Himachal Municipal Corporation Election Result: મંડી, સોલન અને ધર્મશાળામાં BJPની જીત, કોંગ્રેસને ઝટકો
હિમાચલ પ્રદેશની ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન (મહાનગરપાલિકા)ની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષને ભારે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભારતીય જનતા પક્ષ (BJP) એ શાનદાર પ્રદર્શન કરતા ચારમાંથી ત્રણ બેઠકો — ધર્મશાલા, મંડી અને સોલન પર ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસ માત્ર પાલમપુર મહાનગરપાલિકામાં જ પોતાની સત્તા બચાવવામાં સફળ રહી છે.હિમાચલમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાયો આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ પરિણામોને સત્તાની "સેમીફાઇનલ" માનવામાં આવી રહ્યા છે. ભાજપે આ જીતને વર્તમાન સરકાર સામે શાસન વિરોધી લહેર (એન્ટી-ઇન્કમ્બન્સી) ગણાવી છે. સોલનમાં પહેલીવાર ખીલ્યું 'કમળ': સોલન મહાનગરપાલિકામાં ભાજપે ઇતિહાસ રચ્યો છે અને અહીં પહેલીવાર ભાજપ બહુમતી સાથે સત્તા પર આવ્યું છે. કોંગ્રેસને આ બેઠક પર જીતનો પૂરો ભરોસો હતો, પરંતુ પરિણામો તેના માટે આંચકાજનક રહ્યા છે. અગાઉ અહીં અપક્ષોના ટેકાથી કોંગ્રેસે મેયર પદ મેળવ્યું હતું. મંડીમાં ભાજપની એકતરફી જીત: મુખ્યમંત્રીના હોમ ટર્ફ ગણાતા મંડીમાં ભાજપે 15 માંથી 12 બેઠકો જીતીને એકચક્રી શાસન જાળવી રાખ્યું છે. અહીં કોંગ્રેસને માત્ર 1 બેઠકથી સંતોષ માનવો પડ્યો છે. આ બેઠક પર કોંગ્રેસના જ બળવાખોર ઉમેદવાર અલકનંદા હાંડાએ અપક્ષ તરીકે ચૂંટણી લડીને પૂર્વ મંત્રી કૌલ સિંહના ભત્રીજાને કારમી હાર આપી છે. ધર્મશાલામાં ભાજપનો દબદબો: ધર્મશાલાના 17 વોર્ડમાંથી ભાજપે 11 બેઠકો પર કબ્જો કરીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. અગાઉ અહીં ભાજપ પાસે બહુમતી હોવા છતાં રાજકીય સમીકરણોના કારણે કોંગ્રેસના મેયર બન્યા હતા, પરંતુ આ વખતે ચિત્ર સાફ થઈ ગયું છે. પાલમપુરમાં કોંગ્રેસનો ગઢ અકબંધ:કોંગ્રેસ માટે એકમાત્ર રાહતના સમાચાર પાલમપુરથી આવ્યા છે. જનતાએ અહીં ફરી એકવાર કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. કોંગ્રેસે 15 માંથી 11 વોર્ડ જીતીને સત્તા જાળવી રાખી છે, જ્યારે ભાજપ માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગયું છે. આગામી ચૂંટણીઓ ક્યારે? રાજ્યની અન્ય ચાર મહાનગરપાલિકાઓ — શિમલા, હમીરપુર, ઉના અને બદ્દીની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાશે. શિમલા કોર્પોરેશનનો કાર્યકાળ હજુ બાકી છે, જ્યારે બાકીની ત્રણ કોર્પોરેશનો ગયા વર્ષે જ અસ્તિત્વમાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ચાર મ્યુનિસિપલ કોર્પોરેશનોના 63 વોર્ડમાં EVMનો ઉપયોગ કરીને ચૂંટણી યોજાઈ હતી. ભાજપે 37 વોર્ડ જીત્યા હતા, જ્યારે કોંગ્રેસે 23 વોર્ડમાં સફળતા મેળવી હતી. ત્રણ અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા હતા.Petrol Diesel Price Today: 1 જૂને ક્રૂડ ઓઇલની કિંમત વધી, તો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો ફેરફાર?
Read Full Story arrow_forward