Kutch News: ભુજોડી નજીક ભુજ-રાજકોટ એસટી વોલ્વો બસ અને ટ્રક વચ્ચે ટક્કર
કચ્છ જિલ્લામાં હાઈવે પર અકસ્માતોનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે આજે ભુજ નજીકથી એક ચિંતાજનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. કચ્છના પ્રખ્યાત પ્રવાસન ધામ ભુજોડી નજીક એક એસટી વોલ્વો બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત ભુજ-રાજકોટ રૂટની લક્ઝરી બસ સાથે સર્જાયો હતો. અકસ્માત એટલો સ્પીડમાં હતો કે, બંને વાહનોના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે.બંને વાહનોના ડ્રાઈવર ઈજાગ્રસ્ત મળતી માહિતી મુજબ, ભુજથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી નિગમની વોલ્વો બસ જ્યારે ભુજોડી હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક સામેથી આવતી એક ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એસટી બસના ચાલક અને ટ્રકના ડ્રાઈવર બંનેને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેથી મોટી જાનહાનિ ટળી છે. પોલીસે હાથ ધરી તપાસ અકસ્માતને પગલે હાઈવે પર સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્ત ડ્રાઈવરોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડીને ટ્રાફિક હળવો કર્યો હતો અને અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Kutch: ગજોડ ડેમમાં ફસાયેલા મગરોને બચાવાયા, ડેમના પાણીવાળા સુરક્ષિત ભાગમાં કરાયા મુક્ત
Read Full Story arrow_forward