Junagadh : ગાંગેચામાં વીજ ચેકિંગ દરમિયાન બબાલ, PGVCLના ડ્રાઈવર પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
પીજીવીસીએલની ટીમ પર હુમલો થવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ગાંગેચા ગામમાં સત્તાવાર વીજ ચેકિંગની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ લાઈન સ્ટાફની ગાડીના ડ્રાઈવર પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં નજીકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.ત્રણ શખ્સોએ ઉશ્કેરાઇને હુમલો કર્યો મળતી માહિતી મુજબ, પીજીવીસીએલની ટીમ ગાંગેચા ગામમાં કનેક્શનો અને મીટર ચેક કરી રહી હતી. આ દરમિયાન સ્થાનિક શખ્સોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. મામલો એટલો બિચક્યો હતો કે, ઉશ્કેરાયેલા ત્રણ અજાણ્યા શખ્સો ધારદાર હથિયાર લઈને તૂટી પડ્યા હતા અને ડ્રાઈવરને નિશાન બનાવી માથામાં ગંભીર ઘા ઝીંકી દીધા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસ તપાસ શરુ સરકારી ફરજ પર રહેલા કર્મચારી પર હુમલો થતાં જ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનાને પગલે સરકારી કર્મચારીઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. માળિયા પોલીસે આ મામલે ફરજમાં રુકાવટ અને જાનથી મારી નાખવાના પ્રયાસ હેઠળ ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ત્રણેય હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો----- Surat : વસતી ગણતરીના પહેલા જ દિવસે ફિયાસ્કો, કીટ ન મળતા શિક્ષકો રોષે ભરાયા, સેન્ટર અલગ-અલગ જગ્યાએ ફાળવાતા વિરોધ
Read Full Story arrow_forward