android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, અત્યાર સુધીમાં 2289 કરોડના ફ્રોડનો પર્દાફાશ
calendar_today June 1, 2026

Gandhinagar News : સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, અત્યાર સુધીમાં 2289 કરોડના ફ્રોડનો પર્દાફાશ

સાયબર ક્રાઇમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી છે. આ વ્યાપક કામગીરીના ભાગરૂપે એક વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું.ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શું છે મ્યૂલ અકાઉન્ટ ? મ્યૂલ એકાઉન્ટ એવા બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાં મેળવવા, ટ્રાન્સફર કરવા અને લૉન્ડરિંગ કરવા માટે કરે છે.જે વ્યક્તિ આ એકાઉન્ટ ધરાવે છે તેને મની મ્યૂલ તરીકે ઓળખવામાં આવે છે.આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દે છે.ગુજરાત પોલીસે આવા મ્યૂલ અકાઉન્ટની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન ચલાવ્યું છે.મ્યૂલ અકાઉન્ટ જાણીજોઈને અથવા અજાણતા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 વર્ષ 2025માં ગુજરાત પોલીસ અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ચલાવવામાં આવ્યું હતું.આ ઓપરેશનમાં તમામ પોલીસ કમિશ્નર,રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર્સ અને સાયબર પોલીસ સ્ટેશનોને જોડવામાં આવ્યા હતા.આ ઓપરેશનનું દૈનિક મોનિટરિંગ કરીને પ્રોગ્રેસ રિપોર્ટ વડી કચેરીએથી લેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની ટીમે ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈન દ્વારા મળેલા ડેટાને સંકલિત કર્યો હતો.તમામ બેન્કોને રિયલ ટાઇમ ડેટા શેરિંગ માટે સૂચનાઓ આપીને યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું. મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરશે મ્યૂલ અકાઉન્ટ સામેની આ કામગીરીને વધુ કાર્યક્ષમ અને પ્રોએક્ટિવ બનાવવાના હેતુથી,રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના દિશાનિદર્શન અંતર્ગત ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગથી રિસ્ક સ્કૉરિંગ પ્રણાલી અમલમાં મુકવામાં આવી રહી છે.આ પ્રણાલી અંતર્ગત દરેક ટ્રાન્ઝેક્શનને લૉ રિસ્ક, મીડિયમ રિસ્ક અને હાઈ રિસ્ક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે જેથી શંકાસ્પદ અકાઉન્ટની ઓળખ કરી શકાય.આ સ્કોરના આધારે વિવિધ બેન્કો જરૂરી કાર્યવાહી કરી શકે છે.IDPICને તેના માટે નોડલ એજન્સી તરીકે જવાબદારી આપવામાં આવી છે. શંકાસ્પદ અકાઉન્ટ અંગેની માહિતી વિવિધ બેન્કો વચ્ચે શેર કરવા માટે mulehunter.ai નામની રજીસ્ટ્રી પણ બનાવવામાં આવી છે. આ પણ વાંચોઃ Rajkot : ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલાં ભારે ગરમાવો: બાબાને પડકાર ફેંકનાર એડવોકેટને મળી ધમકી

Read Full Story arrow_forward
Gandhinagar: ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે GSEB દ્વારા પૂરક પરીક્ષાની તારીખો જાહેર
calendar_today June 1, 2026

Gandhinagar: ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે GSEB દ્વારા પૂરક પરીક્ષાની તારીખો જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10 અને 12 ની મુખ્ય પરીક્ષાના પરિણામો બાદ હવે પૂરક પરીક્ષાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થવામાં સહેજ માટે રહી ગયા છે, તેમનું આખું વર્ષ ન બગડે તે માટે બોર્ડ દ્વારા આગામી 11 જૂનથી 20 જૂનની વચ્ચે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓની સહાય માટે હેલ્પલાઇન શરૂપરીક્ષાની તારીખો નજીક આવતા વિદ્યાર્થીઓમાં આયોજન, હોલ ટિકિટ અને પરીક્ષા કેન્દ્રોને લઈને અનેક પ્રકારના પ્રશ્નો અને માનસિક તણાવ જોવા મળતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 3 જૂનથી જ એક વિશેષ હેલ્પલાઇન સેવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ કે વાલીઓ કોઈ પણ મૂંઝવણ માટે બોર્ડના સત્તાવાર નંબર 1800 233 5500 પર સંપર્ક કરી શકશે. આ હેલ્પલાઇન 3 જૂનથી શરૂ થઈને પરીક્ષાના અંતિમ દિવસ એટલે કે 20 જૂન સુધી સતત કાર્યરત રહેશે.નિયત સમયમાં જ કરી શકાશે સંપર્કશિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, આ હેલ્પલાઇન પર વિદ્યાર્થીઓ સવારે 11:00 વાગ્યાથી લઈને સાંજના 06:00 વાગ્યા સુધી ફોન કરીને નિષ્ણાતો પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે. હેલ્પલાઇન પર અનુભવી શિક્ષકો અને કાઉન્સિલર્સ હાજર રહેશે, જેઓ વિદ્યાર્થીઓને વિષયની તૈયારી કેવી રીતે કરવી, પરીક્ષા દરમિયાન સમયનું સંચાલન કેવી રીતે કરવું અને માનસિક તણાવમાંથી કેવી રીતે મુક્ત રહેવું તે અંગે યોગ્ય કાઉન્સિલિંગ પૂરું પાડશે. બોર્ડ દ્વારા તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને સમયસર ફોર્મ ભરીને આ પૂરક પરીક્ષાનો લાભ લેવા અને વર્ષ બચાવવા અપીલ કરવામાં આવી છે.આ પણ વાંચો: Gandhinagar: સાંતેજ પોલીસ મથકના જવાનનું અકસ્માતમાં મોત, દિલ્હીથી પરત ફરતી વખતે રાજસ્થાનમાં સર્જાયો અકસ્માત

Read Full Story arrow_forward
Surendranagar : હડકાયા શ્વાનનો કહેર, રાત્રિના સમયે મુજપર ગામ 4 માસૂમ બાળકો સહિત અનેક લોકોને બચકાં ભર્યા
calendar_today June 1, 2026

Surendranagar : હડકાયા શ્વાનનો કહેર, રાત્રિના સમયે મુજપર ગામ 4 માસૂમ બાળકો સહિત અનેક લોકોને બચકાં ભર્યા

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને હડકાયા શ્વાનનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જિલ્લાના મુજપર ગામમાં ગત રાત્રિના સમયે એક હડકાયા શ્વાને અચાનક આતંક મચાવતા ગામના નિર્દોષ નાગરિકો પર હુમલા કર્યા હતા. આ પાગલ બનેલા શ્વાને રસ્તા પરથી પસાર થતા ૪ થી ૫ લોકોને શરીરના ભાગે ગંભીર બચકા ભરી લીધા હતા, જેના કારણે સમગ્ર ગામમાં અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.શ્વાને બાળકો પર હુમલો કર્યો મળતી માહિતી મુજબ, હડકાયા શ્વાનનો શિકાર બનેલા લોકોમાં 4 માસૂમ બાળકો પણ સામેલ છે. શ્વાને બાળકો પર હુમલો કરતા તેમના રડવાનો અને ચીસાચીસનો અવાજ સાંભળી આજુબાજુના ગ્રામજનો લાકડીઓ લઈને દોડી આવ્યા હતા. બાળકોને હોસ્પિટલ ખસેડાયા આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા તમામ બાળકો અને અન્ય લોકોને તાત્કાલિક અસરથી 108 મારફતે સુરેન્દ્રનગરની મુખ્ય મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમને હડકવા વિરોધી ઈન્જેક્શન અને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.  લોકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ રાત્રિના અંધકારમાં બનેલી આ ઘટનાને પગલે મુજપર ગામના લોકોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. શ્વાન હજુ પણ ગામની આસપાસ જ રખડતો હોવાથી ગ્રામજનો દ્વારા રાત્રે ઘરની બહાર ન નીકળવા તેમજ બાળકોને એકલા ન મૂકવા માટે સાવચેતી રાખવાની ખાસ અપીલ કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ રખડતા શ્વાન પકડવાની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે આજે નિર્દોષ બાળકો ભોગ બન્યા છે.આ પણ વાંચો-----      Surat : વસતી ગણતરીના પહેલા જ દિવસે ફિયાસ્કો, કીટ ન મળતા શિક્ષકો રોષે ભરાયા, સેન્ટર અલગ-અલગ જગ્યાએ ફાળવાતા વિરોધ

Read Full Story arrow_forward