android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News live:   ધોરણ 10-12ની પૂરક પરીક્ષા 11 જૂનથી 20 જૂન વચ્ચે યોજાશે, 3થી 20 જૂન સુધી પરીક્ષાની જાણકારી મેળવાશે
calendar_today June 1, 2026

Gujarat Latest News live: ધોરણ 10-12ની પૂરક પરીક્ષા 11 જૂનથી 20 જૂન વચ્ચે યોજાશે, 3થી 20 જૂન સુધી પરીક્ષાની જાણકારી મેળવાશે

 ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 01 JUNE ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Tiffani Trump Jamnagar Visit: અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રી પતિ સાથે જામનગર પહોંચ્યા, અંબાણી પરિવારના મહેમાન બની 'વનતારા' નિહાળશે
calendar_today June 1, 2026

Tiffani Trump Jamnagar Visit: અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રી પતિ સાથે જામનગર પહોંચ્યા, અંબાણી પરિવારના મહેમાન બની 'વનતારા' નિહાળશે

ગુજરાતના જામનગરમાં આજે એક હાઈપ્રોફાઈલ મહેમાનનું આગમન થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રી ટિફની ટ્રમ્પ પોતાના ભારતના ખાનગી પ્રવાસ અંતર્ગત આજે સોમવારે જામનગર આવી પહોંચ્યા છે. ટિફની ટ્રમ્પની સાથે તેમના પતિ માઈકલ બુલોસ અને કેટલાક નજીકના મિત્રો પણ આ પ્રવાસમાં જોડાયા છે. જામનગરમાં તેઓ અંબાણી પરિવારના ખાસ મહેમાન બન્યા છે, અને રિલાયન્સના પ્રખ્યાત એનિમલ રેસ્ક્યૂ અને રિહેબિલિટેશન સેન્ટર 'વનતારા'ની મુલાકાત લેશે.ચાર્ટર્ડ પ્લેન દ્વારા જામનગર એરપોર્ટ પર આગમન ટિફની ટ્રમ્પ અને તેમનો સ્ટાફ ખાસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા સોમવારે બપોરે અંદાજે 11:15 કલાકે જામનગર એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. જામનગર એરપોર્ટ પર તેમનું પરંપરાગત અને ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેઓ એરપોર્ટથી સીધા વનતારા તરફ રવાના થયા હતા. 50થી વધુ કારનો કાફલો અને કડક સુરક્ષા અમેરિકાના રાષ્ટ્રપતિના પુત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગર એરપોર્ટ પર અભેદ્ય કિલ્લા જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બુલોસને રિસીવ કરવા માટે પોલીસ, રિલાયન્સ સિક્યોરિટી અને અન્ય એજન્સીઓની 50થી વધુ મોંઘીદાટ કારનો મોટો કાફલો એરપોર્ટ પર તૈનાત હતો. આ હાઈ-સિક્યોરિટી કોન્વોય તેમને લઈને વનતારા જવા રવાના થયો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભારતના વિવિધ પ્રવાસી સ્થળોની લીધી મુલાકાતટિફની ટ્રમ્પ હાલ ભારતના ખાનગી પ્રવાસે છે. જામનગર પહોંચતા પહેલા તેઓ ભારતના અન્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે. જેમાં નવી દિલ્હીના ભવ્ય અક્ષરધામ મંદિર, આગ્રાના વિશ્વપ્રસિદ્ધ તાજમહેલ અને રાજસ્થાનના સોનેરી શહેર જૈસલમેરના પ્રખ્યાત 'સોનાર કિલ્લા'નો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિ અને સ્થાપત્ય કલા નિહાળ્યા બાદ હવે તેઓ જામનગરમાં અંબાણી પરિવારના વનતારા પ્રોજેક્ટમાં વન્યજીવોના સંરક્ષણની કામગીરી નિહાળશે. ટિફની ટ્રમ્પે શેર કર્યા ભારત પ્રવાસના ફોટોસ ટિફની ટ્રમ્પે તાજમહેલની મુલાકાત કરી હતી. આ યાદગાર પળોની તસવીરો એક્સ પર શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, તાજમહેલની એક અદ્ભુત મુલાકાત. એક અદ્દભૂત સ્વપ્ન સાકાર થયું. આ પણ વાંચો - Jamnagar: મહિલા પોલીસ મથક પર પીપળાનું મોટું ઝાડ પડતા નુકસાન, બોલેરો દબાઈ ગઈ

Read Full Story arrow_forward
Gandhinagar: સાંતેજ પોલીસ મથકના જવાનનું અકસ્માતમાં મોત, દિલ્હીથી પરત ફરતી વખતે રાજસ્થાનમાં સર્જાયો અકસ્માત
calendar_today June 1, 2026

Gandhinagar: સાંતેજ પોલીસ મથકના જવાનનું અકસ્માતમાં મોત, દિલ્હીથી પરત ફરતી વખતે રાજસ્થાનમાં સર્જાયો અકસ્માત

ઓન-ડ્યુટી તપાસમાં ગયેલા પોલીસ જવાનો પર કાળે ત્રાપ મારી હોવાની કરુણ ઘટનાથી સમગ્ર ગાંધીનગર પોલીસ વિભાગ સ્તબ્ધ થઈ ગયો છે. મળતી સત્તાવાર વિગતો અનુસાર, કલોલના સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ જવાનો વિનોદસિંહ અને બિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાઓલ એક કેસના સિલસિલામાં તપાસ માટે ખાનગી વાહન ભાડે કરીને દેશની રાજધાની દિલ્હી ગયા હતા. દિલ્હી ખાતે પોતાની સઘન તપાસની કામગીરી પૂર્ણ કરીને બંને જવાનો તે જ વાહનમાં ગુજરાત પરત આવી રહ્યા હતા.બ્યાવર પાસે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો કાળો કેરઆ બંને જવાનોની ગાડી જ્યારે રાજસ્થાનના બ્યાવર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અથવા કોઈ તકનીકી ખામીના કારણે વાહન હાઇવે પર ભયાનક રીતે પલટી ખાઈ ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીના કુરચે-કુરચા ઉડી ગયા હતા. આ દુર્ઘટનામાં સાંતેજ પોલીસના પરાક્રમી જવાન બિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાઓલને માથાના તેમજ શરીરના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ અત્યંત દુખદ મોત નીપજ્યું હતું.પોલીસ ટીમ રાજસ્થાન દોડી ગઈબીજી તરફ, તેમની સાથે મુસાફરી કરી રહેલા સાથી પોલીસ જવાન વિનોદસિંહને પણ નાની-મોટી અનેક ગંભીર ઇજાઓ થતાં સ્થાનિક હાઇવે ઓથોરિટી દ્વારા તેમને તાત્કાલિક નજીકની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ ગાંધીનગર અને સાંતેજ પોલીસ મથકે થતાં જ સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો અને શોક વ્યાપી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓના આદેશથી સાંતેજ પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક અસરથી રાજસ્થાનના બ્યાવર ખાતે દોડી ગઈ છે. હાલમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને શહીદ પોલીસ જવાન બિરેન્દ્રસિંહના પાર્થિવ દેહને તેમના વતન ગુજરાત લાવવા માટેની પ્રોસિજર હાથ ધરવામાં આવી છે. ફરજ દરમિયાન જવાનના આવા અકાળે અવસાનથી પરિવાર સહિત સ્થાનિક પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.આ પણ વાંચો: Gandhinagar: વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ-1 ઓફિસર એ.બી. ચૌધરી 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

Read Full Story arrow_forward