Anand: આણંદ વિદ્યાનગર માર્ગ પર લાખોના ખર્ચે લગાવાયેલા બેરીકેટ હટાવાયા
આણંદ-વિદ્યાનગર માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ મહાનગરપાલિકાના અધિકારીઓએ બેરીકેટ મુક્યા હતા. જેને લઇને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ હતી. એકમાસ પૂર્વે સ્પ્રિગ પોસ્ટ લગાવવામાં આવ્યા હતા. લાખ્ખોના ખર્ચે ખરીદાયેલા સ્પ્રિંગપોસ્ટનું મનપાએ લાખ્ખોનું આંધણ કર્યુ છે. પ્રજાના ટેક્ષાના પૈસાનો વહીવટ કરતા મનપાના અધિકારીઓ પોતાની મનસુબી મુજબ નિર્ણય લઇ નાગરિકોને સગવડતાના સ્થાને અગવડ પડે તેવી નીતિરીતિની ટીકા થઇ રહી છે. વિદ્યાનગરના ભાઇકાકા સ્ટેચ્યુ, એપીસી સર્કલ, ટાઉનહોલ સર્કલ પાસે મનપાએ બેરીકેટ મુકીને ટ્રાફિકને નિયંત્રણ કરવાનો મિથ્યા પ્રયાસ કર્યો હતો જો કે એસી ચેમ્બરમાં બેસીને નિર્ણય લેતા અધિકારીઓને સ્થળ-સ્થિતીની જાણકારી હોતી નથી અને માત્ર ને માત્ર પૈસાનું આંધણ કરવા જ નિર્ણય લેતા હોવાનું ફલીત થયું છે. બેરીકેટના કારણે ઉપરથી ટ્રાફિકની સમસ્યા વકરી હતી. તેમજ અકસ્માતની પણ ભીતી વ્યક્ત કરાઇ છે. જનહીત માટે લગાવવામાં આવેલી વ્યવસ્થા શા માટે દૂર કરવાની જરૂર પડી ગતરોજ મોડી રાત્રે કેટલાક કર્મચારીઓ દ્વારા સ્પ્રિંગપોસ્ટને ઉખેડીને ટેમ્પામાં ભરીને લઇ જવામાં આવ્યા છે. ત્યારે એક માસ માટે લાખ્ખોનું આંધણ કરીને મનપાએ પ્રજાના ટેક્ષના નાણાંનો સરેઆમ દુરઉપયોગ થયો હોવાની લાગણી વ્યક્ત કરાઇ છે. અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર રૂબરૂમાં ટ્રાફિક મુદ્દે સર્વે કર્યા વિના આડેધડ નિર્ણય લેતા લોકોમાં તંત્રના અધિકારીઓ સામે રોષ પ્રગટયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward