Vadodara News: આઇસરે સાયકલ સવારને મારી ટક્કર, જુઓ Video
વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર એક હૃદયકંપાવનારો અકસ્માત સામે આવ્યો છે. હાઈવે પર જાંબુઆ બ્રિજ પાસે એક બેફામ સ્પીડે આવી રહેલા આઇસર ટેમ્પોના ચાલકે સાયકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ આઇસર ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ધ્રુજારી ઉપાડી દે તેવા છે.વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજાઓ ઘટનાની મળતી માહિતી મુજબ, એક વૃદ્ધ વ્યક્તિ પોતાની સાયકલ લઈને નેશનલ હાઈવે-48 પર જાંબુઆ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઇસરના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરીને સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, વૃદ્ધ રોડ પર ફંગોળાયા હતા અને તેમને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ આ હિટ એન્ડ રનની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, કઈ રીતે બેદરકાર આઇસર ચાલકે સાયકલ સવારને ટક્કર મારી અને ઊભા રહેવાના બદલે વાહન ભગાડી મૂક્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરીને તેના આધારે ફરાર આઇસર ચાલકની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Vadodara : આજવા રોડ પર હિટ એન્ડ રનમાં વૃદ્ધાનું કાળજું કંપાવનારું મોત, કારમાં વિદેશી વિદ્યાર્થીઓ હોવાની ચર્ચા
Read Full Story arrow_forward