android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Karnataka CM: ડીકે શિવકુમાર લેશે મુખ્યપ્રધાન પદના શપથ, રાજ્યપાલે મોકલ્યું નિમંત્રણ
calendar_today May 30, 2026

Karnataka CM: ડીકે શિવકુમાર લેશે મુખ્યપ્રધાન પદના શપથ, રાજ્યપાલે મોકલ્યું નિમંત્રણ

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. પાર્ટીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ડી. કે. શિવકુમારના નામ પર મંજૂરી આપી છે. તેઓ અત્યાર સુધી ડેપ્યુટી મુખ્યમંત્રી હતા, પરંતુ હવે તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમનો શપથ ગ્રહણ સમારોહ 3 જૂનના રોજ યોજાશે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું આ પહેલાં સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનને લઈને ચર્ચા ચાલી રહી હતી. અંતે આ નિર્ણય અમલમાં આવ્યો અને સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. રાજીનામું રાજ્યપાલે સ્વીકારી લીધું અને સમગ્ર મંત્રિપરીષદ ભંગ કરવામાં આવી, જેના કારણે નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. શનિવારે બેંગલુરુમાં વિધાન સૌધ ખાતે કોંગ્રેસ વિધાનસભા દળ (CLP)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકની દેખરેખ AICCના વરિષ્ઠ નેતાઓ કે.સી. વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલાએ કરી હતી. બેઠકમાં નવા નેતૃત્વ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો. બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો બેઠકમાં ત્રણ મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા. પ્રથમ, તમામ ધારાસભ્યોએ એક પ્રસ્તાવ પાસ કર્યો જેમાં નક્કી કરવામાં આવ્યું કે નવા નેતાની પસંદગીનો અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈ કમાન્ડ કરશે. બીજું, સિદ્ધારમૈયાએ પોતે ડી. કે. શિવકુમારનું નામ નવા CLP નેતા તરીકે પ્રસ્તાવિત કર્યું, જેને તમામ સભ્યોએ મંજૂરી આપી. ત્રીજું, ડી. કે. શિવકુમારે સિદ્ધારમૈયાનો આભાર વ્યક્ત કર્યો. બેઠક બાદ ડી. કે. શિવકુમારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાથે મુલાકાત કરી. આ દરમિયાન સિદ્ધારમૈયા પણ હાજર રહ્યા હતા. રાજ્યપાલે ડી. કે. શિવકુમારને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે અને તેઓ 3 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ ફેરફાર સાથે કર્ણાટકની રાજનીતિમાં નવો અધ્યાય શરૂ થયો છે અને આગામી દિવસોમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ ચર્ચાઓ તેજ થવાની શક્યતા છે. આ પણ વાંચો : CUET UG 2026 Dispute: NTAએ સ્વીકારી ભૂલ, વિદ્યાર્થીઓ આપી શકશે ફરી પરીક્ષા

Read Full Story arrow_forward
30 મેના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર
calendar_today May 30, 2026

30 મેના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર વાંચો1. NRI News: વિદેશમાં ગુજરાતીઓની સુરક્ષા સામે સવાલ, એક જ સપ્તાહમાં ત્રણ ગુજરાતીની હત્યા2. Bhuj News: રાયઘણપર ગામે મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક પથ્થરમારો, પોલીસ વાહનોમાં કરી તોડફોડ3. Ahmedabad : જ્યોર્જિયામાં ગુમ થયેલા મેડિકલના વિદ્યાર્થી ધ્વનિત રાજદીપ મૃત હાલતમાં મળતા ખળભળાટ4. SMCની મેગા ડ્રાઇવ, અમદાવાદના સિંધુભવન અને થલતેજમાં ચાલતા હુક્કાબાર પર દરોડા5. Vadodara : નકલી IB ઓફિસર બની આપના જ કાર્યકરને ધમકાવવામાં વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝા સહિત 2ની ધરપકડ6. Gandhinagar: ગુજરાતમાં 15 જૂનથી વિધિવત ચોમાસું બેસશે અને 20 જૂનથી સાર્વત્રિક વરસાદ શરૂ થશે7. Ahmedabad : જોલી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સામે છેતરપિંડીની ફરિયાદ, હિમાચલ પ્રવાસના નામે 30 મુસાફરો પાસેથી 8 લાખ ખંખેર્યા8. Karnataka CM: ડીકે શિવકુમાર લેશે મુખ્યપ્રધાન પદના શપથ, રાજ્યપાલે મોકલ્યું નિમંત્રણ9. CUET UG 2026 Dispute: NTAએ સ્વીકારી ભૂલ, વિદ્યાર્થીઓ આપી શકશે ફરી પરીક્ષા10. West Bengal: મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક પર પથ્થરમારો,માંડ-માંડ બચાવ્યો જીવ!

Read Full Story arrow_forward
Mamata Banerjee: "શાસકો ખૂની બની ગયા છે" મમતા બેનર્જીએ તેમના ભત્રીજા અભિષેક પરના હુમલા બાદ આપી પ્રતિક્રિયા
calendar_today May 30, 2026

Mamata Banerjee: "શાસકો ખૂની બની ગયા છે" મમતા બેનર્જીએ તેમના ભત્રીજા અભિષેક પરના હુમલા બાદ આપી પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળના રાજકારણમાં હાલના દિવસોમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ગંભીર આંતરિક કટોકટી અને રાજકીય ઉથલપાથલમાંથી પસાર થઈ રહી છે. પક્ષના પતનની ભવિષ્યવાણીઓ અને નેતાઓના રાજીનામા વચ્ચે, પૂર્વ મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રિમો મમતા બેનર્જીએ પક્ષપલટો કરનારા બાગી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે જ સોનારપુરમાં ચૂંટણી પછીની હિંસાના પીડિતોને મળવા ગયેલા પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી પર થયેલા જીવલેણ હુમલાએ રાજ્યના રાજકારણને વધુ ગરમાવી દીધું છે.બાગી નેતાઓ પર મમતાનો કાવ્યાત્મક પ્રહારલાંબા સમયથી રાજકીય કટોકટીનો જવાબ કવિતાઓ અને સાહિત્ય દ્વારા આપવા માટે જાણીતા મમતા બેનર્જીએ આ વખતે પક્ષના દળબદલુઓ પર નિશાન સાધવા માટે ‘ગિરગિટ’ શીર્ષકથી એક ધારદાર વ્યંગાત્મક કવિતા લખી છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.મમતા બેનર્જીએ પોતાની કવિતામાં લખ્યું છે"તમારું ચરિત્ર બદલવા માટે તમે કેટલા પૈસા લેશો? તમારા ચરણોમાં લાંચની કેટલી સંપત્તિ પડી છે? અને હજુ કેટલું ઈચ્છો છો? તમારો ચહેરો અને ઓળખ બદલવા માટે..."તેમણે બાગી નેતાઓની સરખામણી રંગ બદલતા ગિરગિટ સાથે કરતા તેમને 'ગિરગિટ કરતાં પણ વધુ ખતરનાક' ગણાવ્યા છે. મમતા બેનર્જીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ નેતાઓ સંકટના સમયે પોતાના સ્વાર્થ ખાતર અને પોતાના અસ્તિત્વને બચાવવા માટે પક્ષના મૂળભૂત મૂલ્યો અને દિવસ-રાત મહેનત કરનારા કાર્યકરો સાથે મોટો વિશ્વાસઘાત કરી રહ્યા છે. કવિતામાં તેમણે જીવનના એકલવાયા સંઘર્ષનો ઉલ્લેખ કરતા લખ્યું કે, માણસ જ્યારે જન્મે છે ત્યારે એકલો આવે છે અને મૃત્યુ સમયે પણ તેણે એકલા જ જવાનું હોય છે. તેમણે સમર્થકોને પક્ષ પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે.TMCના પતનની ભવિષ્યવાણી પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસના વફાદાર કાર્યકરો અને નેતાઓ હવે ખુલ્લેઆમ પક્ષની નીતિઓની ટીકા કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર અત્યાર સુધી મૌન સેવનારા નેતાઓ હવે મુખર બન્યા છે. કોલકાતાની આર.જી. કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાના મામલે પક્ષની ભારે બદનામી થઈ છે, જેના વિરોધમાં સામાન્ય મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. આ દરમિયાન ટીએમસીના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે મોટો દાવો કરતા કહ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસ હવે ગણતરીના દિવસોની જ મહેમાન છે અને ટૂંક સમયમાં જ પક્ષ સંપૂર્ણપણે વેરવિખેર થઈ જશે.સાંસદ અભિષેક બેનર્જી પર પથ્થરમારો આ રાજકીય ખેંચતાણ વચ્ચે શનિવારે પશ્ચિમ બંગાળના સોનારપુરમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અભિષેક બેનર્જી ચૂંટણી પછી થયેલી હિંસામાં જીવ ગુમાવનારા સંજુ કર્મકારના શોકાકુલ પરિવારને મળવા સોનારપુર ગયા હતા.હુમલા અંગે વિગતો આપતા અભિષેક બેનર્જીએ જણાવ્યું કે, ભાજપ સમર્થિત ગુંડાઓએ પૂર્વ આયોજિત કાવતરા અંતર્ગત સવારના ૧૧ વાગ્યાથી એક કોમ્યુનિટી હોલમાં પથ્થરો ભેગા કર્યા હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમના પર ઈંટો, પથ્થરો અને ઈંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો.પોતાની ઈજાઓ દર્શાવતા સાંસદે કહ્યું"તેમણે મારી આંખ પર ઈંટ મારી જેના કારણે હું આંખ ખોલી શકતો નથી. મારા ચશ્મા તૂટી ગયા છે. મારી પીઠ, છાતી અને પગ પર મુક્કા મારવામાં આવ્યા છે. જો મેં હેલ્મેટ ન પહેર્યું હોત, તો મારું માથું બે ટુકડા થઈ ગયું હોત. તમે મારા શરીરને ઈજા પહોંચાડી શકો છો, પણ મારો જુસ્સો તોડી શકશો નહીં."ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર મિલીભગતનો આરોપઅભિષેક બેનર્જીએ આ ઘટનામાં પશ્ચિમ બંગાળ પોલીસ અને વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે મારી સાથે તૈનાત સુરક્ષા અધિકારીઓ સતત કંટ્રોલ રૂમ અને સિનિયર અધિકારીઓને હુમલાની જાણકારી આપી રહ્યા હતા, તેમ છતાં કોઈ વધારાની પોલીસ ફોર્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી ન હતી. આનાથી સાબિત થાય છે કે ઉચ્ચ અધિકારીઓ ઈચ્છતા હતા કે આ હિંસા ચાલુ રહે. તેમણે આ મામલાને સુપ્રિમ કોર્ટ સુધી લઈ જવાની જાહેરાત કરી છે.‘શાસકો જ હત્યારા બની ગયા’ : મમતા બેનર્જીભત્રીજા પર થયેલા હુમલા બાદ પૂર્વ સીએમ મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આકરો આક્રોશ ઠાલવતા લખ્યું, "શાસક જ હત્યારા બની ગયા છે. ભાજપ પર શરમ આવવી જોઈએ." બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસે પણ આ હુમલાની સખત નિંદા કરી છે અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી પર નફરત, હિંસા અને બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. પક્ષે જણાવ્યું કે આ હુમલા છતાં અભિષેક બેનર્જી પીડિત પરિવારની પડખે મક્કમતાથી ઊભા રહ્યા છે.આ પણ વાંચો:China Nuclear Base: ચીનનો પરમાણુ પ્લાન,રણમાં 80 લોન્ચ પેડ અને સૈન્ય મથકો તૈયાર

Read Full Story arrow_forward