ રાજસ્થાનના નાગૌર જિલ્લાના રહેવાસી હતા. શ્રદ્ધાળુઓ પૂર્ણિમા સ્નાન માટે હરિદ્વાર આવ્યા હતા અને દર્શન તથા સ્નાન પૂર્ણ કર્યા બાદ પોતાના વતન પરત ફરી રહ્યા હતા. સવારે આશરે 7:15 વાગ્યે સપ્તઋષિ વિસ્તારમાં એક ઢાબા નજીક આ અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની ટક્કર બાદ બસ પલટી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ તેજ ગતિએ આવી રહેલા ડમ્પરે બસને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બસ ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને બસ રસ્તાની બાજુમાં પલટી ગઈ. અકસ્માત બાદ બસમાં ચીસો અને હોબાળો મચી ગયો હતો. ઘણા મુસાફરો બસની અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. સ્થાનિક લોકોએ પણ રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. બસમાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢીને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 30 મહિલાઓ સહિત 38 લોકો ઘાયલ હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા 38 મુસાફરોને જિલ્લા મેળા હોસ્પિટલ અને મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં 30 મહિલાઓ, 6 પુરુષો અને 2 બાળકીનો સમાવેશ થાય છે. તમામની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલની મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે તેમજ જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માત બાદ તમામ ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી. હોસ્પિટલોમાં વધારાની ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે જેથી સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે. અકસ્માતના કારણોની તપાસ શરૂ પોલીસે અકસ્માતગ્રસ્ત બસ અને ડમ્પર બંનેને કબ્જામાં લઈ લીધા છે. હાલ અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ ડમ્પરની બેદરકારી અને વધુ ઝડપ અકસ્માતનું કારણ હોઈ શકે છે.આ પણ વાંચો : NEET Exam : કોમ્પ્યુટર આધારિત સિસ્ટમ પર પરીક્ષા લેવાની અરજી પર સુપ્રીમ કોર્ટનું કડક વલણ, તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઈનકાર

Read Full Story arrow_forward
Monsoon 2026: ક્યારે બેસશે ચોમાસુ? IMDએ આપ્યા ગૂડ ન્યૂઝ
calendar_today June 1, 2026

Monsoon 2026: ક્યારે બેસશે ચોમાસુ? IMDએ આપ્યા ગૂડ ન્યૂઝ

દેશમાં ચોમાસાના આગમનને લઈને IMDનું અપડેટ આવ્યુ છે. આઇએમડીના જણાવ્યાનુસારઆગામી 2થી 3 દિવસમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. IMDએ હવામાનને લઇને નવી માહિતી જાહેર કરી છે. આઇએમડીએ કહ્યું કે ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું અનુમાન છે. ચોમાસાના આગમનથી ગરમીમાં રાહતની શક્યતા છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News live:    વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029 ગુજરાતમાં યોજાશે, 70 જેટલા દેશોના ખેલાડીઓ ભાગ લેશે
calendar_today June 1, 2026

Gujarat Latest News live: વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029 ગુજરાતમાં યોજાશે, 70 જેટલા દેશોના ખેલાડીઓ ભાગ લેશે

 ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward