Ahmedabad News: IPL દરમિયાન મેટ્રોની આવકમાં ધરખમ વધારો, એક જ દિવસમાં 30 લાખની આવક થઈ
અમદાવાદ શહેરમાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચોના કારણે માત્ર ક્રિકેટ પ્રેમીઓમાં જ નહીં પરંતુ મેટ્રો રેલવેના વહીવટીતંત્રમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચના દિવસે સ્ટેડિયમ તરફ જતા અને ત્યાંથી પરત ફરતા ક્રિકેટ રસિકો માટે મેટ્રો ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. જેના કારણે મેટ્રોની મુસાફરોની સંખ્યા અને આવકમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. મેટ્રો ટ્રેનમાં 1.95 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. જ્યારે ટ્રેનને એક જ દિવસમાં 30 લાખની આવક થઈ છે. એક જ દિવસમાં 30 લાખની ઐતિહાસિક આવક તાજેતરમાં રમાયેલી મેચ દરમિયાન મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો હતો.સત્તાવાર આંકડાઓ મુજબ,નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચના એક જ દિવસમાં અંદાજે 1.95 લાખ મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો હતો.આટલી મોટી સંખ્યામાં મુસાફરો નોંધાતા મેટ્રો રેલવેને માત્ર એક જ દિવસમાં રૂપિયા 30 લાખની ઐતિહાસિક આવક થઈ છે. શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે મેચ નિહાળવા આવેલા હજારો દર્શકોને ઘર સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે તે માટે મેટ્રો પ્રશાસન દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.સામાન્ય દિવસો કરતાં આ દિવસે મેટ્રો ટ્રેનોને મોડી રાત સુધી દોડાવવામાં આવી હતી.ટ્રાફિક જામ અને પાર્કિંગની ઝંઝટથી બચવા માટે મોટાભાગના લોકોએ ખાનગી વાહનોના બદલે મેટ્રોને પ્રાથમિકતા આપી હતી.મેટ્રો સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવા માટે વધારાનો સ્ટાફ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ સફળ સંચાલન દર્શાવે છે કે શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. આ પણ વાંચોઃ Rajkot : ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલાં ભારે ગરમાવો: બાબાને પડકાર ફેંકનાર એડવોકેટને મળી ધમકી
Read Full Story arrow_forward