android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat weather News:  આગામી 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
calendar_today June 1, 2026

Gujarat weather News: આગામી 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.વાતાવરણમાં પલટો આવવાને કારણે ગરમીમાં રાહત મળવાના સંકેત છે.હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે.વીજળીના કડાકા ભડાકા સાથે આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે વરસાદની 3 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. વરસાદની સાથે સાથે 50 થી 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. પવનની ગતિ 40થી 50 કિ.મી રહેવાની શક્યતાઓ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, આગામી પાંચ દિવસ હળવો વરસાદ શક્ય છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ થઈ શકે છે. પવનની ગતિ 40થી 50 કિ.મી રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ તાપમાન સ્થિર રહેવાની શક્યતાઓ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ તાપમાન સ્થિર રહેવાની શક્યતાઓ છે. ત્યાર બાદ ગરમીમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ અને વડોદરા ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ પણ વાંચોઃ Gandhinagar : સરકારી કર્મચારીઓ સાવધાન!, ખાતાકીય તપાસમાં વિલંબ કરનાર અધિકારીઓની જવાબદારી થશે ફિક્સ

Read Full Story arrow_forward
Ahmedabad : વટવામાં અંગત અદાવતમાં જાહેર રોડ પર યુવક પર લાકડીઓ વડે જીવલેણ હુમલો
calendar_today June 1, 2026

Ahmedabad : વટવામાં અંગત અદાવતમાં જાહેર રોડ પર યુવક પર લાકડીઓ વડે જીવલેણ હુમલો

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વટવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વટવા વિસ્તારમાં જૂની અને અંગત અદાવતનો બદલો લેવા માટે જાહેર રોડ પર એક યુવક પર લાકડીઓ વડે નિર્દયાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કંપારી છૂટી જાય તેવી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોઈને વટવા પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.ઘટના પાછળ જૂની અદાવત જવાબદારપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મારામારીની ઘટના પાછળ જૂની અદાવત જવાબદાર છે. વટવાના મુખ્ય માર્ગ પરથી જ્યારે ફરિયાદી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આરોપીઓ હાથમાં લાકડીઓ અને ઘાતક હથિયારો લઈને તેના પર તૂટી પડ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપીઓ ફરિયાદીને રસ્તા પર પાડીને બેરહેમીથી ફટકારી રહ્યા છે અને આસપાસના લોકો ભયના માર્યા ભાગી રહ્યા છે.  બંને પક્ષો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ કેસમાં સૌથી મોટો વળાંક એ છે કે હુમલો કરનાર આરોપીઓ અને ભોગ બનનાર ફરિયાદી, બંને પક્ષો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બંને સામે અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે. ભરબજારે થયેલા આ આતંકના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વટવા પોલીસે ગુનો નોંધી પકડાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ ગેંગવોર જેવી સ્થિતિ પાછળ અન્ય કયા સાગરીતો સામેલ છે તેની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો-----     Surat : વસતી ગણતરીના પહેલા જ દિવસે ફિયાસ્કો, કીટ ન મળતા શિક્ષકો રોષે ભરાયા, સેન્ટર અલગ-અલગ જગ્યાએ ફાળવાતા વિરોધ

Read Full Story arrow_forward
NPPA એ Medicinesના નક્કી કર્યા નવા ભાવ, હૃદયરોગ સહિત જાણો કઈ બીમારીઓની દવાઓ થઈ સસ્તી
calendar_today June 1, 2026

NPPA એ Medicinesના નક્કી કર્યા નવા ભાવ, હૃદયરોગ સહિત જાણો કઈ બીમારીઓની દવાઓ થઈ સસ્તી

સામાન્ય જનતા માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ વિટામિન D-3, ડાયાબિટીસ વિરોધી, હૃદય રોગ અને અંગ પ્રત્યારોપણ (ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ) જેવી ગંભીર બીમારીઓમાં વપરાતી 30 આવશ્યક દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા છે. રસાયણો અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, આ કિંમતો 'ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) 2013' ની જોગવાઈઓ હેઠળ નક્કી કરવામાં આવી છે. આ નવો આદેશ સંબંધિત તમામ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન અને માર્કેટિંગ કંપનીઓને લાગુ પડશે. નોંધનીય છે કે આ નિર્ધારિત ભાવોમાં GST સામેલ નથી, તે અલગથી ઉમેરી શકાશે.જાણો કઈ બીમારીની દવાઓ કેટલી સસ્તી થઈહાડકાં અને વિટામિન ની દવાઓ: વિટામિન D3 ઓરલ સોલ્યુશન (કોલેકેલ્સિફેરોલ 60,000 IU નેનો ડ્રોપલેટ્સ) ની કિંમત ₹૧૪.૯૧ નક્કી થઈ છે. હાડકાના રોગો, વિટામિનની ઉણપ અને ન્યુરોલોજીકલ સમસ્યાઓ માટે વપરાતા કેલ્શિયમ, વિટામિન D3, મિથાઈલકોબાલામિન, L-મિથાઈલ ફોલેટ કેલ્શિયમ અને પાયરિડોક્સિન HCl ના ફોર્મ્યુલેશનના ભાવ પણ નિયંત્રિત કરાયા છે.લિપિડ અને એલર્જીની દવાઓ: લિપિડ મેનેજમેન્ટ માટે વપરાતી 'એટોર્વાસ્ટેટિન અને ફેનોફાઇબ્રેટ' ની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹૧૮.૪૬ નક્કી કરાઈ છે. એલર્જીની સારવાર માટે ઉપયોગમાં લેવાતી 'બિલાસ્ટિન અને મોન્ટેલુકાસ્ટ' ની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹૨૧.૨૨ રહેશે.હૃદય રોગ અને ગંભીર બીમારીઓની દવાઓ : હાઈપરટેન્શન અને હૃદય રોગની સારવાર માટે વપરાતી 'બાયસોપ્રોલ ફ્યુમેરેટ અને એમલોડિપિન' ની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹૯.૪૦ નક્કી થઈ છે. અંગ પ્રત્યારોપણ (Organ Transplant) ના દર્દીઓ માટે જરૂરી 'ટેકરોલિમોન પ્રોલોંગેડ રિલીઝ કેપ્સ્યુલ' ની 3 મિલિગ્રામની કિંમત ₹૧૨૭ રહેશે.ડાયાબિટીસના દર્દીઓ માટે રાહત: 'એમ્પાગ્લિફ્લોઝિન, સિટાગ્લિપ્ટિન અને મેટફોર્મિન એક્સટેન્ડેડ-રિલીઝ' ની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹૧૪.৮૮ નક્કી થઈ છે. અન્ય જરૂરી કોમ્બિનેશન જેમ કે 'સિટાગ્લિપ્ટિન, ગ્લિમેપીરાઇડ અને મેટફોર્મિન' ની કિંમત પ્રતિ ટેબ્લેટ ₹૧૧.૯૧ રાખવામાં આવી છે.કંપનીઓએ નવી કિંમતો સિસ્ટમ પર અપલોડ કરવી પડશેNPPA ના જણાવ્યા અનુસાર, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ આ સ્થાપિત કિંમતોના આધારે જ પોતાના સમગ્ર પેકેજની કિંમત નક્કી કરવાની રહેશે. કંપનીઓએ આ નવી કિંમતો 'ફોર્મ 4' માં ઈન્ટિગ્રેટેડ ફાર્માસ્યુટિકલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ (IPDMS) પર અપલોડ કરવી ફરજિયાત રહેશે.મેડિકલ સ્ટોર્સ પર નવું પ્રાઇસ લિસ્ટ લગાવવું પડશેનવા આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે તમામ છૂટક (Retail) અને જથ્થાબંધ (Wholesale) દવા વિક્રેતાઓએ પોતાના સ્ટોર્સ પર આ દવાઓની નવી કિંમતો પ્રદર્શિત કરવી પડશે. જો કોઈ પણ દુકાનદાર નિર્ધારિત કિંમત કરતાં વધુ રકમ વસૂલશે, તો તેણે વ્યાજ સાથે વધારાની રકમ પરત કરવી પડશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.આ પણ વાંચો: CBSE 12th પુનઃમૂલ્યાંકન પોર્ટલ ઠપ, વેબસાઇટ હજી પણ મેન્ટેનન્સ મોડમાં

Read Full Story arrow_forward